Shabari Jayanti 2021 : આજે છે શ્રી રામ ભક્ત માતા શબરી જયંતી, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

|

Mar 05, 2021 | 11:13 AM

શબરી માલામાં તેમની ખૂબ ધામ-ધૂમથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે જે લોકો આ પવિત્ર દિવસે માતા શબરીની પૂરા વિધિ-વિધાન જો પૂજા-અર્ચના કરવામાં તો ભગવાન શ્રી રામ અત્યંત પ્રસન્ન થાય છે

Shabari Jayanti 2021 : આજે છે શ્રી રામ ભક્ત માતા શબરી જયંતી, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
Shabari Jayanti 2021

Follow us on

Shabari Jayanti 2021 આજે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની સાતમ છે. આ તિથી 4 માર્ચથી રાત્રે 9 વાગ્યેને 58 મિનિટથી શરૂ થઈ છે. આ સ્થિતિમાં શબરી જયંતી 5 માર્ચે ઉજવાશે. આ દિવસે દેવી શબરીની પૂજા કરવામાં આવે છે. વળી, શબરી માલામાં તેમની ખૂબ ધામ-ધૂમથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે જે લોકો આ પવિત્ર દિવસે માતા શબરીની પૂરા વિધિ-વિધાન જો પૂજા-અર્ચના કરવામાં તો ભગવાન શ્રી રામ અત્યંત પ્રસન્ન થાય છે અને જે રીતે શબરી ઉપર ભગવાને પ્રેમ અને પ્રસન્નતા દર્શાવી હતી તેમ ભક્તો ઉપર પણ ભગવાન પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ શબરી જયંતીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ.

ભગવાન શ્રી રામને એંઠા બોર ખવડાવતી શબરી

શબરી જયંતી શુભ મુહૂર્ત:

શબરી જયંતિ, 5 માર્ચ, શુક્રવાર
સપ્તમી તિથિ શરૂ થાય છે – 04 માર્ચ, 2021, ગુરુવારે રાત્રે 9:58 વાગ્યે

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

સપ્તમી તિથી સમાપ્ત થાય છે – 05 માર્ચ, 2021, શુક્રવાર 07 મિનિટ

શબરી જયંતિનું મહત્વ:
પૌરાણિક કથાઓ અનુસાર શબરીએ ભગવાન શ્રી રામને પોતાના એંઠા બોર ખવડાવ્યા હતા. શબરી નહોતી ઇચ્છતી કે શ્રી રામને ખાટા બોર ખાવા પડે. તે માટે શબરી મીઠા મીઠા બોર ચાખીને ભગવાન શ્રી રામને ખવડાવટી હતી. ભગવાન શ્રી રામે પણ તેના એંઠા બોર ખાઈને તેની ભક્તિને પૂર્ણ કરી. આ કથા રામાયણ, ભાગવત, રામચરિત માનસ, સુરસાગર વિગેરે જેવા ગ્રંથોમાં જોવા મળે છે. આ દિવસે સ્મૃતિ યાત્રા પણ કરવામાં આવે છે. આ સાહે ભગવાન શ્રી રામના ભક્તો પણ શબરી જયંતિને ધામ-ધૂમથી ઉજવે છે. આ દિવસે રામયનનો પાઠ કરવામાં આવે છે તેમજ વ્રત રાખવામાં આવે છે. અને ભક્તોની ભક્તિથી પ્રભાવિત થઈ ભગવાન શ્રી રામ તેમના પર કૃપયા વરસાવે છે.

Published On - 11:10 am, Fri, 5 March 21

Next Article