Navratri Muhurat 2023: હાથીની અંબાણી પર સવાર થઈ આવશે મા દુર્ગા, જાણો ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત

|

Oct 15, 2023 | 4:25 PM

Navratri 2023 :ઓક્ટોબરથી નવરાત્રી પર્વ શરૂ થશે 24 ઓક્ટોબરે વિજયા દશમી એટલે કે દશેરા સુધી મનાવવામાં આવશે ,આમ આ વર્ષે નવરાત્રી પૂરી નવ રાત મનાવી શકાશે નવરાત્રી પ્રારંભમાં આ વખતે માતા દૂર્ગાનું વાહન હાથી છે,જે અનુસાર વિશ્વમાં સુખ શાંતિ અને સ્થિરતા વધશે ,આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે નવરાત્રી ઉપાસનામાં નિત્ય પૂજામાં દેવી મંત્ર પ્રયોગો કરવાથી શીઘ્ર ફળ મળે છે.

Navratri Muhurat 2023: હાથીની અંબાણી પર સવાર થઈ આવશે મા દુર્ગા, જાણો ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત
Navratri Muhurat

Follow us on

આવતી કાલે 15 ઓક્ટોબરથી નવરાત્રી પર્વ શરૂ થશે જે 24 ઓક્ટોબરે વિજયા દશમી એટલે કે દશેરા સુધી મનાવવામાં આવશે ,આમ આ વર્ષે નવરાત્રી પૂરી નવ રાત મનાવી શકાશે નવરાત્રી પ્રારંભમાં આ વખતે માતા દૂર્ગાનું વાહન હાથી છે,જે અનુસાર વિશ્વમાં સુખ શાંતિ અને સ્થિરતા વધશે ,આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે નવરાત્રી ઉપાસનામાં નિત્ય પૂજામાં દેવી મંત્ર પ્રયોગો કરવાથી શીઘ્ર ફળ મળે છે.

નવરાત્રી ઘટ સ્થાપના કરવા માટે ના શુભ મુહર્ત 15 ઓક્ટોબર રવિવાર

  • સવારે 8:04 થી 9:31 (ચલ)
  • સવારે 9:31 થી 10:58 (લાભ)
  • સવારે 10:58 થી 12:23 (અમૃત)
  • સાજે 6:13 થી 7:46 (શુભ)
  • રાતે 7:46 થી 9-19 (અમૃત)
  • રાતે 9-19 થી 10-52 (ચલ)

નવરાત્રી એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો ઉત્સવ નવદુર્ગા અંબિકા જગદંબા ભગવતી ચામુંડા ચંડિકા જેવા અનેક નામોથી જેની પૂજા કરીએ છીએ તેવી દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો આ સુવર્ણ અવસર ગણાય નવરાત્રી ઉપાસના તુરંત ફળ આપે છે.

આ પણ વાંચો : Navratri Street Food: ગુજરાતના આ સ્ટ્રીટ ફૂડ જે નવરાત્રી દરમિયાન સૌથી વધુ ખવાય છે, જાણો અને તમે પણ કરો ટ્રાય

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

દેવી ભાગવતમાં જણાવેલ અહીં આપેલ અનૂભવ સિદ્ધ કોઈપણ મંત્ર કે યંત્ર દ્વારા નવરાત્રીમાં માતાજીની ઉપાસના કરાય તો જે કરે તેનું નિર્બળ ભાગ્ય બળવાન બને છે તેનુ આપત્તિઓ સામે રક્ષણ થાય છે તમામ રીતે કલ્યાણ થાય છે.

પ્રાચીન કાળથી દેવી ભાગવતમાં જણાવેલ આ મંત્રોના ઉપયોથી મા શક્તિને પ્રસન્ન કરવામાં આવે છે ,આ અંગે જણાવતા જ્યોતિષે જણાવ્યું કે દેવી ભાગવતમાં તો કહ્યુ છે કે પૃથ્વી પર જેટલા વ્રતો છે તેમાં નવરાત્રી વ્રત ને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.નવરાત્રી પૂજન થી ધન-ધાન્ય સંતતિ સુખ-સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય રક્ષણ સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા સુખ સંપત્તિ સૌભાગ્ય વગેરે લાભ થાય છે.

રામાયણ યુદ્ધ સમયે ભગવાન શ્રી રામે પણ નવરાત્રી વ્રત કરેલું અને માતાજીના આશીર્વાદ લીધા હતા, તે થી જ તેમના હાથે જ દશેરા એ રાવણનો વધ થયેલો આમ પોતાનું શુભ ઇચ્છનારા સર્વ લોકોએ નવરાત્રી માં શક્તિની આરાધના કરવી જોઈએ. દેવી ભાગવત મા દુર્ગાને પ્રસન્ન કરવા ખુબજ દુર્લભ જણાવેલ છે જેના મંત્ર અને યંત્ર સાધના પ્રયોગો નવરાત્રી માં શીઘ્ર ફળ આપે છે .

દેવી બીજ મંત્ર પ્રયોગ

ઐં. હ્રીં કલીં

દેવી ભાગવત અનુસાર અનેક વખતે અનેક દેવોએ અનેક ઋષિઓ એ તથા તપસ્વી ઓ એ સંકટ સમયે કેવળ આ મહાશક્તિશાળી આ ત્રણ એકાક્ષર બીજ મંત્ર નું નવરાત્રી અનુષ્ઠાન કરી સતત જાપ કરી માતાજી ને પ્રસન્ન કરેલ હતા

ઐં (વાગબીજ) હ્રીં ( માયાબીજ)

અને કલીં (કામરાજ બીજ) છે જે અનેક મંત્રોને શક્તિથી ભરી દે તેવા છે માટે નવરાત્રી દરમ્યાન માતાજીનું ધ્યાન કરી નિત્ય પૂજન કરી કોઈ પણ કાર્ય માટે નો સંકલ્પ કરી

ઐં. હ્રીં કે ,કલીં કોઈ પણ એકબીજ મંત્ર નો સંકલ્પ લઈ જો જ્ઞાન બુદ્ધિ ની કામના હોય તો માતા સરસ્વતી નો ઐં. બીજ મંત્ર ધન સમૃદ્ધિ એશ્વર્યા ની કામના હોય તો માતા લક્ષ્મી નો હ્રીં બીજ મંત્ર અને શક્તિ સાહસ અને રક્ષણ ની કામનાં હોય તો માતા કાલી નો કલીં બીજ મંત્ર જાણી સંકલ્પ લઈ પાંચ માળા નિયમિત કરવી અને દિવસ રાત્રી સતત મનોમન જાપ કરતા રહેવું તો અવશ્ય તે કાર્ય ઈચ્છા કે મનોકામના સિદ્ધ થાય છે.

શક્તિ મહામંત્ર પ્રયોગ

(2) સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરીનારાયણી નમો નમઃ સ્તુતે

આ મંત્ર અંગે કહેવાય છે કે નવરાત્રી માં કોઈપણ કાર્ય હેતુ સંકલ્પ કરી આ મહા મંત્રની ત્રણ માળા કરી પોતાના જે કોઈપણ મંગલ કાર્યની કામના માતાજી સમક્ષ કરવામાં આવે તે અવશ્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે અને મંગલ કામના પૂર્ણ થાય છે.

જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલી ની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે

કોઈપણ આપત્તિ સામે રક્ષણ હેતુ ની કામના કરી નવરાત્રી નિત્ય પૂજન કરી આ મંત્રની રોજ ત્રણ માળા કરાય અને દિવસ રાત તેનું મનમાં જાપ રહે તો ગમે તેવી ભયંકર આપત્તિ સામે માતાજી તેનું રક્ષણ કરે છે ,અને કોઈ તેનો વાળ પણ વાકો કરી શકતું નથી ગજબ નું સાહસ પ્રાપ્ત થાય છે અને અનેક મનોરથ પૂરા કરે છે.

લેખક: ચેતન પટેલ- એસ્ટ્રોલોજર અને ધર્મવિદ

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:52 pm, Sat, 14 October 23

Next Article