
શ્રાવણ મહિનો આવતાની સાથે જ શિવભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે. કારણ કે શ્રાવણ મહિનો ભગવાન શિવજીનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ આખા મહિના દરમિયાન શિવભક્તો ઉપવાસ, જાપ, રુદ્રાભિષેક, જળાભિષેક અને શિવપૂજા કરીને ભગવાન શિવજીની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણમાં કરવામાં આવતી શિવભક્તિ અન્ય દિવસો કરતાં વધુ પવિત્ર માનવામાં આવે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે મંદિરમાં જળાભિષેક કર્યા પછી, ઘણા લોકો ખાલી વાસણ ઘરે લાવે છે. પરંતુ શું તે શુભ છે કે અશુભ? જાણો શું છે માન્યતા
શિવલિંગ પર જળથી અભિષેક કરવો એ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને પ્રાચીન વિધિઓમાંનું એક માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ, સોમવાર, મહાશિવરાત્રી અને પ્રદોષના દિવસોમાં જળાભિષેકનું વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર ચઢાવવામાં આવતું જળ ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા ઉત્પન્ન કરે છે. ઘણીવાર આપણે જોઈએ છે કે, ઘણા લોકો જળ અર્પણ કર્યા પછી સીધા જ ખાલી જળનો ઘડો કે લોટો ઘરે લાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શું આવું કરવું યોગ્ય માનવામાં આવે છે કે નહીં? માન્યતાઓ અનુસાર, મંદિરમાંથી ખાલી ઘડો કે લોટો કેમ પાછું નહીં લાવવું જોઈએ અને તેની પાછળના નિયમો શું છે તે વિશે જાણો.
જ્યારે આપણે મંદિરમાં જઈએ છે ત્યારે આપણે પૂજાના નિયમોનું ખૂબ ધ્યાન રાખીએ છે. ઘણીવાર લોકો ઘરેથી જળથી ભરેલો લોટો કે ઘડો લઈને શિવલિંગને અર્પણ કરે છે. પરંતુ જળ અર્પણ થયા પછી તેઓ તે ખાલી લોટો કે ઘડો ઘરે લાવે છે. માન્યતા અનુસાર, પૂજા કર્યા પછી અથવા શિવલિંગને જળ અર્પણ કર્યા પછી સંપૂર્ણપણે ખાલી લોટો કે ઘડો ઘરે લાવવું અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ખાલી લોટો કે ઘડો પાછા લાવવાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી. તેથી માન્યતાઓ અનુસાર, મંદિરથી પાછા ફરતી વખતે વાસણમાં થોડું પાણી અથવા કોઈ પવિત્ર વસ્તુ રાખવાની ભલામણ કરવામાં આવે છે.
માન્યતા અનુસાર, જ્યારે તમે ઘરેથી મંદિરમાં જળથી ભરેલું વાસણ લઈ જાઓ છો ત્યારે તે વધુ શુભ માનવામાં આવે છે. જળાભિષેક કર્યા પછી, વાસણને સંપૂર્ણપણે ખાલી કરવાને બદલે, તેમાં થોડું પાણી છોડી દેવું અથવા શિવલિંગને જળ અર્પણ કરતી વખતે, વાસણમાંથી પડેલા પવિત્ર જળના ટીપાં તમારા વાસણમાં પાછા લઈ લેવા જોઈએ. માનવામાં આવે છે કે મંદિરમાંથી ક્યારેય ખાલી હાથે અથવા ખાલી વાસણ સાથે પાછા ફરવું નહીં જોઈએ. જો તમને જળ નહીં મળે તો પૂજા વાસણમાંથી ફૂલો અથવા પાંદડા સાથે ઘરે પાછા ફરી શકો છો.
માન્યતાઓ અનુસાર, જ્યારે તમે મંદિરમાંથી વાસણમાં ચરણામૃત અથવા પવિત્ર જળ સાથે ઘરે પાછા ફરો છો, ત્યારે તેનો એક ખાસ હેતુ હોય છે. આ જળ તમારા ઘરના મુખ્ય દરવાજા પર અને ઘરના બધા ખૂણાઓ, જેમ કે રસોડા, રૂમ અને સીડી પર છાંટવું જોઈએ. માન્યતા અનુસાર, આમ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. જો તમારી પાસે દુકાન કે ઓફિસ છે તો તમે ત્યાં આ જળ છાંટીને કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ બનાવી શકો છો.
નોંધ: ઉપરોક્ત માહિતી મુખ્યત્વે હિંદુ ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. વિવિધ પરંપરાઓ અને સંપ્રદાયોમાં તેની અલગ-અલગ વ્યાખ્યાઓ જોવા મળી શકે છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો, શિવલિંગ અને જ્યોતિર્લિંગમાં શું તફાવત છે ? જાણો બંને વચ્ચેનો મોટો ફરક