જીવનના તમામ પાપકર્મનો નાશ કરી દેશે આ દેવશયની એકાદશી, જાણો શ્રીહરિને પ્રસન્ન કરવાની વિધિ

હરિશયની એકાદશીના દિવસે ગાયના કાચા દૂધમાં કેસર મિશ્રિત કરવું. અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) પર તેનો અભિષેક કરવો. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં ધાન્યના ભંડાર સદૈવ ભરેલાં રહે છે.

જીવનના તમામ પાપકર્મનો નાશ કરી દેશે આ દેવશયની એકાદશી, જાણો શ્રીહરિને પ્રસન્ન કરવાની વિધિ
Lord Vishnu
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 10, 2022 | 9:20 AM

ગુજરાતી પંચાંગ અનુસાર અષાઢ માસના સુદ પક્ષની એકાદશી દેવશયની એકાદશીના (devshayani ekadashi) નામથી ઓળખાય છે. આ તિથિને હરિશયની એકાદશી (hari shayani ekadashi) પણ કહે છે. તો ગુજરાતમાં તે દેવપોઢી અગિયારસના નામે પણ પ્રસિદ્ધ છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ (Lord Vishnu) યોગનિંદ્રામાં ચાલ્યા જાય છે. અને પછી ચાર માસ બાદ કારતક સુદ એકાદશીએ પ્રભુ જાગે છે. આ ચાર માસ સુધી ભગવાન શિવ સમસ્ત સંસારની જવાબદારી નિભાવે છે. એક માન્યતા અનુસાર આ ચાર માસ પર્યંત ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં રાજા બલિને ત્યાં નિવાસ કરે છે. કથાનકો તો અનેક છે પરંતુ, આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૃથ્વી પર હાજરી ન હોઈ કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય કરવામાં નથી આવતા. અલબત્, આ તિથિ અત્યંત ફળદાયી છે. માન્યતા અનુસાર જો યોગ્ય વિધિ-વિધાનને અનુસરવામાં આવે તો આ તિથિ શ્રદ્ધાળુઓને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરનારી બની રહે છે. આવો, તે વિશે જ આજે વિગતે માહિતી મેળવીએ.

સનાતન હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશીની આગવી જ મહત્તા છે. આ જ તિથિથી ચાતુર્માસનો પણ પ્રારંભ થતો હોય છે. આ વખતે આ એકાદશી તારીખ 10 જુલાઈ, રવિવારના રોજ છે. કહે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શિવજી બંન્ને ભક્તો પર તેમની કૃપા વરસાવતા હોય છે. ત્યારે આવો આજે જાણીએ કે આ તિથિ પર એવાં કયા ઉપાયો અજમાવવા જોઈએ કે જેથી પ્રભુ આપની સઘળી મનશાઓની પૂર્તિ કરી દે.

શંખથી અભિષેક

ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્તિથી ભક્તોના જીવનમાં ખુશહાલી આવે છે અને તેમને દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. ત્યારે દેવશયની એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખ લઇને તેમાં જળ ભરીને શ્રીહરિ પર તે જળનો અભિષેક કરો. આ ઉપાયથી ભક્તોને અવશ્ય લાભની પ્રાપ્તિ થશે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

સફળતાની પ્રાપ્તિ અર્થે

કોઇપણ કાર્યમાં સફળતા મેળવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યારબાદ તેમને ખીરનો ભોગ અર્પણ કરવો જોઇએ. તેની સાથે તેમને પીળા રંગના ફળ અને પીળા રંગની મીઠાઈ પણ અર્પણ કરવી જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી સફળતાની પ્રાપ્તિ તો થાય જ છે. સાથે જ, દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ધન લાભ અર્થે

એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીજીની પણ પૂજા કરવી ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે દેવશયની એકાદશીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધનલાભની પ્રાપ્તિ થાય છે.

ધાન્યની પ્રાપ્તિ

હરિશયની એકાદશીના દિવસે ગાયના કાચા દૂધમાં કેસર મિશ્રિત કરવું. અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ પર તેનો અભિષેક કરવો. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં ધાન્યના ભંડાર સદૈવ ભરેલાં રહે છે.

માતા લક્ષ્મીની વિશેષ કૃપા અર્થે

દેવશયની એકાદશીના દિવસે ।। ૐ નમો નારાયણાય ।। અથવા ।। ૐ નમો ભગવતે વાસુદેવાય ।। મંત્રના જાપ કરવા જોઇએ. તુલસીની માળાથી આ મંત્રોના 108 વાર જાપ કરવો ખૂબ જ ફળદાયી મનાય છે. વિષ્ણુના જાપથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને ભક્તોને ધનપ્રાપ્તિના આશિષ પ્રદાન કરે છે.

શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ અર્થે

શ્રેષ્ઠ સંતાન માટે દેવશયની એકાદશીના દિવસે વ્રત રાખવામાં આવે છે. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરીને બ્રાહ્મણોને આપની શક્તિ અનુસાર દાન આપીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો. તેનાથી આપની શ્રેષ્ઠ સંતતિ માટેની મનશા પરિપૂર્ણ થશે.

પાપકર્મના નાશ અર્થે

દેવશયની એકાદશીના દિવસે જળમાં આંબળાનો રસ ઉમેરીને સ્નાન કરવું. તે બહુ જ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. શાસ્ત્રો અનુસાર જે પણ જાતક અષાઢ માસમાં બંને પક્ષની એકાદશીએ આંબળાના રસને જળમાં ઉમેરીને સ્નાન કરે છે તેમના જીવન દરમિયાનના સમગ્ર પાપ નષ્ટ થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">