Nageshwar jyotirling: દારુકાવનમાં સ્થાપિત છે મહાદેવનું નાગેશ્વર જ્યોતિર્લિંગ ! હકીકતમાં ક્યાં આવેલું છે આ દારુકાવન ? જુઓ Video
શિવપુરાણમાં કોટિરુદ્રસંહિતામાં અધ્યાય 29-30માં નાગેશ્વર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે. તેમાં ઉલ્લેખ અનુસાર આ દારુકાવન પશ્ચિમ સમુદ્રના કિનારે આવેલું છે ! અને તેના આધાર પર જ ગુજરાત અને મહારાષ્ટ્ર બંન્ને રાજ્યનો એવો દાવો રહ્યો છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ તેમના જ રાજ્યમાં છે !

નાગેશ્વર જ્યોતિર્લિંગ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં આઠમું સ્થાન ધરાવે છે. અને દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં તેનો “નાગેશં દારુકાવને” કરીને ઉલ્લેખ છે. પણ, પૌરાણિક કાળનું આ દારુકાવન ક્યાં આવેલું છે, તેને લઈને હંમેશા મતભેદ થતા જ રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ ત્રણ રાજ્યો નાગેશ્વર જ્યોતિર્લિંગ તેમના રાજ્યમાં હોવાનો દાવો કરતા રહ્યા છે ! અમે કોઈના દાવાનું સમર્થન નથી કરી રહ્યા. પણ, છતાં હકીકત તપાસવા TV9ની ટીમે શિવપુરાણની મદદ લીધી.
શું કહે છે શિવપુરાણ ?
શિવપુરાણમાં કોટિરુદ્રસંહિતામાં અધ્યાય 29-30માં નાગેશ્વર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે. તેમાં ઉલ્લેખ અનુસાર આ દારુકાવન પશ્ચિમ સમુદ્રના કિનારે આવેલું છે ! અને તેના આધાર પર જ ગુજરાત અને મહારાષ્ટ્ર બંન્ને રાજ્યનો એવો દાવો રહ્યો છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ તેમના જ રાજ્યમાં છે !

નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકા, ગુજરાત
ગુજરાતમાં શ્રીકૃષ્ણના દ્વારકા મંદિરથી લગભગ 16 કિલોમીટરના અંતરે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે. આ મંદિર સાથે ન માત્ર ગુજરાતીઓની પણ સમગ્ર ભારતના શિવભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીંના પૂજારીનું કહેવું શિવપુરાણમાં વર્ણિત દારુકાવન એ જ આજનું દ્વારકા છે. છે કે શ્રીકૃષ્ણએ દ્વારિકા નગરીનું નિર્માણ કરતા પહેલાં સ્વયં આ ભૂમિ પર નાગેશ્વરની પૂજા કરી હતી.
ઔંઢા નાગનાથ મહાદેવ, હિંગોલી, મહારાષ્ટ્ર
દ્વારકાના નાગેશ્વર ધામનો દાવો એવો છે કે જગદગુરુ આદિશંકરાચાર્યજીએ સ્વયં આ સ્થાન પર આવી પૂજા-અર્ચના કરી હતી. પરંતુ, કંઈક આવો જ દાવો તો મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં સ્થિત ઔંઢા નાગનાથ મહાદેવ મંદિર દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર બંન્ને મંદિરના પૂજારીઓનો દાવો છે કે શિવપુરાણની કોટિરુદ્ર સંહિતામાં જે પશ્ચિમના દરિયાકિનારાનું વર્ણન છે, જે દારુકાવનનું વર્ણન છે, તે વાસ્તવમાં તેમના મંદિરનું જ સ્થાન છે. અલબત્, શિવપુરાણમાં વર્ણિત કથાનું અધ્યયન કરતા જાણવા મળે છે કે, ભક્ત સુપ્રિયની રક્ષા માટે મહાદેવ નાગનું રૂપ લઈ દારુકાવનમાં પ્રગટ થયા હતા. તેમણે આ ધરા પર અસુર દારુકનો વધ કર્યો હતો. અને ત્યાર બાદ શિવ-પાર્વતી નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે દારુકાવનમાં બિરાજ્યા હતા. પરંતુ, ઔંઢા ભીમનાથ મહાદેવના પૂજારી દ્વારા જે શાસ્ત્રનો સંદર્ભ દેવાઈ રહ્યો છે તેની કથામાં થોડો વિરોધાભાસ જણાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ બે દાવાની વચ્ચે ઉત્તરાખંડના અલ્મોડામાં આવેલ જાગેશ્વર મહાદેવ જ વાસ્તવમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ હોવાનો દાવો પણ થતો રહ્યો છે. કહે છે કે દારુકાવન એટલે દરુ વન. અને તે જ વન વાસ્તવમાં ઉત્તરાખંડમાં સ્થિત છે. અને જાગેશ્વર જ વાસ્તવમાં નાગેશ્વર છે. જો કે, શિવપુરાણમાં દારુકાવન સિવાય આ સંદર્ભમાં અન્ય કોઈ ઉલ્લેખ મળી રહ્યો નથી.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)