આ રીતે કરો ભગવાન શિવની પૂજા, પરિવારમાં શાંતિ રહેશે અને થશે ધનલાભ!

આ રીતે કરો ભગવાન શિવની પૂજા, પરિવારમાં શાંતિ રહેશે અને થશે ધનલાભ!
Lord-shiva-worship

Lord Shiva worship tips : આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે મહાદેવને પ્રસન્ન કરી શકો છો. આ રીતે શિવની પૂજા કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે. જાણો આ અસરકારક જ્યોતિષ ઉપાયો વિશે.

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

May 13, 2022 | 11:37 PM

શિવનો મતલબ જ કલ્યાણકારી. દેવોના દેવ મહાદેવ હંમેશા તેમના ભક્તોના કલ્યાણ માટે તેમની કૃપા વરસાવે છે. કહેવાય છે કે ભગવાન શિવને પ્રસન્ન ( Lord shiva worship tips )કરવા આસાન નથી, પરંતુ જો તેઓ એક વખત કોઈ પર પ્રસન્ન થઈ જાય તો તે વ્યક્તિ કે ભક્તનું જીવન સફળ થઈ જાય છે. ભોલેનાથની ભક્તિમાં તે શક્તિ છે, જેને અપનાવવાથી દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. મોટાભાગના લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થઈને મોક્ષ અથવા મુક્તિ મેળવવાનો પ્રયાસ કરે છે. ભગવાન શિવ ( Lord shiva )ને ભક્તિ અને ઉપાસના ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ જ્યોતિષમાં પણ જણાવવામાં આવ્યું છે. લોકો જ્યોતિષીય ઉપાયો અપનાવીને શિવને પ્રસન્ન કરે છે.

આ લેખમાં અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે મહાદેવને પ્રસન્ન કરી શકો છો. આ રીતે શિવની પૂજા કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે. જાણો આ અસરકારક જ્યોતિષ ઉપાયો વિશે.

બિલી પત્રનો ગુચ્છો

ઘણી વખત લોકો માત્ર બીલીના પાન ચડાવીને ભગવાન શિવની પૂજા કરે છે, પરંતુ શું તમે જાણો છો બીલી પત્રનો ગુચ્છો પણ ભગવાનને પ્રિય છે.  પાન ચઢાવવાનો પણ નિયમ છે. શાસ્ત્રો અનુસાર ત્રણ પાનનો ગુચ્છો અર્પણ કરવો શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે તેના મૂળ ભાગમાં ઇશ્વરનો વાસ છે. આ પાન માત્ર રવિવારે તોડવા જોઈએ, કારણ કે શિવજીને તેમને સોમવારે સવારે જ અર્પણ કરવા જોઈએ. બેલપત્ર ક્યારેય અશુદ્ધ થતી નથી. તમે તેને ધોઈને પણ અર્પણ કરી શકો છો.

ગંગા જળ

ભગવાન શિવની સાથે હંમેશા રહેનાર ગંગા જળનો ભોલેનાથને પ્રસન્ન કરી શકે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવે જે મોક્ષ ગંગાને પોતાના વાળમાં આશ્રય આપ્યો છે, તેનું શિવ પૂજનનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન શિવને ગંગાજળ અર્પિત કરવાથી જીવન સંબંધિત તમામ દોષો દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરના ઝઘડાઓને સમાપ્ત કરવા માટે સતત 5 સોમવાર સુધી શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરો.

મોસમી ફળ

ભગવાન શિવને દરરોજ જળ અર્પણ કરવા ઉપરાંત મોસમી ફળો ચડાવીને પણ પ્રસન્ન કરી શકાય છે. આ ફળ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય કરો. આમ કરવાથી ઘરમાં પૈસાની ઉણપ દૂર થશે અને પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરશે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati