Lagna Muhurat 2022: આ વર્ષે છે 51 શુભ લગ્ન મુહૂર્તો, જાણો 2022માં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના લગ્ન મુહૂર્તો વિશે
Lagna Muhurat 2022: જ્યોતિષ શાસ્ત્રો અનુસાર લગ્ન માટે સમયની પસંદગી કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો લગ્નનો દિવસ સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર હોય તો તે ખૂબ જ શુભ છે.
Lagna Muhurat 2022: હિંદુ ધર્મશાસ્ત્રોમાં શ્રેષ્ઠ મુહૂર્ત અને તિથિનું લગ્ન સમારોહ માટે વિશેષ મહત્વ છે. શ્રેષ્ઠ મુહૂર્ત વિના લગ્નના અવસરો પૂર્ણ થઈ શકતા નથી. દર વર્ષે આવા ઘણા અવસરો આવે છે, જ્યારે આપણને લગ્ન માટે શુભ મુહૂર્ત મળે છે.
જ્યારે અમુક મહિનાઓ માટે કોઈ મુહૂર્ત જ નથી હોતા. જો તમે તમારા પરિવારમાં શુભ લગ્ન સમારંભ માટે શુભ મુહૂર્ત શોધી રહ્યા છો તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. લગ્ન જેવા શુભ કાર્ય માટે શ્રેષ્ઠ મુહૂર્ત પસંદ કરતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને વર્ષ 2022ના તમામ 12 મહિનામાં લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત (Shubh Vivah Muhurat 2022) ક્યારે છે? જેવી તમામ બાબત વિશે કાશી વિશ્વનાથ મંદિરના પંડિત અને જ્યોતિષ દીપક માલવિયા અહીં વિગતવાર જણાવી રહ્યા છે.
લગ્ન માટે શ્રેષ્ઠ સમય ક્યારે?
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર લગ્ન માટે સમયની પસંદગી કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો લગ્નનો દિવસ સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર હોય તો તે ખૂબ જ શુભ છે. મંગળવાર લગ્ન માટે સારો દિવસ માનવામાં આવતો નથી. આ સિવાય દ્વિતિયા તિથિ, તૃતીયા તિથિ, પંચમી તિથિ, સપ્તમી તિથિ, એકાદશી તિથિ, ત્રયોદશી તિથિ સારી અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જ્યારે ચતુર્થી, નવમી, ચતુર્દશી તિથિ લગ્ન માટે સારી માનવામાં આવતી નથી. એ જ રીતે, જ્યારે બે ગ્રહો અસ્ત થઈ જાય છે, ત્યારે લગ્ન માટે મુહૂર્ત કરવામાં આવતું નથી. લગ્નના શુભ મુહૂર્તને જોતા શુક્ર અને ગુરુ નિશ્ચિતપણે માનવામાં આવે છે. જ્યારે પણ ગુરુ અને શુક્ર અસ્ત થાય છે, ત્યારે તે સમયે કોઈ શુભ કાર્ય અને લગ્ન કરવામાં આવતા નથી.
વર્ષ 2022માં લગ્ન માટેનો શુભ સમય
- જાન્યુઆરી મહિનામાં લગ્ન માટેની શુભ તારીખો – 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30
- ફેબ્રુઆરી મહિનામાં લગ્ન માટેની શુભ તારીખો – 4, 5,6, 9, 10, 11, 16, 17, 18, 19, 20
- એપ્રિલ મહિનામાં લગ્ન માટેની શુભ તારીખો – 17, 19, 20, 21, 22, 23, 27, 28
- મે મહિનામાં લગ્ન માટેની શુભ તારીખો – 2, 3, 4, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 21, 22, 26
- જૂન મહિનામાં લગ્ન માટેની શુભ તારીખો – 1, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 21, 22, 26
- જુલાઈ મહિનામાં લગ્ન માટેની શુભ તારીખો – 3, 4, 5, 6, 7, 8, 9
- નવેમ્બર મહિનામાં લગ્ન માટેની શુભ તારીખો – 25, 26, 27, 28
- ડિસેમ્બર મહિનામાં લગ્ન માટેની શુભ તારીખો- 2, 3, 7, 9, 13, 14
આ પણ વાંચો: Ekadashi 2022 List: જાણો વર્ષ 2022માં ક્યારે ક્યારે છે એકાદશી, આ રહ્યું સમગ્ર લિસ્ટ
આ પણ વાંચો: Astrology: કુંડળીમાં શુક્ર બળવાન ન હોય તો ધનનો હોઈ શકે છે અભાવ! કરો આ લાભકારી ઉપાય