Bhakti: આ રીતે સૂર્યદેવને અર્પણ કરો અર્ઘ્ય, ચોક્કસથી વિશેષ લાભની થશે પ્રાપ્તિ !

|

Dec 05, 2021 | 8:27 AM

તમારી કુંડળીમાં સૂર્ય ભલે નબળો ન હોય તો પણ નિયમિત અર્ઘ્ય આપવું જોઈએ. કારણ કે, તે અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવે છે. નોકરીમાં પ્રગતિ અને પ્રભુત્વ માટે પણ નિત્ય જ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ.

Bhakti: આ રીતે સૂર્યદેવને અર્પણ કરો અર્ઘ્ય, ચોક્કસથી વિશેષ લાભની થશે પ્રાપ્તિ !
સૂર્ય દેવતા

Follow us on

હિન્દુ ધર્મમાં (hindu religion) સૂર્ય પૂજાનું (sun puja) વિશેષ મહત્વ દર્શાવાયું છે. જે રીતે સૂર્યદેવ સંપૂર્ણ સૃષ્ટિને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે સમગ્ર કુંડળીમાં પણ સૂર્યની સ્થિતિ ભાગ્યને ચમકાવનારી હોય છે. જેની કુંડળીમાં સૂર્ય પ્રબળ હશે તેને નોકરી કે કાર્યક્ષેત્રમાં યશ મળશે. ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. સૂર્ય સમાન તે પણ તેજસ્વી બનશે તેનો આત્મવિશ્વાસ મજબૂત બનશે. તેમજ પિતા સાથે સંબંધ સારા રહેશે.

પ્રબળ સૂર્યથી વિપરીત જ્યારે એ જ સૂર્ય કુંડળીમાં નીચ ભાવમાં કે દુર્બળ હોય, ત્યારે અલગ જ પરિસ્થિતિ સર્જાય છે. વ્યક્તિને અપયશ ભોગવવો પડે છે. પિતા સાથે સંબંધ ખરાબ થાય છે અને આત્મવિશ્વાસ પણ નિર્બળ બને છે. આને લીધે જ જ્યોતિષાચાર્ય સૂર્યદેવની નિયમિત પૂજા કરવા અને જળ અર્પણ કરવાનો ઉપાય જણાવે છે. જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો ન હોય તો પણ નિયમિત અર્ઘ્ય આપવું જોઈએ. તો ચાલો જાણીએ કે સૂર્યદેવને નિયમિત અર્ઘ્ય આપવાથી કેવાં પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે.

સૂર્યને અર્ઘ્ય આપવાના લાભ
1. સૂર્યને આત્મા અને પિતાનો કારક માનવામાં આવ્યો છે. માન્યતા અનુસાર સૂર્યને નિયમિત અર્ઘ્ય આપવાથી આત્મા શુદ્ધ થાય છે. તેમજ પિતા સાથેના સંબંધો સુધરે છે અને સુખ, સહકાર પ્રાપ્ત થાય છે.
2. નોકરીમાં પ્રગતિ માટે તેમજ પ્રભુત્વ માટે પણ નિત્ય જ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ.
3. સૂર્યની પૂજા કરવાથી અને અર્ઘ્ય આપવાથી વ્યક્તિની આંખ અને હાડકા સંબંધિત સમસ્યાઓ ઓછી થઇ જાય છે.
4. જે લોકો રાજકારણમાં હોય, તેમણે નિયમિત સૂર્યવંદના કરવી જોઈએ અને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. માન્યતા અનુસાર તેનાથી રાજકારણમાં પણ પ્રભુત્વ વધે છે.
5. સૂર્યદેવની નિત્ય પૂજા કરવાથી અને તેમને અર્ઘ્ય આપવાથી ખૂબ જ લાભ થાય છે. કુંડળીમાં આ ગ્રહ સાથે જોડાયેલ દોષ ધીરે ધીરે દૂર થઈ જાય છે. અને વ્યક્તિની દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અર્ઘ્ય અર્પણ કરવાનો સમય
લોકો દિવસમાં ગમે ત્યારે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતાં હોય છે. પરંતુ, અર્ઘ્ય અર્પણ કરવા માટે સૂર્યોદયથી લઇને તેના પછીના એક કલાક સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ છે. શક્ય હોય ત્યાં સુધી આ સમયમાં જ અર્ઘ્ય અર્પણ થાય તેવો આગ્રહ રાખવો.

જળ અર્પણ કરવાની રીત
એક તાંબાનો કળશ લેવો. તેમાં જળ ભરીને અંદર અક્ષત, કંકુ અને લાલ પુષ્પ ઉમેરવા. ત્યારબાદ સૂર્યમંત્રના જાપ બોલતા-બોલતા સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ.

ફળદાયી મંત્ર
આમ તો આસ્થાથી સૂર્યદેવનું સ્મરણ કરતાં કે તેમનું નામ બોલતાં પણ જો તેમને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે, તો પણ સૂર્યદેવ પ્રસન્ન થતાં હોય છે. પણ, કહે છે કે જો વિશેષ મંત્ર સાથે તેમને જળ અર્પણ કરવામાં આવે તો તે સવિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવે છે. અને ઝડપથી પ્રસન્ન પણ થાય છે. ત્યારે આવો આવાં મંત્ર વિશે જ જાણકારી મેળવીએ.

સરળ મંત્ર
ૐ સૂર્યાય નમઃ ।

સૂર્યદેવનો તાંત્રોક્ત મંત્ર
ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ધરતી ઉપર પ્રભુનું નામ સદાયને માટે અમૃત સમાન છે

આ પણ વાંચો : જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આ રીતે કરો સૂર્ય પૂજા

Next Article