આજે 27 જૂન, 2023નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.
આ પણ વાંચો : 23 JUNE PANCHANG: આજ રોજ જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ ? જાણો 23 જૂન, 2023ના પંચાંગની સંપૂર્ણ જાણકારી
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.
તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના અષાઢ માસના શુક્લ પક્ષની નવમી (03:05 AM સુધી) છે. ત્યારબાદ દશમીનો પ્રારંભ થશે.
વાર:- મંગળવાર
યોગ:- વરિયાન (06:24 AM સુધી)
કરણ:- બાલવ (02:40 pm સુધી)
નક્ષત્ર:- હસ્ત નક્ષત્ર 02:43 PM સુધી બાદમાં ચિત્રા નક્ષત્ર
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
સૂર્યોદય:- 05:56 કલાકે
સૂર્યાસ્ત:- 07:29 કલાકે
આજની ચંદ્ર રાશિ છે કન્યા રાશિ (3:28 AM સુધી),કન્યા રાશિના નામાક્ષર છે (પ,ઠ,ણ)એટલે કે આજે જન્મ લેનારા બાળકોના નામ આ અક્ષર પરથી રાખી શકાશે. બાદમાં તુલા રાશિ શરૂ થશે, તુલા રાશિના નામાક્ષર છે (ર,ત) એટલે કે આજે જન્મ લેનારા બાળકોના નામ આ અક્ષર પરથી રાખી શકાશે
આજનું એટલે કે તારીખ 27 જૂન, 2023ના રોજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:16 થી 1:10 PM સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે. કોઈપણ કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત એ અત્યંત શ્રેષ્ઠ મુહૂર્ત મનાય છે. માન્યતા અનુસાર આ સમયકાળમાં દેવતાઓ અમૃત વર્ષા કરતાં હોય છે. અને એટલે જ આ સમય દરમિયાન કરવામાં આવનાર કાર્ય વ્યક્તિને સફળતાની પ્રાપ્તિ કરાવે છે.
આજે 27 જૂન,2023ના રોજનો રાહુ કાળ બપોરે 04:06 PM થી 05:47 PM સુધી રહેશે. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
Published On - 6:30 am, Tue, 27 June 23