કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરતાં સીતારમણે જણાવ્યું હતું કે, “વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ત્યારે આ બજેટમાં યુવાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
સિતારામણે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત જેમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રુપિયા બજેટમાં ફાળવ્યા છે.
આ વર્ષે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે . તમને જણાવી દઈએ આ મોટી જાહેરાત છે આ પહેલીવાર બની રહ્યું છે કે વધારે ફોકસ યુવાનો પર કરવામાં આવી રહ્યો છે. સરકાર રોજગાર માટે 3 મોટી યોજનાઓ પર કામ કરશે. પ્રધાનમંત્રીના પહેલના પેકેજની જાહેરાત કરીને આનંદ થયો. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
નોકરીદાતાઓને ટેકો આપવા માટે, સરકારે બજેટમાં કહ્યું છે કે વજોબ માર્કેટમાં પ્રવેશતા 30 લાખ યુવાનોને સરકાર એક મહિનાનું પીએફ યોગદાન આપીને પ્રોત્સાહિત કરશે. બીજી સ્કીમમાં 30 લાખ યુવાનોને ફાયદો થશે, આ સાથે પહેલી નોકરીમાં 1 મહિનાની સેલરી સરકાર આપશે આ સાથે નવી કર્મચારી માટે ઈન્ટેસીવની પણ જાહેરાત કરી છે.
Published On - 11:44 am, Tue, 23 July 24