અહીં આજે પણ જોવા મળે છે સીતાજીનો ચૂલો ! જાણો ચિત્રૂકટના સીતારસોઈ મંદિરનું રહસ્ય

|

Jul 04, 2022 | 6:20 AM

ચિત્રકૂટની (chitrakoot) હનુમાનધારા પહાડી પર સીતારસોઈ મંદિર આવેલું છે. આ એ જ સ્થાન મનાય છે કે જ્યાં શ્રીરામ-જાનકીએ પંચ મહર્ષીઓનો આતિથ્ય સત્કાર કર્યો હતો. અહીં ભક્તોને સીતાજીના ચૂલાના પણ દર્શન થાય છે. કહે છે કે ચિત્રકૂટના આ જ ચૂલે માતા સીતાએ પંચ મહર્ષિઓ માટે કંદમૂળ રાંધ્યા હતા !

અહીં આજે પણ જોવા મળે છે સીતાજીનો ચૂલો ! જાણો ચિત્રૂકટના સીતારસોઈ મંદિરનું રહસ્ય
Sita Rasoi

Follow us on

ચિત્રકૂટ (chitrakoot) એટલે તો એ ધરા કે જ્યાં શ્રીરામનું (shree ram) નામ અવિરત ગુંજતું રહે છે. વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ અનુસાર તેમના વનવાસકાળના (ram vanvas) 14 માંથી 11 વર્ષ રામ, સીતા અને લક્ષ્મણે ચિત્રકૂટની પાવની ધરા પર જ વિતાવ્યા હતા. અહીં સિયારામના સ્પંદનો આજે પણ સચવાયેલા છે. ચિત્રકૂટનો થોડો ભાગ ઉત્તર પ્રદેશમાં અને થોડો ભાગ મધ્ય પ્રદેશમાં પડે છે. પણ, અમારે આજે ચિત્રકૂટના એ સ્થાનકની વાત કરવી છે કે જ્યાં દેવી સીતા વનદેવીના રૂપે પૂજાઈ રહ્યા છે ! આ એ સ્થાન છે કે જ્યાં માતા સીતાની ઘરવખરી આજે પણ અકબંધપણે સચવાયેલી છે.

ચિત્રકૂટના રામઘાટથી લગભગ 3 કિ.મી.ના અંતરે હનુમાનધારા નામે પહાડી આવેલી છે. આ પર્વત તેના અદભુત સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. કહે છે કે જે વ્યક્તિ એકવાર આ પહાડી પરથી ચિત્રકૂટની મનોહરતાને નિહાળી લે છે, તેનો તમામ થાક અને વિષાદ હરાઈ જાય છે. આ પહાડી ઉપર જ સીતારસોઈ મંદિર આવેલું છે. કે જેમાં પ્રવેશતા જ દૃશ્યમાન થાય છે એક અત્યંત સાંકડી ગલી. કોઈ ગુફાના પ્રવેશદ્વાર જેવી આ સાંકડી ગલીમાં જ આવેલું છે રામપ્રિયાનું રસોડું. આ એ રસોડું છે કે જેમાં આજે પણ માતા સીતાની ઘરવખરી સચવાયેલી છે.

પ્રચલીત કથા અનુસાર રામ, લક્ષ્મણ, જાનકીએ અહીં પૂરાં છ માસ નિવાસ કર્યો હતો. તે સમયે ચિત્રકૂટના અલગ-અલગ સ્થાન પર પાંચ મહર્ષિઓનો વાસ હતો. ઋષિ અત્રિ, ઋષિ અગસ્ત્ય, સુતીક્ષ્ણ મુનિ, સરભંગ મુનિ અને મુનિ વાલ્મીકિ. આ પાંચેય ઋષિઓ શ્રીરામચંદ્રજીના દર્શનની અભિલાષાથી હનુમાનધારા આવ્યા. દંતકથા તો એવી પણ છે કે આ પંચ ઋષિઓનો સર્વ પ્રથમ મેળાપ ચિત્રકૂટના આ જ સ્થાન પર થયો હતો. અને શ્રીરામ-જાનકીએ તેમનો અહીં જ અદકેરો આતિથ્ય સત્કાર કર્યો હતો. અહીં ભક્તોને સીતાજીના ચૂલાના પણ દર્શન થાય છે. કહે છે કે ચિત્રકૂટના આ જ ચૂલે માતા સીતાએ પંચ મહર્ષિઓ માટે કંદમૂળ રાંધ્યા હતા !

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આજે આ સ્થાન પર ભક્તોને રામ, લક્ષ્મ, જાનકીના દિવ્ય રૂપના દર્શન થઈ રહ્યા છે. દેવી સીતા અહીં વનદેવીના રૂપે પૂજાય છે. અહીં માતાને બંગડીઓ અર્પણ કરવાનો સવિશેષ મહિમા છે. સાથે જ અહીં માતા સીતાને માનતાની ઘરવખરી અર્પણ કરવાનો મહિમા છે. કહે છે કે તેનાથી દેવી સીતા ભક્તોને તમામ મુસીબતથી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article