AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન છે માત્ર ભાવનો ભૂખ્યો, વાંચો શ્રી કૃષ્ણ અને વિદુર પત્ની પારસંવીની આ વાર્તા

મહાત્મા વિદૂરની પત્નીનું નામ પારસંવી હતું. પારસંવીની ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનન્ય ભક્તિ પ્રેમ હતો. મહાત્મા વિદુર હસ્તિનાપુરના મંત્રી હોવાની સાથે સાથે એક આદર્શ કૃષ્ણના ભક્ત પણ હતા,

ભગવાન છે માત્ર ભાવનો ભૂખ્યો, વાંચો શ્રી કૃષ્ણ અને વિદુર પત્ની પારસંવીની આ વાર્તા
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 17, 2021 | 6:56 PM
Share

શ્રી કૃષ્ણ અને વિદુર પત્ની પારસંવીની વાર્તા: મહાત્મા વિદૂરની પત્નીનું નામ પારસંવી હતું. પારસંવીની ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનન્ય ભક્તિ પ્રેમ હતો. મહાત્મા વિદુર હસ્તિનાપુરના મંત્રી હોવાની સાથે સાથે એક આદર્શ કૃષ્ણના ભક્ત પણ હતા, ઉચ્ચ કોટિના સાધુના અને સ્પષ્ટવાદી હતા. એટલે જ દુર્યોધન તેનાથી હંમેશા નારાજ રહેતા હતા અને જ્યારે હોય ત્યારે તેની નિંદા કરતાં હતા. ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ પિતામહથી અનન્ય પ્રેમ હોવાના કારણે તે દુર્યોધન દ્વારા કરવામાં આવતા અપમાનને સહર્ષ સ્વીકારી લેતા હતા.

હસ્તિનાપુરના પ્રધાનમંત્રી હોવા છતાં તેની રેહણી-કરણી એક સાધુ જેવી જ હતી. ભગવાન શ્રી કૃષ્ણમાં તેમની અનુપમ પ્રિતી હતી. તેની ધર્મ પત્ની પારસંવી પણ પરમ સાધ્વી હતી. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દુત બનીને સંધિ પ્રસ્તાવ લઈને હસ્તિનાપુર પધાર્યા, ત્યારે દુર્યોધને તેની સંધિનો તો અસ્વીકાર કર્યો ઉપરાંત તેમણે રાત્રિના વિશ્રામ અને ભોજન વગેરે કરવાનો આગ્રહ કર્યો. પરંતુ ભાવ વગરનું દુર્યોધનનું આ આમંત્રણ કૃષ્ણે નકારી કાઢ્યું હતું. કારણ પૂછવા કૃષ્ણે કહ્યું કે,”હે દુર્યોધન! કોઈનો આતિથ્ય સ્વીકારવા માટે કોઈપણ ત્રણ કારણ હોય શકે છે: ભાવ, પ્રભાવ અને અભાવ. અર્થાત તારો એવો ભાવ નથી કે તેનાથી પ્રસન્ન થઈને તારા આમંત્રણને સ્વીકારી લઉં. તારો એવો કોઈ પ્રભાવ પણ નથી કે જેનાથી હું ભયભીત થઈને આમંત્રણ સ્વીકારી લઉં અને મારે તેવો કોઈએ અભાવ પણ નહીં કે જેનાથી મજબૂર થઈને મારે તારું આમંત્રણ સ્વીકારવું પડે. ત્યારબાદ શ્રી કૃષ્ણ ત્યાંથી પ્રસ્થાન કરી ગયા.

દુર્યોધનનો મહેલ છોડીને તે મહાત્મા વિદુરના આશ્રમ પહોંચ્યા. મહાત્મા વિદુર તે સમયે ઘરે ન હતા અને પારસ્વી સ્નાન કરી રહ્યા હતા. શ્રી કૃષ્ણે દરવાજામાંથી અવાજ આપ્યો, દરવાજો ખોલો, હું શ્રી કૃષ્ણ છું અને મને ખૂબ ભૂખ લાગી છે. ભાવના હેઠળ શ્રી કૃષ્ણનો અવાજ સાંભળતાંની સાથે જ તરત જ તે જ હાલતમાં દરવાજો ખોલવા દોડી આવી. તેમની આ હાલત જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું પીતાંબર તેના પર નાખી દીધું. પ્રેમ દિવાની પરસંવીને પોતાના તનની કયા કઈ પડી જ હતી. તેનું ધ્યાન તો દરવાજે ઉભેલા ભૂખ્યા શરૂ કૃષ્ણ પર હતું. તેને શું ખવડાવવું તે જ ગડમથલ મગજમાં ચાલતુ હતું.

હરખમાંને હરખમાં તેને ભગવાન શ્રી કૃષ્ણને ઉંધા બાજોઠ પર બેસાડી દીધા. દોડીને પરસંવિ અંદરથી કૃષ્ણ માટે કેળા લઈ આવી. તે પ્રેમભાવમાં એટલી મગ્ન થઈ ગઈ હતી કે કેળા છોલી છોલીને તેની છાલ કૃષ્ણને ખવડાવતી રહી. શ્રી કૃષ્ણ પણ કેળાની છાલ ખાઈને પારસણવીના આ વિશિષ્ટ પ્રેમનો આનંદ માણી રહ્યા હતા. મહાત્મા વિદુર આવ્યા ત્યારે તે થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈને ઊભા રહ્યા, પછી પારસણવીને ઠપકો આપ્યો તે પછી તેને ખબર પડી અને તેના મનની સરળતાથી જ શ્રી કૃષ્ણ પર જ ઊલટાનું નારાજ થવા લાગ્યા.

છીલકા દિનહે સ્યામ કહં , ભૂલી તન,મન,જ્ઞાન, ખાયે પૈ કયો અપને, ભૂલી ગયે ક્યોં ભાન,

ભગવાન આ સરળ વાણી પર હસી પડ્યા. ભગવાને વિધુરજીને કહ્યું કે,’તમે અત્યંત કટાણે આવ્યા. મને અત્યંત સુખની લાગણી થતી હતી. હું આવા ભોજન માટે હમેશા અતૃપ્ત જ હોવ છું. ત્યારબાદ વિદૂરજીએ ભગવાનને કેળાં ખવડાવવા લાગ્યા. કૃષ્ણે કહ્યું કે,”વિદૂરજી કેળા તો તમે મને બહુ સાવધાનીથી ખવડાવ્યા પણ કોણ જાણે આમાં પેલા એ કેળાની છાલ જેવો સ્વાદ આવતો નથી. આ સાંભળીને વિદૂરની પત્નીની આંખો માંથી ગંગા-જમના વહેવા લાગી. તે સમજી ગઈ કે ભગવાન માત્ર ભાવના ભૂખ્યા હોય છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">