Budget 2024 : વધુ રોજગાર સર્જન માટે MSME ક્ષેત્રમાં પણ PLI યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે MSME સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ અને એસોસિએશનો નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી રજુઆત કરી હતી.
ફર્નિચર, ફૂટવેર, રમકડાં, સાયકલ અને કાપડમાં PLI લાવવાની માંગ કરવામાં આવી છે. PLI પ્રોત્સાહન ઝડપથી બહાર પાડવાની માંગ પણ થઈ રહી છે.
દર વર્ષે પ્રોત્સાહકો વાર્ષિક ધોરણે બહાર પાડવાને બદલે દર ક્વાર્ટરમાં બહાર પાડવાની પણ માંગ કરવામાં આવી છે. R&D માટે રોકાણ પર 200% કર મુક્તિ પુનઃસ્થાપિત કરવાની માંગ પણ છે.
PLI યોજનાઓ નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 વચ્ચે 134 ક્ષેત્રો માટે રજૂ કરવામાં આવી હતી. આ ક્ષેત્રોમાં મોબાઈલ, ડ્રોન, ટેલિકોમ્યુનિકેશન્સ, ટેક્સટાઈલ, વાહનો, કન્ઝ્યુમર ગુડ્સ, ફાર્માસ્યુટિકલ્સ, દવાઓ વગેરેનો સમાવેશ થાય છે.
જો કે, આ યોજના હેઠળની પ્રગતિ તમામ ક્ષેત્રોમાં સરખી નથી. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે લાવવામાં આવેલી સ્કીમ મુખ્યત્વે સ્માર્ટફોન પર કેન્દ્રિત છે અને તે ઘણી સફળ રહી છે.
આ કારણે છેલ્લા બે વર્ષમાં દેશમાંથી સ્માર્ટફોનની નિકાસમાં જબરદસ્ત વધારો થયો છે. બીજી તરફ, સરકારને જાણવા મળ્યું છે કે ફાર્માસ્યુટિકલ દવાઓ, ટેલિકોમ્યુનિકેશન્સ, ફૂડ પ્રોડક્ટ્સ, ડ્રોન ક્ષેત્રોમાં પ્રગતિ અપેક્ષા મુજબ છે પરંતુ સ્ટીલ, ટેક્સટાઇલ, બેટરી અને વાહનો જેવા ક્ષેત્રોમાં પ્રગતિની ગતિ ધીમી છે.
ઉદાહરણ તરીકે, ખાનગી કંપનીઓના ઉદાસીન પ્રતિસાદને જોતાં કાપડ મંત્રાલયે PLI સ્કીમને આકર્ષક બનાવવા માટે વધુ ઉત્પાદનોનો સમાવેશ કરીને તેને લવચીક બનાવવી પડી છે. સરકારને આશા છે કે યોજનામાં ફેરફાર સાથે વધુ અરજીઓ અને રોકાણની દરખાસ્તો આવશે.
બલ્ક ડ્રગ પીએલઆઈના કિસ્સામાં યોજનાની માર્ગદર્શિકામાં કેટલાક ફેરફારો કરી શકાય છે અને યોજનાની અવધિ 2027-28 થી 2028-29 સુધી લંબાવી શકાય છે.
હાલમાં, મોટાભાગની યોજનાઓમાં વર્ષમાં એકવાર રકમ ચૂકવવામાં આવે છે. અન્ય વિભાગોને ત્રણ મહિનામાં ચુકવણીની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન PLI યોજનાના પાત્ર લાભાર્થીઓને રૂ. 6,800 કરોડનું પ્રોત્સાહન ફાળવવામાં આવ્યું છે, જ્યારે સરકારે રૂ. 11,000 કરોડના પ્રોત્સાહનનો અંદાજ મૂક્યો હતો.
આ પણ વાંચો : Aadhaar Card : કુલ 4 પ્રકારના આધાર કાર્ડ હોય છે, જાણો કયું તમારા માટે શ્રેષ્ઠ છે