Mahashivratri 2021: આ છે તારીખ, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બસ કરો આટલું

|

Jan 26, 2021 | 7:00 PM

આ વર્ષે મહાશિવરાત્રી 11 માર્ચ 2021 (ગુરુવારે) છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂરા વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી. આમ કરવાથી જાતકની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

Mahashivratri 2021: આ છે તારીખ, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બસ કરો આટલું

Follow us on

આ વર્ષે મહાશિવરાત્રી 11 માર્ચ 2021 (ગુરુવારે) છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂરા વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી. આમ કરવાથી જાતકની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ દિવસે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના શુભ સમયમાં કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષીઓના કહેવા મુજબ મહાશિવરાત્રી પર મહાદેવની પૂજા કરતી વખતે બિલ્વપત્ર, મધ, દૂધ, દહીં, ખાંડ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા રહે છે, જાણો મહાશિવરાત્રી પર શું કરવું અને શું ન કરવું.

 

મહાશિવરાત્રી વ્રત શુભ સમય-

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નિશિથ કાળ પૂજા મુહૂર્ત: 24: 06: 41થી 24:55:14.
અવધિ: 0 કલાક 48 મિનિટ.
મહાશિવરાત્રી પારણા મુહૂર્ત: 06: 36: 06થી 15:04:32.

 

મહા શિવરાત્રીના દિવસે શું કરવું-

1.મહાશિવરાત્રી પર વ્રત અથવા ઉપવાસ કરવો જોઈએ.
2. વહેલી સવારે ઊઠીને સ્નાન કરવું પછી, ચોખ્ખા વસ્ત્રો પહેરવા જોઈએ.
3.મહાદેવને શુભ મુહૂર્તમાં ગંગાજળ અને દૂધનો અભિષેક કરવો જોઈએ.
4. ૐ નામ: શિવાયના મંત્રોનો જાપ કરવા જોઈએ.

 

મહા શિવરાત્રીના દિવસે શું ન કરવું-

1. મહાશિવરાત્રી પર માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ.
૨. મહાશિવરાત્રી પર મોડી રાત સુધી કોઈએ સુવું ન જોઈએ.
3. મહાશિવરાત્રીના દિવસે દાળ, ચોખા અથવા ઘઉંમાંથી બનેલા અનાજ ન લેવા જોઈએ.
4. જ્યોતિષીઓના કહેવા મુજબ મહાશિવરાત્રી ઉપર કાળા વસ્ત્રો પહેરવા જોઈએ નહીં.
5. એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તેમને અર્પણ કરેલા પ્રસાદ ન ખાવા જોઈએ.

 

આ પણ વાંચો: Hanuman Chalisa: હનુમાન ચાલીસાનો પ્રભાવ બદલી દેશે તમારું જીવન

Next Article