Breaking News Defence Budget 2026 : ઈતિહાસનું સૌથી મોટું ડિફેન્સ બજેટ,મિસાઇલો અને ફાઇટર જેટ ઝડપથી બનશે

Defence Budget 2026 :ભારતનું બજેટ 2026 1 ફેબ્રુઆરીએ રજૂ થયું છે. પરંતુ બધાની નજર 2026ના ડિફેન્સ બજેટ પર હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત વારંવાર ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ફસાયું છે. તેથી, ડિફેન્સ બજેટમાં ભારે વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી.

Breaking News Defence Budget 2026 : ઈતિહાસનું સૌથી મોટું ડિફેન્સ બજેટ,મિસાઇલો અને ફાઇટર જેટ ઝડપથી બનશે
| Updated on: Feb 01, 2026 | 1:59 PM

Defence Budget 2026 :ભારતનું બજેટ 2026 1 ફેબ્રુઆરીએ રજૂ થયું છે. પરંતુ બધાની નજર 2026ના ડિફેન્સ બજેટ પર હતી.ભારત સરકારે 2026ના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં વધારો કર્યો છે. ચાલો જોઈએ કે આ બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને કેટલા પૈસા ફાળવવામાં આવ્યા છે.આ બજેટમાં રોજગાર,શિક્ષણ,સ્વાસ્થ સહિત અનેક ક્ષેત્રોમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. બજેટ2026માં સંરક્ષણ ક્ષેત્ર માટે પણ મોટી ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં સૈન્યનું આધુનિકીકરણ એક મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્ર છે.

ભારતનું ડિફેન્સ બજેટ

ગત્ત વર્ષે 2026-27માં રક્ષા મંત્રાલયને 7.8 કરોડ રુપિયાનું બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં ડિફેન્સના આધુનિકીકરણમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સરકારે સેનાના આધુનિકીકરણ માટે 2.19 લાખ કરોડ રુપિયા ફાળવ્યા છે. સંરક્ષણ મૂડી બજેટમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, ગયા વર્ષના 1.80 લાખ કરોડથી 2.19 લાખ કરોડ કરવામાં આવ્યું છે, જે સંરક્ષણ તૈયારીઓ અને આધુનિક સાધનોની ખરીદીને મજબૂત બનાવશે.

 

 

દુનિયામાં યુદ્ધ અને તણાવ વધ્યો

સંરક્ષણ મંત્રાલયને 2026-27 માટે 7.8 લાખ કરોડનું બજેટ મળ્યું, જે ગયા વર્ષ કરતા નોંધપાત્ર વધારો છે. આધુનિકીકરણ માટેનું કેપિટલ બજેટ 1.80 લાખ કરોડથી વધારીને 2.19 લાખ કરોડ કરવામાં આવ્યું છે.સ્થાનિક ઉત્પાદન (આત્મનિર્ભર ભારત), સ્વદેશી શસ્ત્રો અને નિકાસમાં વધારો. સંરક્ષણ ઉત્પાદન પહેલાથી જ રેકોર્ડ સ્તરે છે.આ વધારો નોંધપાત્ર છે કારણ કે, દુનિયામાં યુદ્ધ અને તણાવ વધી રહ્યો છે. રુસ, યુક્રેન,મધ્યપૂર્વ, ભારત-ચીન તેમજ ભારત-પાકિસ્તાનની સરહદ પર પડકારો. ભારતને પોતાની સેનાને આધુનિક બનાવવાની જરુર છે. જેમ કે, ડ્રોન, મિસાઈલ, ફાઈટર જેટ અને સાયબર સુરક્ષા વગેરે.

આટલું મોટું બજેટ કેમ?

વૈશ્વિક જોખમો વધ્યા છે – ઓપરેશન સિંદૂર જેવી ઘટનાઓમાંથી શીખ્યા.સંરક્ષણ નિષ્ણાતોએ 20% વધારાની માંગ કરી હતી, જે પૂર્ણ થઈ ગઈ. ટુંકમાં 2026ના બજેટમાં રક્ષા ક્ષેત્રને મોટો ફાયદો મળ્યો છે. તેમજ રો મટીરિયલ પર બેસિક કસ્ટમ ડ્યુટી પણ માફ કરવામાં આવી છે.

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો