Janmashtami 2021 : જન્માષ્ટમીએ રાશિ મુજબ અર્પણ કરો પ્રભુને ભોગ, અવશ્ય પૂર્ણ થશે આપના મનોરથ !
જન્માષ્ટમીની રાત્રિએ થતી સેવાનું ખુબ મહત્વ છે. જો રાશિ અનુસાર બાળ ગોપાલને ભોગ લગાવવામાં આવે તો વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.
લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા
જન્માષ્ટમી (Janmashtami) એટલે પ્રભુ શ્રી કૃષ્ણની મન ભરીને સેવા કરવાનો અવસર. આ દિવસે વહેલા ઉઠ્વું જોઈએ. ત્યારબાદ સ્નાન કરી ઘર, મંદિર અને પૂજા સ્થળની સફાઈ અવશ્ય કરવી જોઈએ. ત્યારબાદ એક સ્વચ્છ ટેબલ લો અને તેના ઉપર પીળા રંગનું કાપડ પાથરી દો. જન્માષ્ટમીના દિવસે મંદિરમાં મુકેલ તમામ દેવતાઓનો જળાભિષેક કરવો જોઈએ અને ટેબલ પર બાળ ગોપાલની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. આ દિવસે બાલ ગોપાલને ઝૂલામાં બેસાડો. ત્યારબાદ બાળ ગોપાલને ઝુલાવો અને તેને લાડુ અને તેની મનપસંદ મીઠાઇનો ભોગ ધરાવો.
બાળ ગોપાલને તમારા પોતાના બાળકની જેમ સંભાળો. કૃષ્ણ જન્માષ્ટમી પર, રાત્રે પૂજા કરવાનું ખૂબ મહત્વ છે કારણ કે આ સમયે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. તેથી, મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું ખાસ મહત્વ છે. જન્માષ્ટમીની રાત્રિએ ભગવાન કૃષ્ણને સાકર, મીસરી, ઘી, માખણ વગેરે અર્પણ કરો. અંતે, પ્રભુની આરતી ઉતારી અને દરેકને પ્રસાદ વહેંચો. એવું કહેવાય છે કે જો રાશિ અનુસાર પ્રભુને ભોગ લગાવવામાં આવે તો નિશ્ચિત પણે વ્યક્તિના તમામ મનોરથ પૂર્ણ થાય છે.
કૃષ્ણ જન્માષ્ટમી પર રાશિના જાતકોને ભગવાન કૃષ્ણને આ વસ્તુઓ અર્પણ કરવાથી લાભ થશે.
મેષ રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને ખાંડ (મિશ્રી) અર્પણ કરવી. વૃષભ રાશિના જાતકોએ પ્રભુને ભોગમાં માખણ અર્પણ કરવું. મિથુન રાશિના જાતકોએ દહીં અર્પણ કરવું જોઈએ. કર્ક રાશિ ધરાવનારે ઠાકોરજીને માખણ અર્પણ કરવું. સિંહ રાશિના જાતકોએ માખણ અને ખાંડ અર્પણ કરવાં. કન્યા રાશિ ધારકે જન્માષ્ટમીએ લાલ ફળો અર્પણ કરવાં. તુલા રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને દેશી ઘી અર્પણ કરવું જોઈએ. વૃશ્ચિક રાશિ ધરાવનારે ખીરનો ભોગ લગાવવો. ધન રાશિના જાતકોએ પ્રભુને ભોગમાં માખણ અને ખાંડ અર્પણ કરવાં. મકર રાશિ ધરાવનારે સફેદ મીઠાઈનો ભોગ લગાવવો. કુંભ રાશિના જાતકોએ જન્માષ્ટમી પર પંજરીનો ભોગ અર્પણ કરવો. મીન રાશિના જાતકોએ કેળા અર્પણ કરવાં.
‘ઓમ નમો ભગવંત નંદપુત્રાય આનંદવપુષે ગોપીજનવલ્લભાય સ્વાહા’ જન્માષ્ટમીની રાત્રિએ બાળ ગોપાલની સેવા- પૂજા દરમિયાન જો ઉપર જણાવેલ મંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિને અવશ્ય ઇચ્છિત પરિણામ મળે છે.
આ પણ વાંચો: જન્માષ્ટમીના પાવન પર્વ સૌભાગ્ય મેળવવા તમારી રાશિ અનુસાર કરો પૂજા, જાણો વિધિ
આ પણ વાંચો: માત્ર એક મંત્રથી પ્રાપ્ત કરો સંપતિ અને સંતતિનું સુખ ! જન્માષ્ટમીએ અચૂક કરો શ્રીકૃષ્ણના આ મંત્રનો જાપ