અહીં થયા હતા શિવ પાર્વતીના લગ્ન, ડેસ્ટિનેશન વેડિંગ માટે આજે પણ છે લોકોનું પ્રિય સ્થળ

એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ભગવાન વિષ્ણુએ ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગ પાસે સ્થિત ત્રિયુગી નારાયણ મંદિરમાં શિવ અને પાર્વતીના લગ્ન કરાવ્યા હતા. ખાસ વાત એ છે કે ત્રિયુગી નારાયણ મંદિર હવે એક ખાસ વેડિંગ ડેસ્ટિનેશન બની રહ્યું છે. ઘણા લોકો અહીં લગ્ન કરવા આવે છે.

અહીં થયા હતા શિવ પાર્વતીના લગ્ન, ડેસ્ટિનેશન વેડિંગ માટે આજે પણ છે લોકોનું પ્રિય સ્થળ
Triyugi Narayan Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2023 | 4:00 PM

દેવભૂમિ ઉત્તરાખંડમાં ઋષિકેશ અને હરિદ્વાર સહિત એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો દૂર-દૂરથી દર્શન કરવા આવે છે. અહીં બદ્રીનાથ અને કેદારનાથ જેવા મોટા મંદિરો છે, પરંતુ ઉત્તરાખંડમાં એક એવું મંદિર પણ છે જ્યાં લોકો ખાસ કરીને લગ્ન કરવા આવે છે. આ મંદિરનું નામ ત્રિયુગી નારાયણ મંદિર છે, માન્યતા છે કે અહિં શિવ-પાર્વતીએ લગ્ન કર્યાં હતા, આ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે.

આ મંદિરને સ્થાનિક લોકો તેને ત્રિજુગી નારાયણ તરીકે પણ ઓળખે છે. આ મંદિરમાં વર્ષોથી અગ્નિ કુંડ સળગી રહ્યો છે, જેના કારણે તેને અખંડ ધૂની મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં સરસ્વતી કુંડ, રુદ્ર કુંડ, વિષ્ણુ કુંડ અને બ્રહ્મા કુંડ આવેલા છે. હવે આ મંદિર સ્પેશિયલ વેડિંગ ડેસ્ટિનેશન બની રહ્યું છે લોકો અહીં લગ્ન કરવા આવે છે.

શિવ પાર્વતીએ ફેરા લીધા હતા?

આ અંગે ઈવેન્ટ મેનેજમેન્ટ એક્સપર્ટ નિશાંત વર્મા કહે છે કે ત્રિયુગી નારાયણ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ અહીં શિવ અને પાર્વતીના લગ્ન કરાવ્યા હતા. આ સ્થાન શિવ-પાર્વતી લગ્ન સ્થળ તરીકે વધુ લોકપ્રિય છે. વર્ષોથી સળગતા અગ્નિ કુંડ વિશે કહેવાય છે કે આ એ જ આગ છે જેમાં શિવ અને પાર્વતીએ ફેરા લીધા હતા. આજે પણ ધૂણીના રૂપમા આ કુંડમાં આગ પ્રજ્વલીત છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

લોકોનું ફેવરિટ વેડિંગ ડેસ્ટિનેશન

નિશાંત વર્મા કહે છે કે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ હવે મોટાભાગના લોકોમાં જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડને પગલે લોકો લગ્ન કરવા ત્રિયુગી નારાયણ મંદિર પહોંચી રહ્યા છે. આ જગ્યા લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

મંદિર સુધી કેવી રીતે પહોંચવું

દેશભરમાંથી રૂદ્રપ્રયાગ સુધી પહોંચવા માટે પરિવહનના ઘણા માધ્યમો સરળતાથી મળી શકે છે. રૂદ્રપ્રયાગથી સોનપ્રયાગ પહોંચવું પડે છે. અગસ્ત્યમુનિથી ગુપ્તકાશી અને પછી સોનપ્રયાગ આવે છે. અહીંથી ત્રિયુગી નારાયણ મંદિર સરળતાથી પહોંચી શકાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">