નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) આજે કેન્દ્રીય બજેટ 2022-23 માં ઈ-પાસપોર્ટ (e-Passport) સંબંધિત વિગતોની જાહેરાત કરી છે. બજેટ દરમિયાન મોટાભાગની જાહેરાતો ડિજિટલ ઈન્ડિયા પહેલની આસપાસ કરવામાં આવી છે. તેમાંથી એક ઈ-પાસપોર્ટ છે, જે એમ્બેડેડ ચિપ્સ અને ભાવિ ટેક્નોલોજી સાથે ઉપલબ્ધ થશે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે, લોકોની સુવિધા માટે આવતા વર્ષથી ઈ-પાસપોર્ટ શરૂ કરવામાં આવશે. ઈ-પાસપોર્ટ આંતરરાષ્ટ્રીય નિયમો અને માર્ગદર્શિકા મુજબ હશે. હાલમાં, ભારતીય નાગરિકોને પાસપોર્ટના રૂપમાં એક પુસ્તિકા આપવામાં આવે છે.
સામાન્ય ભાષામાં, ઈ-પાસપોર્ટ તમારા નિયમિત પાસપોર્ટનું ડિજિટલ સ્વરૂપ હશે. એવું કહેવાય છે કે ઈ-પાસપોર્ટ અનેક સલામતી સુવિધાઓ સાથે આવે છે અને તે રેડિયો-ફ્રિકવન્સી ઓળખ અને બાયોમેટ્રિક્સ જેવી તકનીકોનો ઉપયોગ કરે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ડિજિટલ પાસપોર્ટ ઇલેક્ટ્રોનિક ચિપ સાથે આવશે જેના પર સુરક્ષા સંબંધિત ડેટા એન્કોડ કરવામાં આવશે.
ઈ-પાસપોર્ટ સાથે કેન્દ્ર સરકાર વૈશ્વિક સ્તરે ઈમિગ્રેશન પોસ્ટ દ્વારા વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. બાયોમેટ્રિક ડેટા પર આધારિત ઈ-પાસપોર્ટ વધુ સુરક્ષિત રહેશે. અગાઉ, વિદેશ મંત્રી એસ જયશંકરે પણ નાગરિકો માટે ઈ-પાસપોર્ટ લાવવા અંગે મંત્રાલય દ્વારા ચાલી રહેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો.
પાસપોર્ટ ધારકની વિગતો ડિજિટલી સ્ટોર કરવામાં આવશે અને ચિપમાં સહી કરવામાં આવશે, જે પાસપોર્ટ બુકલેટમાં એમ્બેડ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ચિપ સાથે છેડછાડ કરશે તો પાસપોર્ટને પ્રમાણિત ગણવામાં આવશે નહીં. ઈ-પાસપોર્ટમાં ડિજિટલ હસ્તાક્ષર હશે, જે દરેક દેશ માટે યુનિક છે.
ભારત સરકારે અત્યાર સુધીમાં 20,000 સત્તાવાર અને રાજદ્વારી ઈ-પાસપોર્ટ જાહેર કર્યા છે. ભારતમાં પ્રથમ ઈ-પાસપોર્ટ વર્ષ 2008માં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે સરકારે સામાન્ય જનતા/નાગરિકો માટે ઈ-પાસપોર્ટ સુવિધાની જાહેરાત કરી છે. અરજીની પ્રક્રિયા સામાન્ય બુકલેટ પાસપોર્ટ જેવી જ હોવાની શક્યતા છે.
આ પણ વાંચો : Tax Slab 2022 : નિર્મલા સિતારમણે જાહેર કર્યો 2022 માટેનો નવો ટેક્સ સ્લેબ, જાણો મધ્યમ વર્ગને કેટલી મળી છૂટ ?