AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેષસંક્રાંતિ કોના માટે બનશે અશુભ ? જાણો, સંકટથી મુક્તિ માટેના સરળ ઉપાય !

દૈનિક કાર્યો પૂર્ણ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે. ઉચ્ચ અધિકારી કે બોસ સાથે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે. પોતાના અધિકારો (rights) માટે પણ બીજા સાથે લડવું પડશે. આ સમય ધીર અને શાંતિથી કામ લેવાનો છે !

મેષસંક્રાંતિ કોના માટે બનશે અશુભ ? જાણો, સંકટથી મુક્તિ માટેના સરળ ઉપાય !
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 12, 2023 | 6:14 AM
Share

મેષ રાશિમાં સ્થિત સૂર્ય હંમેશા ઉચ્ચ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર 14 એપ્રિલ, શુક્રવાર, 2023 ના રોજ બપોરે 2:42 કલાકે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર અથવા તો રાશિ પરિવર્તન દરેક રાશિઓને સમાન રીતે અસર કરશે. આ ઘટનાને મેષ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. જાણકાર જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ ગોચર એમ તો શુભ ગણાશે. પરંતુ, કેટલીક રાશિઓને તે નુકસાન પણ પહોંચાડી શકે છે ! તો ચાલો, જાણીએ કે આ મેષસંક્રાંતિથી કઈ રાશિના જાતકોના જીવનમાં ભૂકંપ સર્જાઈ શકે છે ! અને તેનાથી બચવા આ રાશિના જાતકોએ કયા ઉપાયો અજમાવવા જોઈએ.

વૃષભ રાશિ

સૂર્યનું ગોચર વૃષભ રાશિમાં બારમા સ્થાનમાં થશે. અહીં સૂર્યના આગમનથી જાતકના જીવનમાં સમસ્યાઓ વધવા લાગશે. તેમને દૈનિક કાર્યો પૂર્ણ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડશે. ઉચ્ચ અધિકારી કે બોસ સાથે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે. પોતાના અધિકારો માટે પણ બીજા સાથે લડવું પડશે. ધીરજ રાખીને શાંતિપૂર્વક પ્રયત્ન કરતાં રહેવાથી પરિસ્થિતિ સારી બનશે. ઉપાયઃ આ સમય દરમિયાન ભગવાન શિવની આરાધના આપના માટે સવિશેષ લાભદાયી નિવડશે.

કન્યા રાશિ

સૂર્યનું રાશિ પરિવર્તન કન્યા રાશિના આઠમાં ભાવમાં થશે. અહીં રાહુની અસરથી કન્યા રાશિને વિદેશ જવાનો અવસર મળી શકે છે ! પરંતુ, વિદેશમાં રહેવા અને ત્યાં સ્થાયી થવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પ્રોફેશનલ જીવનમાં પણ ઉતાર-ચઢાવની સ્થિતિ સર્જાઈ શકે છે. આપે આપની વાણી પર ખૂબ જ નિયંત્રણ રાખવું પડશે. ઉપાયઃ આપે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. શ્રીહરિની ભક્તિ આપને સંકટોથી મુક્તિ અપાવશે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે સૂર્યનું મેષ રાશિમાં પરિવર્તન એ વેપારમાં નુકસાનની શક્યતા દર્શાવે છે. એટલે, આ સમય દરમિયાન કોઇપણ પ્રકારના પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. આર્થિક નુકસાનીના યોગ બની રહ્યા છે. કોઇ આપની નિંદા કરે અથવા તો આપનો વિરોધ કરે તો આપે શાંત રહેવું. આ બાબતોને અવગણવી. શાંત રહીને સતત પ્રયત્ન કરતા રહો. આપના અંગત જીવન અને વ્યવસાયિક જીવનમાં સંતુલન જાળવી રાખો. ઉપાયઃ માતા દુર્ગાની સ્તુતિ કરો. માતાની કૃપાથી આપના જીવનના તમામ કષ્ટ ઓછા થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">