મહા શિવરાત્રિ 2022 – મહા શિવરાત્રિ પર ભગવાન શિવને ઘરાવો તેમનો પ્રિય ભોગ ઠંડાઇ અને મેળવો તેમની કૃપા
ભગવાન શિવને ઠંડાઈનો ભોગ ખૂબ જ પ્રિય છે. આ માટે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભગવાન શિવને ઠંડાઈનો ભોગ ધરાવવામાં આવે છે.
આ પવિત્ર દિવસે મહાદેવ અને પાર્વતીદેવીના લગ્નના પવન દિવસે ભક્તો વહેલી સવારથી શિવ મંદિરોમાં જઈને પૂજા- અર્ચના કરે છે. દરેક શિવ મંદિરોમાં ઠંડાઈનો ભોગ લગાવ્યા બાદ ભક્તોને તેનું વિતરણ કરવામાં આવે છે. ઠંડાઈ ભાંગ અને ભાંગ વિના પણ બનાવી શકાય છે. ઠંડાઈના પ્રસાદ વિના મહાશિવરાત્રીનું પર્વ જ અધૂરું છે. અમે તમને આજે ઠંડાઈ ભાંગ વિના ઘરે કેવી રીતે બનાવવી તેની રીત જણાવીશું.
ઠંડાઈ બનાવવા માટેની સામગ્રી –
જે માટે 1 લિટર દૂધ, 1 કપ બદામ, 6 ચમચી ખસખસ, 1 કપ વરિયાળી, 2 ચમચી કાળા મરી, 5 લીલી એલચી, 4 ચમચી તરબૂચના બીજ, 4 ચમચી કાકડીના બીજ, 2 ચમચી ગુલાબના પાંદડા, ખાંડ સ્વાદ મુજબ.
આવી રીતે તૈયાર કરો –
સૌપ્રથમ એક બાઉલમાં બદામ, તરબૂચ અને કાકડીના બીજ, ખસખસ, વરિયાળી, ગુલાબના પાન, કાળા મરી અને એલચીને આખી રાત પાણીમાં પલાળી રાખો. યાદ રાહ કે બદામને અલગથી પલાળવાની છે. સવારે બદામના ફોતરાં કાઢી લો અને બાકીની સામગ્રીને પાણી સાથે મિક્સ કરી લીધા બાદ એકદમ ઝીણી પેસ્ટ બનાવી લો. હવે દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર ખાંડ નાંખો અને જો તમને પસંદ પડે તો કેસર પણ નાંખી શકો છો.
હવે ગ્લાસમાં પાણી લો અને મલમલનું કપડું લો. પેસ્ટને કપડામાં નાખો અને પાણી ઉમેરીને પેસ્ટને ગાળી લો. ત્યાર બાદ તેને થોડી વાર માટે ફ્રીજમાં રાખો. જો તમને પસંદ હોય તો ડ્રાયફ્રુટ્સને બારીક કાપીને ઠંડાઈ પર પણ ગાર્નિશ કરી શકો છો. ચિલ્ડ થયા બાદ તેમાં બરફ ઉમેરો. આ પછી મહાદેવને ભોગ લગાવો અને બધાને પ્રસાદ તરીકે વહેંચો.
મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર ભાંગ વગરની અલગથી ઠંડાઈ બનાવવાની આ સરળ રેસીપી છે.
ઠંડાઈનું મહત્વ અને ફાયદા જાણો –
જ્યારે મહાદેવે સમુદ્ર મંથન દરમિયાન વિષપાન કર્યું હતું, ત્યારે તેમના શરીરમાં ભયંકર અગ્નિ ઉત્પન્ન થઈ હતી. ત્યારે તેમને ઠંડી વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. જેનાથી તેમના શરીરને ઠંડક મળી હતી. ત્યારથી, તેમને ભક્તો દ્વારા ઠંડી વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે. આથી મહાદેવને ઠંડાઈનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.
આ ઉપરાંત મહાશિવરાત્રિના તહેવારના થોડા સમય બાદ ઉનાળાની ઋતુ શરૂ થાય છે. ઉનાળાની ઋતુમાં ઠંડાઈ ખૂબ જ ફાયદાકારક પીણું છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને પેટમાં બળતરા, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. આ સિવાય તે તમારા મનને પણ શાંત રાખે છે.
આ પણ વાંચો – Maha Shivratri 2022 : રુદ્રાભિષેક મહાદેવને પ્રસન્ન કરવાનો કારગર ઉપાય છે, તેનાથી બધી પરેશાનીઓ થશે દૂર
આ પણ વાંચો – Maha Shivratri Mahadev Puja Vidhi: જાણો શું છે રીવાજ ? કેવી રીતે કરાશે મહાદેવની પુજા-વિધી
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)