Shani Jayanti 2022: આજે શનિ જયંતિ નિમીતે અજમાવો આ ઉપાય, શનિ પ્રકોપમાંથી મળશે મુક્તિ

|

May 30, 2022 | 7:18 PM

શનિ જયંતિ 2022 : જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને રિઝવવા માટે વર્ષમાં આવતા ખૂબ ઓછા દિવસો પૈકીના શનિ જયંતિના દિવસે જો શનિ આરાધના ઉપાસના દાન પુણ્ય કે પૂજા કરવાથી અવશ્ય શનિ કૃપા પ્રાપ્ત થાય છે.

Shani Jayanti 2022: આજે શનિ જયંતિ નિમીતે અજમાવો આ ઉપાય, શનિ પ્રકોપમાંથી મળશે મુક્તિ
Shani Jayanti

Follow us on

જ્યોતિષશાસ્ત્ર (Astrology) અનુસાર શનિદેવને ક્રૂર ગ્રહ ગણવામાં આવે છે તે અંગે વધુ માહિતી આપતા જ્યોતિષી ચેતન પટલે જણાવ્યું કે કર્મના દેવતા એવા શનિદેવ (Shani Jayanti 2022) વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ન્યાય કરી શુભ અશુભ ફળ પોતાના પનોતી કાળમાં આપે છે આપે છે ઘણા જાતકોને કુંડળીમાં અશુભ શનિ નીચેનો અસ્તનો કે શત્રુક્ષેત્રનો શનિ હોવાને કારણે પીડા આપે છે કે સાડેસાતીમાં પણ સમસ્યા આપે છે તેમ કર્ક, વૃશ્ચિકને નાની પનોતી કે મકર, કુંભ, મીન રાશિને સાડેસાતીને કારણે ચિંતા બેચેની કે કષ્ટ પડતુ હોય તેમજ ભાઈ ભાંડુ વેર લગ્ન જીવનમાં વિલંબ કોર્ટ-કચેરી કે બંધન વેપાર ધંધા નોકરીમાં નુકસાની કે રુકાવટ, દેવું કે કરજ વાયુદોષ કે સંધિવાને લગતી સમસ્યા વગેરે જેવી શનિ પીડા અનુભવાતી હોય તેમણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને રિઝવવા માટે વર્ષમાં આવતા ખૂબ ઓછા દિવસો પૈકીના શનિ જયંતિના દિવસે જો શનિ આરાધના ઉપાસના દાન પુણ્ય કે પૂજા કરવાથી અવશ્ય શનિ કૃપા પ્રાપ્ત થાય છે. શનિ પીડામાંથી મુક્તિ મળે છે માટે શાસ્ત્ર અનુસાર શનિદેવ રાત્રી બળી હોવાથી શનિ જયંતિ ને કારણે ખૂબ જ ખુશ અને ફળદાયી બનતા હોય છે માટે શનિ જયંતિના દિવસે કે રાત્રે ઉપાયો કરવામાં આવે તો ચોક્કસ શનિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે જીવનની પીડા કષ્ટ બાધા દૂર થાય છે

શનિ પીડા નિવારણ ના ઉપાયો

1. આ દિવસે ઉપવાસ રાખી સાંજના સમયે શનિ દર્શન બાદ અડદની દાળ અને રોટલીનું ભોજન લેવું.

2. પોતાના જુના વસ્ત્રો તથા યથાશક્તિ ગરીબોને અન્ન દાન કરવું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

3. કાળા અડદ, કાળા તલ તેમજ તલના તેલનું ગરીબોને દાન કરવું.

4. લોખંડના વાસણ કે કાળા કામળાનું ગરીબોને દાન કરવું.

5. શનિદેવને તેલ, અડદ અને કાળા તલ અર્પણ કરવા.

6 શનિ મંત્રનો જાપ કરો.
નિલાંજનમ્ સમાભાસમ રવિ પુત્ર યમાગ્રજમ
છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્વરમ

ઓમ શં શનેશ્વરાય નમ:

ઉપરોક્ત મંત્ર પૈકી શનિ પીડા દૂર થઈ જાય તેની પ્રાર્થના કરી એક કે ત્રણ માળા કરવી. શનિ પૂજન કરવુ.

7. હનુમાનજીને તેલ સિંદૂર અર્પણ કરવા.

8. પોતાની સમસ્યા દૂર થાય તેવી પ્રાર્થના સાથે એક કે ત્રણ હનુમાન ચાલીસાના પાઠ કરવા.

ઉપરોક્ત ઉપાયો શનિ જયંતિ એ કરવાથી કુંડળીમાં રહેલા અશુભ શનિના દોષોની પીડામાંથી મુક્તિ મળે છે તથા પનોતીની પીડાથી પણ આ દિવસે કરેલી ઉપાસના મુક્તિ અપાવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article