AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : જેમના કોઈ ગુરુ નથી તેમણે કોને ગુરુ કરવા ? તુલસીદાસજીએ સ્વયં વર્ણવ્યો ગુરુ મહિમા

ઈશ્વરના સાક્ષાત્કાર વિના ગુરુકૃપા થવી અઘરી છે. તુલસીદાસજીએ હનુમાન ચાલીસાનો શુભારંભ જ ગુરુના ચરણોને નમન કરતા કર્યો છે. તેમના મતે એકમાત્ર હનુમાનજી જ છે જેમની કૃપા આપણે ગુરુની જેમ પ્રાપ્ત કરી શકીએ છીએ.

Bhakti : જેમના કોઈ ગુરુ નથી તેમણે કોને ગુરુ કરવા ? તુલસીદાસજીએ સ્વયં વર્ણવ્યો ગુરુ મહિમા
ગોસ્વામી લસીદાસજીના મતે હનુમાનજી એટલે શ્રેષ્ઠ ગુરુ
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 23, 2021 | 1:06 PM
Share

ગુરુ પૂર્ણિમાના (GURU PURNIMA) દિવસે બધાં જ લોકો તેમના ગુરુની પૂજા કરતા હોય છે. તેમને ગુરુ દક્ષિણા આપતા હોય છે. પણ, જેમણે આજ સુધી કોઈ ગુરુ નથી કર્યા અને ગુરુ કોને કરવા તેને લઈને હંમેશા જ પ્રશ્ન સતાવતા રહે છે તેમના માટે ગોસ્વામી તુલસીદાસજી માર્ગદર્શક બની શકે છે. તુલસીદાસજીએ સ્વયં હનુમાન ચાલીસામાં આ અંગે નિર્દેશ કર્યો છે. અને તે છે….

શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજમન મુકુર સુધારિ । બરનઉં રઘુબર બિમલ જશુ, જો દાયક ફલ ચારિ ।। બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન કુમાર । બલ-બુદ્ધિ વિદ્યા દેહૂ મોહિં, હરહુ કલેસ બિકાર ।।

તુલસીદાસજીએ હનુમાન ચાલીસાના પ્રારંભમાં જ, તેમજ રામચરિત માનસમાં ગુરુ વંદના કરી છે. તેમણે કહ્યું કે જો કોઈને ગુરુ નથી તો તેઓ ભગવાન હનુમાનને પોતાના ગુરુ બનાવી શકે છે. ઈશ્વરના સાક્ષાત્કાર વિના ગુરુકૃપા થવી અઘરી છે. હનુમાનજી સામે પવિત્ર ભાવ રાખતા તેમને તમારા ગુરુ બનાવી શકાય છે. એકમાત્ર હનુમાનજી જ છે જેમની કૃપા આપણે ગુરુની જેમ પ્રાપ્ત કરી શકીએ છીએ. તુલસીદાસજીએ હનુમાન ચાલીસાનો શુભારંભ જ ગુરુના ચરણોને નમન કરતા કર્યો છે.

તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં બધાને નિર્દેશ કર્યો છે કે બજરંગબલીને પોતાના ગુરુ બનાવી શકાય. અલબત, તેમણે શિષ્યને સચેત કરતા એમ પણ કહ્યું છે કે હનુમાનજીને ગુરુ બનાવ્યા બાદ અનુશાસિત રહેવું અનિવાર્ય છે. તમારી મતિ અને ગતિ સાચી દિશા તરફ રાખવી જરૂરી છે.

રામ ભક્ત શ્રીહનુમાનની કૃપા મેળવવી હોય તો તેમને નિયમ, ભક્તિ અને સમર્પણથી જ પ્રસન્ન કરી શકાય છે. જેમના વિચાર સારા હોય છે, તેમના પર હનુમાનજી કૃપા કરે જ છે અને એક ગુરુની જેમ જ ભક્તનું માર્ગદર્શન કરે છે.

રામચરિત માનસના આરંભમાં સૌપ્રથમ ગુરુ વંદનાને જ પ્રધાનતા આપવામાં આવી છે. એટલે કે શ્રી ગુરુ ચરણના સ્મરણ માત્રથી જ આત્મજ્યોતિનો વિકાસ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પદને સર્વોપરી માનવામાં આવ્યું છે. જીવને ઈશ્વરની અનુભૂતિ અને સાક્ષાત્કાર કરાવતી પ્રતિમા સ્વયં ગુરુ જ છે. આ કારણે ગુરુનો સાક્ષાત ત્રિદેવ તુલ્ય સ્વીકાર કરાયો છે.

સાધકને જીવનની સાર્થકતા માટે યોગ્ય ગુરુની કૃપા પ્રાપ્ત થાય તે ખૂબ જ જરૂરી છે. તો, સદગુરુની પ્રાપ્તિ અર્થે અપાર શ્રદ્ધા અને વિશ્વાસ પણ જરૂરી છે. ત્યારે તુલસીદાસજી કહે છે કે જ્યારે આપણે આવી જ શ્રદ્ધા અને વિશ્વાસથી હનુમાનજીનું શરણું લઈએ છીએ, ત્યારે તે ચોક્કસ એક ગુરુની જેમ તેમના શિષ્યનું માર્ગદર્શન કરે છે.

આ પણ વાંચો : ગુરુ પૂર્ણિમાને શા માટે કહેવામાં આવે છે વ્યાસ પૂર્ણિમા ?

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
g clip-path="url(#clip0_868_265)">