AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devshayani Ekadashi: દેવશયની એકાદશીની સંધ્યાએ તુલસીજી સન્મુખ કરી લો બસ આ એક કામ, તમામ સંકટોનું શમન કરી શ્રીવિષ્ણુ અપાવશે આર્થિક લાભ!

Devshayani Ekadashi: દેવશયની એકાદશીના (Devshayani Ekadashi) દિવસે જળમાં આંબળાનો રસ ઉમેરીને સ્નાન કરવું. તે બહુ જ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. શાસ્ત્રો અનુસાર જે પણ જાતક અષાઢ માસમાં બંને પક્ષની એકાદશીએ આંબળાના રસને જળમાં ઉમેરીને સ્નાન કરે છે તેમના જીવન દરમિયાનના સમગ્ર પાપ નષ્ટ થઈ જાય છે.

Devshayani Ekadashi: દેવશયની એકાદશીની સંધ્યાએ તુલસીજી સન્મુખ કરી લો બસ આ એક કામ, તમામ સંકટોનું શમન કરી શ્રીવિષ્ણુ અપાવશે આર્થિક લાભ!
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 28, 2023 | 11:47 AM
Share

Devshayani Ekadashi: સનાતન હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશીની (Devshayani Ekadashi) આગવી જ મહત્તા છે. આ જ તિથિથી ચાતુર્માસનો પણ પ્રારંભ થતો હોય છે. આ વખતે આ એકાદશી તારીખ 29 જૂન, ગુરુવારના રોજ છે. કહે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શિવજી બંન્ને ભક્તો પર તેમની કૃપા વરસાવતા હોય છે. ત્યારે આવો જાણીએ કે આ તિથિ પર એવાં કયા ઉપાયો અજમાવવા જોઈએ કે જેથી પ્રભુ આપની સઘળી મનશાઓની પૂર્તિ કરી દે.

ચાતુર્માસનો પ્રારંભ

વર્ષની સર્વોત્તમ એકાદશીઓમાં સ્થાન ધરાવતી દેવપોઢી એકાદશીનું વ્રત આ વખતે 29 જૂન, ગુરુવારના રોજ રાખવામાં આવશે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં ચાલ્યા જાય છે. અને પછી ચાર માસ બાદ કારતક સુદ એકાદશીએ પ્રભુ જાગે છે. આ ચાર માસ સુધી ભગવાન શિવ સમસ્ત સંસારની જવાબદારી નિભાવે છે. એક માન્યતા અનુસાર આ ચાર માસ પર્યંત ભગવાન વિષ્ણુ પાતાળલોકમાં રાજા બલિને ત્યાં નિવાસ કરે છે. કથાનકો તો અનેક છે પરંતુ, આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પૃથ્વી પર હાજરી ન હોઈ કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય કરવામાં નથી આવતા. અલબત્, આ તિથિ અત્યંત ફળદાયી છે. માન્યતા અનુસાર જો યોગ્ય વિધિ-વિધાનને અનુસરવામાં આવે તો આ તિથિ શ્રદ્ધાળુઓને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરનારી બની રહે છે. એટલું જ નહીં, આ દિવસે કેટલાંક ખાસ ઉપાયો અજમાવી તમે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકો છો.

વિષ્ણુજીનો અભિષેક

ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્તિથી ભક્તોના જીવનમાં ખુશહાલી આવે છે અને તેમને દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. ત્યારે દેવશયની એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખ લઇને તેમાં જળ ભરીને શ્રીહરિ પર તે જળનો અભિષેક કરો. આ ઉપાયથી ભક્તોને અવશ્ય લાભની પ્રાપ્તિ થશે.

અભિષેકથી અખૂટ ધાન્યના આશીર્વાદ

હરિશયની એકાદશીના દિવસે ગાયના કાચા દૂધમાં કેસર મિશ્રિત કરવું. અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ પર તેનો અભિષેક કરવો. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં ધાન્યના ભંડાર સદૈવ ભરેલાં રહે છે.

સમસ્યામાંથી મુક્તિ અર્થે

વિવિધ સમસ્યાઓથી મુક્તિ અર્થે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યારબાદ તેમને ખીરનો ભોગ અર્પણ કરવો જોઇએ. તેની સાથે તેમને પીળા રંગના ફળ અને પીળા રંગની મીઠાઈ પણ અર્પણ કરવી જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી સફળતાની પ્રાપ્તિ તો થાય જ છે. સાથે જ, દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આર્થિક લાભ અર્થે

એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીજીની પણ પૂજા કરવી ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે દેવશયની એકાદશીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધનલાભની પ્રાપ્તિ થાય છે.

મહાલક્ષ્મીની સવિશેષ કૃપા અર્થે

દેવશયની એકાદશીના દિવસે ।। ૐ નમો નારાયણાય ।। અથવા ।। ૐ નમો ભગવતે વાસુદેવાય ।। મંત્રના જાપ કરવા જોઇએ. તુલસીની માળાથી આ મંત્રોના 108 વાર જાપ કરવો ખૂબ જ ફળદાયી મનાય છે. વિષ્ણુના જાપથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને ભક્તોને ધનપ્રાપ્તિના આશિષ પ્રદાન કરે છે.

આંબળા દૂર કરશે પાપ !

દેવશયની એકાદશીના દિવસે જળમાં આંબળાનો રસ ઉમેરીને સ્નાન કરવું અત્યંત ફળદાયી મનાય છે. તે બહુ જ પુણ્યની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. શાસ્ત્રો અનુસાર જે પણ જાતક અષાઢ માસમાં બંને પક્ષની એકાદશીએ આંબળાના રસને જળમાં ઉમેરીને સ્નાન કરે છે, તેના જીવન દરમિયાનના સમગ્ર પાપ નષ્ટ થઈ જાય છે.

સંકટથી મુક્તિ અર્થે

દેવપોઢી એકાદશીનું વ્રત સાધકને અનેકવિધ ફળની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. પણ કહે છે કે આ દિવસે તુલસીજી સંબંધિત એક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ પ્રકારના સંકટોનું શમન થઈ જાય છે. દેવપોઢી એકાદશીએ સાંજના સમયે તુલસીક્યારે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો. ત્યારબાદ ।। ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ ।। મંત્રનો જાપ કરતા કરતા તુલસીજીની 11 પરિક્રમા કરવી. પ્રદક્ષિણા બાદ તુલસીજી સન્મુખ બેસીને શ્રીવિષ્ણુનું સ્મરણ કરવું. માન્યતા અનુસાર દેવપોઢી એકાદશીની સાંજે આસ્થા સાથે તુલસીજીનો આ સરળ પ્રયોગ કરવાથી ઘરના દરેક સંકટ અને પરેશાની દૂર થાય છે. નાણાની તંગી પણ દૂર થાય છે. અને સાથે જ વ્યક્તિને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">