Budget 2023 Share Market : બજેટ પૂર્વેની તેજીમાં રોકાણકારો ઉપર 1.50 લાખ કરોડની ધનવર્ષા, જાણો ક્યાં સ્ટોક TOP Gainers તરીકે ઓળખાયા

|

Feb 01, 2023 | 10:19 AM

Budget 2023 Share Market : શેરની વાત કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જ પર બ્રિટાનિયાના શેરમાં લગભગ 3 ટકા, ICICI બેન્કના શેરમાં 2.40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હિન્દાલ્કોના શેર 2 ટકા જ્યારે ડિવિસ લેકના શેર દોઢ ટકાની તેજી સાથે  ટ્રેડ થઈ રહ્યા છે. JSW સ્ટીલનો શેર 1.34 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

Budget 2023 Share Market : બજેટ પૂર્વેની તેજીમાં રોકાણકારો ઉપર 1.50 લાખ કરોડની ધનવર્ષા, જાણો ક્યાં સ્ટોક TOP Gainers તરીકે ઓળખાયા
Investors earn Rs 1.50 lakh in pre-Budget boom

Follow us on

દેશનું બજેટ આવવામાં થોડી જ મિનિટો બાકી છે પરંતુ શેરબજારમાં જોરદાર શરૂઆત થઈ છે. રોકાણકારો  સતત ખોટથી રાહત અનુભવી છે. બજારની તેજીને કારણે રોકાણકારોને થોડી જ મિનિટોમાં લગભગ 1.50 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. જ્યાં સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના વધારા સાથે 60 હજાર પોઈન્ટને પાર કરી ગયો હતો. તે જ સમયે, નિફ્ટી વધારા સાથે 17600 પોઇન્ટ પ્રજોવા મળ્યો હતો. દેશની સૌથી મોટી ધિરાણકર્તા SBI નિફ્ટી પર ટોપ ગેનર તરીકે ટ્રેડ કરી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ પ્રી-ઓપનિંગમાં લગભગ 450 પોઈન્ટના ઉછાળા સાથે 59,797.71 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. એક દિવસ પહેલા પણ શેરબજારમાં તેજી જોવા મળી હતી. તે જ સમયે, ગયા વર્ષે બજેટ દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટી બંને એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા.

સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો

શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ સવારે 09.25 વાગ્યે 437.32 પોઈન્ટના વધારા સાથે 59,987.22 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ પણ 60,066.87 પોઈન્ટ પર પહોંચ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક 99.25 પોઈન્ટના વધારા સાથે 17,761.40 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો શેરબજારમાં તેજી જોવા મળી શકે છે.

આ શેરોમાં તેજી જોવા મળી રહી છે

શેરની વાત કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જ પર બ્રિટાનિયાના શેરમાં લગભગ 3 ટકા, ICICI બેન્કના શેરમાં 2.40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હિન્દાલ્કોના શેર 2 ટકા જ્યારે ડિવિસ લેકના શેર દોઢ ટકાની તેજી સાથે  ટ્રેડ થઈ રહ્યા છે. JSW સ્ટીલનો શેર 1.34 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

બીજી તરફ જો ઘટતા શેરની વાત કરીએ તો BPCLના શેરમાં 1.41 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં એક ટકાનો ઘટાડો થયો હતો. સન ફાર્માના શેરમાં 0.97 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ITCના શેરમાં 0.35 ટકાનો ઘટાડો થયો હતો.

સેન્સેક્સ 450 અંક અને નિફટી 0.85% ઉછાળા સાથે ખુલ્યા હતા

બજેટ સારું રહેવાની આશાઓ વચ્ચે બજારે જોરદાર આવકાર આપ્યો છે. બજેટ પહેલા શેરબજાર ખુબ સારી સ્થિતિમાં ખુલ્યું છે. નિફટી 149.45 અંક મુજબ 0.85% વધીને 17,811.60 ઉપર ખુલ્યો છે તો બીજી તરફ સેન્સેક્સએ 451.27 પોઇન્ટ અનુસાર 0.76%વધીને 60,001.17 ઉપર કારોબારની શરૂઆત કરી છે.

Published On - 10:16 am, Wed, 1 February 23

Next Article