AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિવ પૂજા : શિવલિંગ પર ભુલથી પણ ન ચઢાવો આ 7 વસ્તુ, નહીં તો ભોલેનાથ થશે નારાજ

ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે અને તમામ પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે. શિવલિંગની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને કેટલીક વસ્તુઓ ભૂલથી પણ શિવલિંગને ચઢાવવામાં આવતી નથી.

શિવ પૂજા : શિવલિંગ પર ભુલથી પણ ન ચઢાવો આ 7 વસ્તુ, નહીં તો ભોલેનાથ થશે નારાજ
Shivling Puja
| Updated on: Dec 11, 2023 | 9:12 AM
Share

દેવોના દેવ મહાદેવ તેમના ભક્તોની પ્રાથના ખૂબ જ ઝડપથી સાંભળે છે. ભગવાન શિવની જ્યારે મનથી પૂજવામાં કરવામાં આવે ત્યારે તુરંત પ્રસન્ન થાય છે, તેથી તેમને સૌથી પ્રિય દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જો ધ્યાન રાખવામાં ન આવે તો પૂજાનું ફળ મળતું નથી અને ભગવાન પણ ક્રોધિત થાય છે.

માસિક શિવરાત્રીનો દિવસ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. ભગવાન ભોલેનાથની પૂજા કરવાની સાથે શિવલિંગની પૂજા કરવાના પણ અલગ-અલગ નિયમો છે, જે અનુસાર આપણે ભૂલથી પણ કેટલીક વસ્તુઓ ન ચઢાવવી જોઈએ, નહીં તો ભગવાન શિવ ગુસ્સે થઈ શકે છે.

શિવલિંગનો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે. શિવલિંગની પૂજા દરમિયાન કઈ વસ્તુઓ ચઢાવવાની મનાઈ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. શિવપુરાણ અનુસાર જો ભૂલથી પણ આ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે તો ભગવાન શંકર પ્રસન્ન થવાને બદલે પોતાના ભક્ત પર નારાજ થઈ જાય છે અને તમે પુણ્ય પ્રાપ્ત કરવાને બદલે પાપમાં ભાગીદાર બની જાવ છો.

શિવલિંગ પર આ વસ્તુઓ ન ચઢાવો

તુલસીનો છોડ

ભગવાન નારાયણની પૂજા તુલસી વિના ક્યારેય પૂર્ણ થતી નથી, પરંતુ ભૂલથી પણ શિવલિંગ પર તુલસી ન ચઢાવવી જોઈએ. આવું કરવા પાછળની માન્યતા એવી છે કે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ ભગવાન શિવે કર્યો હતો અને તુલસી પણ લક્ષ્મી સ્વરૂપ છે. તેથી શિવલિંગ પર તુલસીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.

કેતકી ફૂલ

કેતકી ફૂલે બ્રહ્માના કહેવા પર ભગવાન શંકર સાથે ખોટું બોલ્યા હતા, જેના કારણે ભગવાન શંકર ખૂબ જ નારાજ થયા હતા. તે પછી ભગવાન શંકરે કેતકીને શ્રાપ આપ્યો કે તેનો ઉપયોગ ક્યારેય ભગવાન શિવની પૂજામાં નહીં થાય.

નાળિયેર પાણી

ભગવાન શિવને શ્રીફળ ચઢાવવામાં આવે છે પરંતુ નારિયેળ પાણીથી શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે અને ધનની હાનિ થાય છે.

શંખથી અભિષેક

અન્ય દેવી-દેવતાઓને શંખથી અભિષેક કરી શકાય છે પરંતુ શિવલિંગ પર ક્યારેય શંખનો અભિષેક ન કરવો જોઈએ. એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં ભગવાન શંકરે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તે જ રાક્ષસમાંથી શંખનો જન્મ થયો હતો, ત્યારબાદ શિવલિંગને શંખ ચઢાવવામાં આવતો નથી.

તૂટેલા ચોખા

ભગવાન શિવને ચોખા ખૂબ જ પ્રિય છે પરંતુ તૂટેલા ચોખા ક્યારેય પણ શિવલિંગને ન ચઢાવવા જોઈએ. આમ કરવાથી ભગવાન શંકર ક્રોધિત થાય છે. શિવલિંગની પૂજા કરતી વખતે હંમેશા આખા ચોખા જ ચઢાવવા જોઈએ.

કાળા તલ

શિવલિંગનો જલાભિષેક કરતી વખતે અથવા દૂધનો અભિષેક કરતી વખતે ક્યારેય તલનો ઉપયોગ ન કરો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના મિલનથી કાળા તલનો જન્મ થયો છે, તેથી તેને ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવવો જોઈએ.

સિંદૂર અને હળદર

શિવલિંગ પર હળદર અને સિંદૂરનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે કારણ કે આ બંને સુંદરતા દર્શાવે છે અને ભગવાન શંકર હંમેશા તેમના શરીર પર ભસ્મ લગાવે છે છે અને તેમને સુંદરતા બિલકુલ પસંદ નથી. ભગવાન શંકર શ્રીગાંરની વસ્તુ સ્વાકારતા નથી, તેથી શિવલિંગ પર સિંદૂર અને હળદર ન ચઢાવવી જોઈએ.પરંતુ માતા પાર્વતીની પૂજામાં હળદરનો ઉપયોગ કરી શકાય છે.

ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
નર્મદાના સાગબારા કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતાઓ વચ્ચે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
બાળકો માટે ખાસ યોજનાઓ બનાવો, જીવનસાથી સાથે થોડો તણાવ શક્ય છે
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
જય ભોલે ગ્રુપે અંબાજીમાં ₹43.51 લાખની કિંમતનો મુગટ અર્પણ કર્યો
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
ગુજરાત હાઈકોર્ટે A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુક્યો સ્ટે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
રાજ્યની તમામ 185 નદીના કાંઠા વિસ્તારોમાં વનવિભાગ વૃક્ષારોપણ કરશે
g clip-path="url(#clip0_868_265)">