Kam Ni Vaat: શ્રવણ તીર્થ દર્શન યોજનામાં સરકાર ઉપાડશે 75 ટકા ખર્ચ, જાણો શું છે યોજના અને કેવી રીતે લેશો તેનો લાભ

|

Aug 27, 2022 | 5:28 PM

ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રવણ તીર્થ દર્શન યોજનામાં ગુજરાત સરકાર દ્વારા સિનિયર સિટીઝન લોકોને જાત્રા કરાવવામાં આવે છે, જેમાં 75 ટકા ટ્રાવેલ્સ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા સહાયરૂપે આપવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા શ્રવણ તીર્થ દર્શન યોજના (Shravan Tirtha Darshan Yojana) શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા સિનિયર સિટીઝન (Senior Citizen) લોકોને જાત્રા કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ જાત્રા કરનાર લોકોને 75 ટકા ટ્રાવેલ્સ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા સહાયરૂપે આપવામાં આવે છે. શ્રવણે તેમના વૃદ્ધ માતાપિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી હતી, જેથી તેઓ બધા દેશવાસીઓના હ્રદયમાં અનોખું સ્થાન ધરાવે છે. આજે આધુનિક યુગમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ શ્રવણ તીર્થ દર્શન યોજના,શ્રવણના માતા પિતાની યાદ અપાવે છે. ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. જેમાં સિનિયર સિટીઝન લોકોને ગુજરાત રાજ્યના ધર્મસ્થાનો પર દર્શન કરવામાં સરળતા રહેશે અને સરળતાથી જઈ શકાશે.

શ્રવણ તીર્થ દર્શન યોજનાની વિશેષતાઓ

  1. ગુજરાત રાજ્યમાં વસતા લોકો કે જેમની ઉંમર 60 વર્ષ કે તેનાથી વધુ હોય તેવા લોકો આ યોજનાનો લાભ લઈ શકશે.
  2. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (State Road Transport Corporation) એટલે કે એસટી બસ (ST Bus) ખાતે ખાનગી બસ અથવા લક્ઝરી બસના પ્રવાસ ભાડાના 75 ટકા રકમ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
  3. આમ ખાનગી બસ ભાડે કરવામાં આવે તથા એસટી બસનું ભાડું (ST bus fare) , બેમાંથી જે ઓછુ હોય તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
  4. આ યોજનાનો લાભ એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વાર લઈ શકશે.
  5. આ યોજના હેઠળ કુલ 2 રાત્રિ અને 3 દિવસના પ્રવાસની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.

આ યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવશે. કોઈ વ્યક્તિગત રીતે આ યોજનાનો લાભ લેવા માંગે તો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. પરંતુ તેણે 30 લોકોનું ગ્રૂપ બનાવીને બસ ભાડે કરાવીને આ યોજનાનો લાભ મેળવી શકશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

અરજી કરનાર વ્યક્તિઓના મતદાર આઈડી કાર્ડ
આધારકાર્ડ
રેશનકાર્ડ
ગાડી ચલાવવા માટેની પરવાનગી
પાસપોર્ટ સાઇઝના ફોટા
રહેઠાણનું પ્રમાણપત્ર- ગેસ બિલ, લાઈટ બિલ વગેરે

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

યોજના માટે કેવી રીતે કરવી અરજી?

  1. સૌપ્રથમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સત્તાવાર વેબસાઈટ yatradham.gujarat.gov.in પર જાઓ.
  2. હોમપેજ પર શ્રવણ તીર્થ માટે બુકિંગ લિંક પર સ્ક્રોલ કરો અને પછી રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
  3. જ્યાં તમને ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના ઓનલાઈન નોંધણી ફોર્મ દેખાશે.
  4. નોંધણી ફોર્મમાં તમામ વિગતો ભરો અને પછી લોગઈન કરો.
  5. લોગઈન કર્યા પછી જરૂરી વિગતો ભરો.
  6. સચોટ રીતે વિગતો ભર્યા પછી ફોર્મ સબમિટ કરી દો.
Next Article