માત્ર જીભ પર જ નહીં, જીવનમાં પણ મીઠાશ લાવી દેશે મધના આ રસપ્રદ ઉપાય !

TV9 Bhakti

|

Updated on: Mar 18, 2023 | 6:25 AM

જેમની કુંડળીમાં શુભનો મંગળ નથી હોતો, તે લોકોને જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં તમે મધનો (honey) ઉપાય અજમાવીને તમારા અમંગળને દૂર કરી શકો છો. અને મધથી જ મંગલમય જીવનની પ્રાપ્તિ કરી શકો છો !

માત્ર જીભ પર જ નહીં, જીવનમાં પણ મીઠાશ લાવી દેશે મધના આ રસપ્રદ ઉપાય !

મધ એ મીઠાશના નૈસર્ગિક સાધનોમાંથી એક મનાય છે. કેટલાંક લોકો ગળપણ માટે આજે પણ મધના જ ઉપયોગને પ્રાધાન્ય આપે છે. તો, ઘણી ઔષધીઓને મધ સાથે જ લેવાની આયુર્વેદમાં સલાહ આપવામાં આવી છે. અલબત્, ઘણાં ઓછાં લોકો એ જાણે છે કે માત્ર તમારી જીભ પર જ નહીં, પરંતુ, જીવનમાં પણ મીઠાશ લાવવાનું સામર્થ્ય મધની અંદર છે ! જ્યોતિષ શાસ્ત્રમાં એવાં કેટલાય નાના નાના ઉપાયોનું વર્ણન જોવા મળે છે કે જે આપણને મોટી મોટી મુસીબતોથી મુક્તિ અપાવી શકે છે ! મધના ઉપાયો પણ તેમાંથી જ એક છે. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.

ધનની વૃદ્ધિ અર્થે મધનો ઉપાય

⦁ જો આપના જીવનમાં ધનની અછત હોય મધના કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને આપ લાભની પ્રાપ્તિ કરી શકો છો.

⦁ ધનની પ્રાપ્તિ અર્થે આપે શ્રીસૂક્ત બોલતા બોલતા મધ અને ઘીથી દેવી મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઇએ.

⦁ જો તમે દક્ષિણાવર્તી શંખની મદદથી આ અભિષેક કરો છો, તો તે સવિશેષ ફળદાયી બની રહે છે. આ માટે સર્વ પ્રથમ શંખમાં મધ ભરીને દેવીનો અભિષેક કરવો. ત્યારબાદ તેમાં ગાયનું શુદ્ધ ઘી ભરીને દેવી મહાલક્ષ્મી પર તેનો અભિષેક કરવો.

⦁ માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી ધનની પ્રાપ્તિના યોગ તો સર્જાય જ છે. સાથે જ વ્યક્તિની વાણીમાં મીઠાશ આવે છે. વ્યક્તિના સમસ્ત પાપકર્મનો નાશ થાય છે. તો આ અભિષેકથી ટીબી જેવા રોગથી મુક્તિ મળતી હોવાની માન્યતા પણ પ્રચલિત છે.

મંગળ જો અમંગળ કરે તો અજમાવો મધનો ઉપાય !

⦁ જેમની કુંડળીમાં શુભનો મંગળ નથી હોતો, તે લોકોને જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં તમે મધનો ઉપાય અજમાવીને તમારા અમંગળને દૂર કરી શકો છો. અને મધથી જ મંગલમય જીવનની પ્રાપ્તિ કરી શકો છો !

⦁ જો તમારી કુંડળીમાં 12 માં ભાવમાં મંગળ હોય, તો દિવસની શરૂઆત મધ ખાઇને કરવી જોઇએ. તેનાથી આપ તંદુરસ્ત રહેશો. તમે ઇચ્છો તો એકસાથે મધ, લીંબુનો રસ અને પાણીનું સેવન કરી શકો છો.

⦁ જો 12 માં સ્થાનમાં મંગળ હોય તો વહેતા જળમાં મધ પધરાવવું જોઇએ. આ પ્રયોગ શક્ય હોય તો મંગળવારના દિવસે અજમાવવો. વહેતા પાણીમાં મધના માત્ર બે ટીપા ઉમેરી દેવા જોઈએ.

⦁ જેમની કુંડળીમાં 12 માં સ્થાનમાં મંગળ ખૂબ જ મંદ હોય તો તેવા લોકોને જળમાં મધ મિશ્રિત કરીને પીવડાવવું જોઈએ. કહે છે કે તેનાથી મંગળનો અશુભ પ્રભાવ દૂર થાય છે.

⦁ જો આપ મંગળવારે હનુમાનજી સમક્ષ દીવો પ્રજવલિત કરતા હોવ તો તેમાં થોડું એટલે કે બે ટીપા જેટલું મધ ઉમેરી દેવું જોઈએ.

⦁ યાદ રાખો, જો તમારી કુંડળીમાં 4 માં સ્થાનમાં મંગળ અશુભ સ્થાનમાં હોય તો મધનો વ્યવસાય ન જ કરવો જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati