પનોતી નિવારશે ‘મહાકાય’ મારુતિ! જાણો ‘ઝંડ’ હનુમાનનો મહિમા

બોડેલીના ઝંડ હનુમાન મંદિરે 21 ફૂટ ઊંચી હનુમાન પ્રતિમાના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. આ મહાકાય મારુતિ પનોતીમાંથી મુક્તિ અપાવતા હોવાની માન્યતા છે. કહે છે કે વનવાસ દરમિયાન પાંડવો પણ અહીં આવ્યા હતા.

પનોતી નિવારશે ‘મહાકાય’ મારુતિ! જાણો ‘ઝંડ’ હનુમાનનો મહિમા
ઝંડ હનુમાનજી

છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં ઝંડ (ZAND) નામે ગામ આવેલું છે. જાંબુઘોડા અભ્યારણ્ય વચ્ચે આવેલું આ નાનકડું ગામ લાખો હનુમાન ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. તેનું કારણ છે અહીં વિદ્યમાન થયેલું પવનસુતનું ‘ઝંડ’ રૂપ !

‘ઝંડ’નો અર્થ થાય છે ‘મહાકાય’, અને તેના નામની જેમ જ અહીં પ્રસ્થાપિત થયું છે મારુતિનું અત્યંત ‘મહાકાય’ સ્વરૂપ. અહીં કષ્ટભંજન કોઈ મંદિરના ગર્ભગૃહમાં નહીં, પરંતુ, વિશાળ પરિસરમાં જ ભક્તોને દર્શન આપી રહ્યા છે. અહીં વિશાળ શિલા પર લગભગ 21 ફૂટ ઊંચી હનુમાન પ્રતિમાના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. કહે છે કે ઝંડ હનુમાનજીની આ વિશાળ પ્રતિમા અહીં સ્વયંભૂ જ મળી આવી હતી.

આ મૂર્તિની સૌથી મોટી વિશેષતા એ છે કે હનુમાનજીના પગ નીચે પનોતી દબાયેલી છે. એટલે કે અહીં દર્શનથી પનોતીમાં રાહત મળતી હોવાની માન્યતા છે. એ જ કારણ છે કે અભ્યારણ વચ્ચે સ્થિત આ સ્થાનક સુધી પહોંચવાનો માર્ગ ઘણો વિકટ હોવા છતાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવે છે.

ભક્તોનું માનીએ તો ઝંડ હનુમાનજી એ તો ‘જાગતા હનુમાન’ છે. એટલે કે, એવાં હનુમાન કે જે શ્રદ્ધાળુઓને સદૈવ તેમના પરચા પૂરે છે. ઝંડ હનુમાન ભાવિક ભક્તોના મનોરથોને તો પૂર્ણ કરે જ છે. પણ, જો ભક્તો કોઈ ભૂલ કરી બેસે તો તેમને દંડ પણ કરે છે. અલબત્ આ જ વાત તેમના અહીં હાજરા હજૂર હોવાની સાક્ષી પૂરી રહી છે.

the glory of ‘Zand’ Hanuman

ભીમની ઘંટી !

ઝંડ હનુમાનજીના મંદિરની નજીક પાંડવકાલીન ભીમની ઘંટી અને અર્જુન કૂવો આવેલો છે. ભક્તો આસ્થા સાથે તેના પણ દર્શન કરે છે. માન્યતા અનુસાર વનવાસ દરમિયાન પાંડવો જ્યારે આ ધરા પર આવ્યા ત્યારે, ભીમસેન આ જ ઘંટીમાં અનાજ દળતા હતા ! તો, દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી આ ભૂમિમાંથી જળ પ્રગટ કર્યું હતું. દ્રૌપદીએ એ જળથી તેમની તરસ છિપાવી હતી, એ જ સ્થાન પર કૂવાનું જળ ગ્રહણ કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.

આ પણ વાંચો   અકસ્માતથી બચાવતા વારાહી માતા, ભક્તો માતાની સમીપે કરાવે છે નવા વાહનોની પૂજા

Click on your DTH Provider to Add TV9 Gujarati