ઘરમાં ક્યારેય ખાલી હાથે પ્રવેશવાની ન કરશો ભૂલ ! નસીબ ચમકાવવા આ નાની વાતોનું રાખી લો ધ્યાન

|

May 05, 2022 | 8:28 AM

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં દોડતા અશ્વ કે સૂર્યોદયનું ચિત્ર લગાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ દોડતા અશ્વો બહારની તરફથી અંદર પ્રવેશતા હોવા જોઇએ. આ કાર્ય કરવાથી આપનું સૂતેલું ભાગ્ય જાગી જશે.

ઘરમાં ક્યારેય ખાલી હાથે પ્રવેશવાની ન કરશો ભૂલ ! નસીબ ચમકાવવા આ નાની વાતોનું રાખી લો ધ્યાન
Ved pathan (symbolic image)

Follow us on

કેટલીકવાર લોકોની સાથે એવું પણ બનતું હોય છે કે, તનતોડ મહેનત કરવા છતાં તેમને કાર્યમાં સફળતા મળતી જ નથી. તો બીજી તરફ કેટલાંક એવાં લોકો પણ હોય છે, કે જે થોડી મહેનત કરીને પણ વધુ સફળતા પ્રાપ્ત કરી લેતા હોય છે. આવા સંજોગોમાં સફળતા ન મેળવનારા લોકો ખૂબ જ હતાશા અનુભવતા હોય છે. પરંતુ, આજે અમારે આપને કેટલાંક એવાં ઉપાયો જણાવવા છે કે જે તમારા સૂતેલા ભાગ્યને જગાડશે. તો ચાલો જાણીએ એ સરળ જ્યોતિષ ઉપાયો કે જે તમારા નસીબને ચમકાવી દેશે.

પક્ષીઓને ચણ નાંખવું

આપના ભાગ્યનો ઉદય કરવા માટે આ કાર્ય ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આના માટે આપે ઘરની બહાર કોઇ માટીના પાત્રમાં પક્ષીઓ માટે પાણી ભરી રાખવું. તેમજ તેમને નિત્ય ચણ નાંખવું જોઈએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શનિયંત્ર પાસે રાખવું

કહે છે કે શનિદેવ જ્યારે નારાજ થઇ જાય છે, ત્યારે વ્યક્તિના કોઈપણ પ્રકારના કાર્ય બગડવા લાગે છે. આ પરિસ્થિતિમાં શનિદેવની કૃપા મેળવવા માટે આપે શનિદેવનું યંત્ર પર્સમાં રાખવું જોઇએ. આ ઉપાયથી ન માત્ર તમારા ઉપરથી નકારાત્મક ઊર્જા દૂર થશે. પણ, સાથે જ તમારા બગડેલા કાર્યો સુધરવા લાગશે.

અશ્વનું ચિત્ર લગાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપના ઘરમાં દોડતા અશ્વ કે સૂર્યોદયનું ચિત્ર લગાવવું ખૂબ શુભદાયી સાબિત થાય છે. પરંતુ આ વાત ધ્યાનમાં રાખવી કે ચિત્રમાં અશ્વ બહરથી અંદરની તરફ આવતા હોવા જોઇએ. જેથી તમારું સૂતેલું ભાગ્ય જાગે.

ખાલી હાથે ઘરમાં ન પ્રવેશો !

જ્યારે પણ તમે બાહરથી પોતાના ઘરે જાવ ત્યારે ખાલી હાથે પ્રવેશ ન કરવો. યાદ રાખવું કે બહારથી ઘરમાં આવતી વખતે કંઇક ને કંઇક તો હાથમાં જરૂરથી રાખવું. પછી ભલે તે રૂમાલ હોય કે ઝાડનું પાન જ કેમ ન હોય.

સુંદરકાંડનો પાઠ

મંગળ ગ્રહને ખુશ કરવા માટે અને પોતાના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે દર મંગળવારે કોઇ શ્રમિકને મીઠાઇ કે મીઠી વસ્તુ ખવડાવવી. આપ લાલ મસૂરનું પણ દાન કરી શકો છો. સાથે જ સુંદરકાંડનો પાઠ પણ કરવો જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article