તિજોરીમાં કરવી છે ધનની વર્ષા ? તો શુક્રવારે અચુક કરો આ ઉપાય

|

Jul 22, 2022 | 11:33 AM

શુક્રવારે નિયમ સાથે મા મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો,દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન સંબંધીત સમસ્યામાં લાભ થાય છે, આજે શુક્રવારે મહાલક્ષ્મી પુજાના કેટલાક નિયમો અને ઉપાયો અહીં જણાવ્યા છે, જેનો તમે અમલ કરી શકો છો.

તિજોરીમાં કરવી છે ધનની વર્ષા ? તો શુક્રવારે અચુક કરો આ ઉપાય
Mahalakshmi

Follow us on

હિંદુ ધર્મ (Hinduism) અનુસાર શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. જે ભક્તો શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમને ક્યારેય નાણા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ ધન સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો, તો (Shukrawar upay in hindi) શુક્રવારે નિયમ સાથે મા મહાલક્ષ્મીની પૂજા કરો અને નીચે જણાવ્યા મુજબ આ ઉપાયો અજમાવો. શુક્રવારે લેવાયેલા આ ઉપાયોની મદદથી તમે મા મહાલક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો…

શુક્રવારના દિવસે મા મહાલક્ષ્મીના મંદિરમાં જઈને તેમને લાલ વસ્ત્રો અર્પણ કરવા શુભ છે.

શુક્રવારે દેવી લક્ષ્મીની આરતી કરતી વખતે સૌથી પહેલા 4 કપૂર અને 2 લવિંગ લો. આ પછી કપૂર સળગાવી તેના પર લવિંગ મૂકો. આ પછી મા લક્ષ્મીની આરતી કરો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. આ સરળ ઉપાયથી મા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર પોતાની વિશેષ કૃપા કરે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સુહાગણ સ્ત્રી શુક્રવારના દિવસે મા લક્ષ્મીને સુહાગ સામગ્રી અર્પણ કરે. જેમાં લાલ બિંદી, સિંદૂર, લાલ બંગડીઓ અને લાલ ચુંદળીનો સમાવેશ થાય છે. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

શુક્રવારે શ્રી લક્ષ્મી નારાયણનો પાઠ કરવો જોઈએ. આ સાથે ભગવાન લક્ષ્મી નારાયણને ખિરનો પ્રસાદ ધરવો જોઈએ. આવું કરવાથી મા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.

માતાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે તમે શુક્રવારે વ્રત પણ રાખી શકો છો. વ્રત રાખવાની સાથે સાથે દેવી લક્ષ્મીને ખીરનો પ્રસાદ ચઢાવો અને પછી 6 વર્ષથી ઓછી ઉંમરની બાળાઓને આ ખીરનો પ્રસાદ વહેંચો. આ સાથે તમે બાળાઓને ફળ દાન પણ કરી શકો છો. જો તમે 21મી શુક્રવારે આ ઉપાય કરો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમને દેવાથી પણ મુક્તિ મળે છે.

મા મહાલક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે અને કહેવાય છે કે શુક્રવારે લાલ વસ્ત્રો પહેરીને તેની પૂજા કરવામાં આવે તો તેને માતાના આશીર્વાદ મળે છે.

શુક્રવારે લાલ કપડામાં દોઢ કિલો ચોખા બાંધીને રાખો અને ધ્યાન રાખો કે ચોખાનો એક દાણો પણ ન તૂટવો જોઈએ. આ પછી હાથમાં ચોખાની પોટલી હાથમાં રાખીને ‘ઓમ શ્રીં શ્રીયે નમઃ’ મંત્રની 5 માળાનો જાપ કરો. પછી આ પોટલીને તિજોરીમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનમાં વધારો થાય છે.

જો કોઈ વ્યક્તિ પૈસાની સમસ્યાથી પરેશાન હોય તો દર શુક્રવારે દેવી લક્ષ્મીની મૂર્તિની સામે 11 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવો. 11 દિવસ પછી, 11 બાળાઓને ખીર અને ફળાહાર કરાવો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિની પાસે પૈસાની કોઈ કમી નથી રહેતી.

માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે હાથમાં 5 લાલ ફૂલ લઈને માતાનું ધ્યાન કરો અને તે ફૂલોને તિજોરી અથવા અલમારીમાં રાખો. એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને હંમેશા તમારા ઘરમાં રહે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article