Apara Ekadashi : આજે જ અજમાવી લો આ મહાઉપાય, એકાદશી અપાવશે ભગવાન વિષ્ણુની મહાકૃપા !

|

May 26, 2022 | 9:10 AM

અપરા એકાદશીએ (Apara Ekadashi) ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા રંગના પુષ્પ, પીળા ફળ અને પીળા રંગની મીઠાઈ જરૂરથી અર્પણ કરવી જોઇએ. કહે છે કે આજના દિવસે પ્રભુને કેળાનું નૈવેદ્ય અર્પણ કરવાથી વ્યક્તિના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે.

Apara Ekadashi : આજે જ અજમાવી લો આ મહાઉપાય, એકાદશી અપાવશે ભગવાન વિષ્ણુની મહાકૃપા !
Lord Vishnu (symbolic image)

Follow us on

હિન્દુ પંચાગ મુજબ દર મહિને 2 એકાદશી (Ekadashi) આવતી હોય છે. આ દરેક એકાદશીનું પોતાનું આગવું જ મહત્વ હોય છે. એ જ રીતે દરેક એકાદશીના દિવસે કરવામાં આવતી વિષ્ણુ પૂજાનું (Vishnu puja)  પણ આગવું જ મહત્વ હોય છે. આ દરેક એકાદશીમાં અપરા એકાદશીનું (Apara Ekadashi) સવિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે અપરા એકાદશી અને ગુરુવારનો સંયોગ સર્જાયો છે. એકાદશી અને ગુરુવાર બંન્ને ભગવાન વિષ્ણુને સમર્પિત હોઈ, આ તિથિ સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારી મનાઈ રહી છે. ત્યારે આવો, એ જાણીએ કે આજે શું ખાસ કરવું કે જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય, અને ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે.

એકાદશી પૂજાની સામગ્રી

  • ભગવાન વિષ્ણુજીની પ્રતિમા, મૂર્તિ કે ચિત્ર
  • પીળા રંગના પુષ્પ
  • પીળા રંગના ફળ
  • લવિંગ
  • નારિયેળ
  • સોપરી
  • ધૂપબત્તી
  • ઘી
  • દીવો
  • પંચામૃત
  • અક્ષત
  • તુલસીદળ
  • ચંદન
  • પીળા રંગની મીઠાઈ

વિષ્ણુ કૃપાના મહાઉપાય

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શુભતા અને ધન પ્રાપ્તિ અર્થે

શુભ-લાભ અને ધન પ્રાપ્તિ અર્થે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી જોઇએ.

આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા કે મૂર્તિની સ્થાપના અવશ્ય કરવી જોઇએ.

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા રંગના પુષ્પ, પીળા ફળ અને પીળા રંગની મીઠાઇ અવશ્ય અર્પણ કરવી જોઇએ.

પાપ મુક્તિ અર્થે

ભગવાન વિષ્ણુના સવિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા કેળાનો ભોગ અવશ્ય અર્પણ કરવો જોઇએ. આવું કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તો મળે જ છે સાથે સાથે આપના દરેક પાપ નષ્ટ થાય છે.

ઘરમાં સકારાત્મક ઊર્જા અર્થે

અપરા એકાદશીના દિવસે સ્વસ્છ અને સાફ આસન પર બિરાજમાન થઇને ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ’ મંત્રનો જાપ 108 વાર કરવો જોઇએ.

આ મંત્રજાપ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે અને ઘરમાં પવિત્રતાનું વાતાવરણ સર્જાય છે.

ઘરમાં પરમ શાંતિની અનુભૂતિ થશે.

સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્થે

ઘરની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે અપરા એકાદશીના દિવસે ગાયના શુદ્ધ ઘીનો દીવો ભગવાન વિષ્ણુજી સમક્ષ અવશ્ય પ્રજવલિત કરવો જોઇએ.

દેવા મુક્તિ અર્થે

અપરા એકાદશીના દિવસે દેવામાંથી મુક્તિ અર્થે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઇએ. તેનાથી આપને દેવામાંથી તો મુક્તિ મળે જ છે સાથે આપાના પિતૃઓની કૃપા પણ આપના પર વસરશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article