Auto Budget 2022 : દેશમાં મોટા પ્રમાણમાં વ્હિકલના ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે

|

Feb 01, 2022 | 6:00 PM

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) સતત ચોથી વખત નાણાકીય વર્ષ 2022-23નુ બજેટ રજૂ કર્યુ.

Auto Budget 2022 : દેશમાં મોટા પ્રમાણમાં વ્હિકલના ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે
Auto Budget 2022

Follow us on

Auto Budget 2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણે ( Nirmala sitharaman) આજે નાણાકીય વર્ષ 2022-23  માટે બજેટ રજૂ કર્યુ.તમને જણાવી દઈએ કે,આ સતત ચોથી વખત  નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યુ હતુ. ખાસ કરીને ઓટો ઈન્ડસ્ટ્રીને (Auto Industry) આ બજેટથી ઘણી બધી આશા- અપેક્ષાઓ રાખી રહ્યુ હતુ.

આ વખતે બજેટમાં ઓટો સેક્ટર સાથે જોડાયેલા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.દેશમાં મોટા પ્રમાણમાં વ્હિકલના ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.જેનાથી ઓટો સેક્ટર સાથે જોડાયેલા લોકોને સીધો ફાયદો થશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બેટરી સ્વેપ પોલિસી રજૂ કરવામાં આવશે

એવું કહેવામાં આવ્યું હતું કે જગ્યાના અભાવને કારણે ઈ-વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન મોટા પાયા પર ઉપલબ્ધ નથી. આથી બેટરી સ્વેપિંગ પોલિસી લાવવામાં આવશે.હવેથી ઈ-વાહનમાં બેટરીની અદલા બદલી કરી શકાશે. તમને જણાવી દઈએ કે,  ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતા તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલા-બદલી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અંગે પણ મહત્વની જાહેરાત

હાલમાં માત્ર હીરો ઈલેક્ટ્રીક, ઓકિનાવા મોટર્સ, સિમ્પલ એનર્જી અને બાઉન્સ ઈલેક્ટ્રીક જેવા પસંદગીના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકો બેટરી સ્વેપિંગનો વિકલ્પ ઓફર કરે છે .જ્યારે એથર એનર્જી, ઓલા ઈલેક્ટ્રીક, ટોર્ક મોટર્સ વગેરે પાસે નોન-રીમુવેબલ બેટરી છે. બજેટ સત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અંગે પણ વિકાસની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે 2022-23માં રાષ્ટ્રીય ધોરીમાર્ગોને 25000km સુધી વિસ્તૃત કરવામાં આવશે.

 

આ પણ વાંચો : Railway Budget 2022 : 3 વર્ષમાં 400 વંદેભારત ટ્રેન ચલાવવામાં આવશે

Published On - 11:46 am, Tue, 1 February 22

Next Article