Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ કઈ દિશામાં વૃક્ષ વાવવાથી આર્શીવાદ મળે છે? જાણો

સનાતન પરંપરામાં આવા ઘણા વૃક્ષો (tree) અને છોડ છે જે સુખ અને સમૃદ્ધિથી લઈને સૌભાગ્યમાં વધારો કરે છે, પરંતુ ઘરની અંદર અને બહાર ઝાડને વાવતા સમયે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ કઈ દિશામાં વૃક્ષ વાવવાથી આર્શીવાદ મળે છે? જાણો
File Photo

ઘરના આંગણામાં વાવેલા વૃક્ષો અને છોડ, ઠંડી છાયા, ફળો અને ફૂલો અને જીવન જીવવા માટે સૌથી અમૂલ્ય વસ્તુ ઓક્સિજન આપવાની સાથે સાથે આપણું સૌભાગ્ય વધારે છે. વાસ્તુ અનુસાર જ્યારે આપણે તેને ઘરની અંદર અથવા તેની નજીક વાવીએ છીએ, ત્યારે તેની શોભા વધે છે. ચાલો જાણીએ કે પવિત્ર વૃક્ષો અને છોડ ક્યાં લગાવવા કે જે ઘરની સુંદરતાની સાથે શોભા વધારે છે.

 

આંબો : આ વૃક્ષની ખાસિયત એ છે કે તેના લાકડાથી લઈને ફળો, બીજ, પાંદડા સુધીની દરેક વસ્તુ આપણા માટે ખૂબ ઉપયોગી છે. આ પવિત્ર વૃક્ષ ઘરથી પૂર્વ અને ઉત્તરની મધ્યમાં હોય તો તેને શુભ માનવામાં આવે છે.

 

જાંબુ : જાંબુનું ફળ ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. તેનું વૃક્ષ ઘરથી દક્ષિણ પશ્ચિમની મધ્યમાં રોપવાથી શુભ ફળ મળે છે.

 

દાડમ – ઘરની બહાર દાડમનું વૃક્ષ અગ્નિ દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે. રક્ત સંબંધિત વિકારો દૂર કરવા માટે દાડમ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

 

આંબલી – આંબલીનો છોડ વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ -પૂર્વ દિશામાં વાવવું જોઈએ.

 

બીલીપત્ર – ઘરની પશ્ચિમ દિશામાં બીલીપત્રનું વૃક્ષ લગાવવું જોઈએ. આ વૃક્ષના પાંદડા અને ફળોનો ખાસ ઉપયોગ ભગવાન શિવની પૂજામાં થાય છે. આ એક ખૂબ જ પવિત્ર વૃક્ષ છે. આ વૃક્ષની છાયા ખૂબ જ ઠંડી અને ફાયદાકારક છે.

 

આંબળા – બીલીપત્રની જેમ આંબળાનું વૃક્ષ પણ પૂજનીય છે અને તેનું ફળ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વાસ્તુ અનુસાર આ વૃક્ષ ઘરના ઈશાન ખૂણામાં લગાવવું જોઈએ.

 

જેકફ્રૂટ – વાસ્તુ અનુસાર ઘરની અંદર જેકફ્રૂટનું વૃક્ષ ન લગાવવું જોઈએ. તમે તેને તમારા ઘરની બહાર ઈશાન અને પૂર્વ દિશા વચ્ચે મૂકી શકો છો.

પીપળો – પીપળાનું વૃક્ષ દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ વૃક્ષને ઘરમાંથી પશ્ચિમ દિશામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

 

વડ – પીપળાના ઝાડની જેમ વડનું  ઝાડ પણ હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ વૃક્ષ તમામ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવા માટે કહેવાય છે. વાસ્તુ અનુસાર આ વૃક્ષનું ઘરથી પૂર્વ દિશામાં હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

 

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

 

 

આ પણ વાંચો : Afghanistan Crisis: તાલિબાનની પ્રથમ યોજના કાબુલ એરપોર્ટને ફરી શરૂ કરવાની, એક્સપર્ટ્સ ટીમ મદદ માટે પહોંચી

 

આ પણ વાંચો :CBIનો એ ખાનગી રિપોર્ટ કે જેનામાં ધરબાયેલો હતો બીજા ‘દાઉદ’ જન્મવાનો એ રાઝ

Click on your DTH Provider to Add TV9 Gujarati