મેગા ડાંડિયા નાઈટમાં ગરબાના તાલે ઝુમ્યા નીતા અંબાણી, ફાલ્ગુની પાઠકના સૂરોથી સજી સાંજ

નવરાત્રી પર્વને ખાસ બનાવવા માટે જિયો વર્લ્ડ સેન્ટરમાં રેડિયન્સ ડાંડિયા નાઈટનું આયોજન કરવામાં આવ્યુ. તેની આગેવાની ખુદ નીતા અંબાણી દ્વારા કરવામાં આવી. આ દરમિયાન વધુ એક પૂજા-અર્ચનાથી આદ્યાત્મિક ભાવ ઝલક્યો. તો બીજી તરફ ફાલ્ગુની પાઠકની સુરીલી અવાજ અને ગબાના તહેવારથી તહેવારોનો ઉત્સાહથી ભરેલો ભાવ સહુ કોઈના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

મેગા ડાંડિયા નાઈટમાં ગરબાના તાલે ઝુમ્યા નીતા અંબાણી, ફાલ્ગુની પાઠકના સૂરોથી સજી સાંજ
| Updated on: Oct 06, 2025 | 4:47 PM

દેશભરમાં નવરાત્રીની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. આ દરમિયાન વધુ એક ગરબા નાઈટ્સે રાતોને જગમગ બનાવી. તો બીજી તરફ રંગ-બેરંગી ઉત્સવોએ સમગ્ર માહોલને જોશ અને ખુશીથી ભરી દીધો. આ શુભ અવસરને ભક્તિ સંગીત અને સૂરોએ ભક્તિ અને અધ્યાત્મના ભાવથી ભરવાનું કામ કર્યુ. આ બધા વચ્ચે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યુ. જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત થયેલા ભવ્ય અને સુંદર રેડિયન્સ ડાંડિયા નાઈટમાં સંસ્કૃતિ, પરંપરા, ભક્તિ અને ઉલ્લાસનો બેજોડ સંગમ જોવા મળ્યો.

‘ક્વિન ઓફ ડાંડિયા’ તરીકે ફેમસ ફાલ્ગુની પાઠકે આ સાંજને તેના મધુર સૂરોથી વધુ સુંદર બનાવી દીધી તો બીજી તરફ આ સમારોહની આગેવાનુ ખુદ નીતા અંબાણીએ કરી. એકતરફ તેમણે વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી આધ્યાત્મિક્તાનો પરિચય આપ્યો તો બીજી તરફ ગરબાના તાલે તાલ મિલાવી કાર્યક્રમમાં વધુ રોનક લાવી દીધી હતી.

ભારતના સૌથી લોકપ્રિય તહેવારોમાં સામેલ નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાની ભક્તિને સમર્પિત હોય છે. આ પર્વની ઉજવણી દરમિયાન અનેક લોકો ઉપવાસ પણ રાખે છે અને રાત્રે ગરબા રમી રંગ બેરંગી કાર્યક્રમોમાં પણ સામેલ થાય છે. મુંબઈ, અમદાવાદ અને વડોદરા જેવા શહેર તો આ દિવસો દરમિયાન સાંસ્કૃતિક કેન્દ્ર બની જાય છે. જ્યા ગરબા નાઈટ્સ દ્વારા સંગીત, સુંદર પરિધાન અને સામૂહિક ઉત્સાહનું ભવ્ય પ્રદર્શન જોવા મળે છે.

અંબાણી પરિવાર હંમેશા ભારતની સાંસ્કૃતિક પરંપરાઓને પ્રોત્સાહન આપવામાં મોખરે રહ્યો છે, અને આ સાંજ તેનું ઉત્તમ ઉદાહરણ હતું. કાર્યક્રમ દરમિયાન, નીતા અંબાણીએ નવરાત્રી ઉત્સવની પોતાની યાદો અને તેઓ કેવી રીતે ઉજવતી હતી તેના સંસ્મરણ શેર કર્યા. તેમણે વ્યક્ત કર્યું કે તેના માટે, આ તહેવાર હંમેશા ભક્તિ અને એકતાનો સંગમ રહ્યો છે. નવરાત્રીનો તહેવાર સમાવેશીતા, એકતા અને ઉલ્લાસથી ભરેલો હોય છે. નીતા અંબાણીએ રિલાયન્સની દાંડિયા નાઇટમાં જે રીતે ભાગ લીધો અને અન્ય લોકો સાથે ગરબાનો આનંદ માણ્યો તે આ લાગણીઓને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.

ફાલ્ગુની પાઠકના પ્રખ્યાત ગીતોની લય અને નીતા અંબાણીની ખાસ ઉપસ્થિતિએ આ રેડિયન્સ દાંડિયા નાઇટને ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિનો અદ્ભુત ઉત્સવ બનાવી દીધો. આ કાર્યક્રમ ફરી એકવાર સાક્ષી બન્યો કે નવરાત્રી જેવા તહેવારો સદીઓ જૂની પરંપરાઓ અને સંસ્કૃતિનું સન્માન અને જાળવણી જ નહીં, પણ સમુદાયની સીમાઓ પાર કરીને લોકોને એક કરે છે.

કોરોનાથી પણ વધુ ખતરનાક છે યુએસ ટેરિફ…. એશિયન બેંકના અર્થશાસ્ત્રીએ આપી ચેતવણી, કહ્યુ ભારત પર થશે સૌથી વધુ અસર

Published On - 4:43 pm, Mon, 6 October 25