Railway Budget 2021: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો થશે વિસ્તાર,રેલ્વેને થઈ શકે છે વધુ નાણાંકીય ફાળવણી 

|

Jan 31, 2021 | 4:37 PM

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ ૨૦૨૧-22 માટે બજેટ રજુ કરશે. આ બજેટમાં નાણા મંત્રી દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નેટવર્કના વિસ્તાર અંગે જાહેરાત કરી શકે છે. તેમજ તેની સાથે ગત ડિસેમ્બરમાં રેલ્વે મંત્રાલયે  નેશનલ રેલ પ્લાન ૨૦૨૪ જાહેર કર્યો હતો.

Railway Budget 2021: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો થશે વિસ્તાર,રેલ્વેને થઈ શકે છે વધુ નાણાંકીય ફાળવણી 
bullet train project

Follow us on

Railway Budget 2021 : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ વર્ષ ૨૦૨૧-22 માટે બજેટ રજુ કરશે. આ બજેટમાં નાણા મંત્રી દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નેટવર્કના વિસ્તાર અંગે જાહેરાત કરી શકે છે. તેમજ તેની સાથે ગત ડિસેમ્બરમાં રેલ્વે મંત્રાલયે  નેશનલ રેલ પ્લાન ૨૦૨૪ જાહેર કર્યો હતો. જેમાં માળખાકીય સુવિધા અને મોડલ શેરને વધારવા પર ભાર મુક્વામાં આવ્યો હતો. જેમાં હાઈ- સ્પીડ રેલ્વે ઇન્સ્ફ્રાસ્ટ્રકચરને તૈયાર કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જેમાં Railway વર્ષ ૨૦51 સુધી દેશભરમાં ૮૦૦૦ કિલોમીટર હાઈ સ્પીડ રેલ નેટવર્ક તૈયાર કરવામાં આવશે. જેમાં નવા બુલેટ કોરીડોર્સ પણ સામેલ છે.  વારાણસી- પટના- અમૃતસર – જમ્મુ અને પટના- ગુવાહાટી રૂટ માટે બુલેટ કોરીડોર પ્રસ્તાવિત છે. વર્તમાન ભારતમાં માત્ર એક જ બુલેટ કોરીડોર છે.  આ મુંબઈ અને અમદાવાદ વચ્ચે છે અને તેની પર કામ ચાલી રહ્યું છે, જો કે જમીન સંપાદનમાં વિવાદના પગલે વિલંબ થઈ રહ્યો છે. તેમજ આ સમસ્યા મહારાષ્ટ્રમાં વધારે છે.

બુલેટ ટ્રેનના અન્ય કોરીડોરના અયીધ્યાથી દિલ્હી-વારાણસી, હૈદરાબાદ- બેંગ્લોર અને મુંબઈ નાગપુર વચ્ચે પણ પ્રસ્તાવિત છે. ગત બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે મુંબઈ- અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને તાત્કાલિક પૂર્ણ કરવામાં જોર આપવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રેલ્વેને થઇ શકે છે સૌથી વધુ નાણાકીય ફાળવણી

આ ઉપરાંત દેશમાં રેલ્વે  ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અનેક પ્રકારના બદલાવ થવાના છે. આ બજેટમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રેલ્વે કેપિટલ ખર્ચમાં વધારો કરશે. જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં રેલ્વેનો કેપેક્સ 1,61,062 કરોડ નક્કી કરવામાં આવ્યો છે. જો નાણા મંત્રાલય રેલ્વે બોર્ડની તમામ બાબતો માની લે તો તેમાં વધારો જોવા મળશે.

છેલ્લા 6 વર્ષમાં રેલ્વે પ્રોજેક્ટસ પર રેકોર્ડ ખર્ચ કર્યો છે

સરકારના જણાવ્યા અનુસાર બાકી રહેલા પ્રોજેક્તને પૂર્ણ કરવા માટે વર્ષ 2014માં રેલ્વે કેપિટલ ખર્ચમાં ભારે વધારો કર્યો છે.  નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્લાન અંતગર્ત રેલ્વે સેક્ટરમાં વર્ષ 2024-25 સુધી ૧૧.૪૩ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ રોડમેપ અનુસાર આધાર પર નાણાકીય વર્ષ ૨૦૨૨માં 3.૦૮ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો
પ્રસ્તાવ છે. જયારે વર્ષ 2014 થી ૨૦૨૦ વચ્ચે રેલ્વેનો કેપિટલ ખર્ચ 6 લાખ કરોડ રૂપિયા રહ્યો છે.

રેલ્વે વર્ષ 2030 સુધી માલવહન ક્ષેત્રમાં પોતાનો હિસ્સો 30 ટકાથી વધારીને ૪૫ ટકા કરવાની તૈયારીમાં છે.

હાલ રેલ્વે 46069 કિલોમીટરમાં 498 પ્રોજેક્ટ પર રેલ્વે અંદાજે 6.75 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ તમામ પ્રોજેક્ટ અલગ અલગ તબક્કામાં છે. તેમાંથી ૫૮ પ્રોજેક્ટમાં  અતિ મહત્વના  માનવામાં આવી રહ્યા છે. જયારે ૬૮ પ્રોજેક્ટ મહત્વમાં છે. આ ઉપરાંત પેસેન્જરની ક્ષમતા વધારવા અને માલવહન વધારવા માટે ૨૪૭ ડબલિંગ, ૧૯૮ નવી લાઈનો, ૫૨૨ ટ્રાફિક સુવિધાઓ અને ૫૫ ગેજ કન્વર્ઝનનું કામ કરવામાં આવી રહ્યું છે.

Next Article