
હિંદુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં સમયની ગણતરીને વિશેષ મહત્વ અપાયુ છે. જેમા એક અત્યંત મહત્વનો અને સંવેદનશલ સમયગાળો પંચકનો હોય છે. આજે 6 જૂનથી 11 જૂન સુધી મૃત્યુ પંચક શરૂ થઈ રહ્યો છે. જ્યારે ચંદ્રમાં ઘનિષ્ઠા થી લઈને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરે છે તેને પંચક તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં, આ સમયને ઘણો સંવેદનશીલ અને પડકારભર્યો માનવામાં આવે છ. આ સમય દરમિયાન અડચણો વધુ આવે છે આથી જ આ દિવસોમાં કેટલાક ચોક્કસ કાર્યો કરવાની મનાઈ કરવામાં આવી છે.
જૂન 2026માં પંચકની શરૂઆત 6 જૂન શનિવારે સાંજે 07.03 વાગ્યાથી શરૂ થાય છે. આ અવધિ 11 જૂન 2026 ગુરુવારની સવાર 08.16 વાગ્યા સુધી રહેશે. જો કે પંચક શનિવારે શરૂ થઈ રહ્યો છે, આથી તેને મૃત્યુ પંચકની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જેને જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ઘણો જ અશુભ અમંગલકારી ગણવામાં આવે છે.
ગરુડ પુરાણ અને જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણભૂત ગ્રંથ મુહૂર્ત ચિંતામણીમાં જણાવ્યા અનુસાર, શનિવારથી શરૂ થતા આ કાળ દરમિયાન ન્યાયના દેવ શનિદેવ અને કાળના દેવ યમરાજની સંયુક્ત ક્રુર દૃષ્ટિ પૃથ્વી પર પડતી હોવાથી બ્રહ્માંડમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જેના લીધે આ 5 દિવસોમાં અકાળ મૃત્યુ, ભયાનક અકસ્માત અને અણધાર્યા વિનાશની સંભાવનાઓ અનેકગણી વધી જાય છે.
શાસ્ત્રોમાં સ્પષ્ટ સૂચવ્યુ છે કે આ સમયગાળા દરમિયાન દક્ષિણ દિશામાં, પ્રવાસ કરવો, નવો પલંગ બનાવવો કે ઘરનું ધાબુ ભરવું જેવા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ. આવુ કરનાર વ્યક્તિ પોતાના જ હાથે જ સમસ્યાઓને આમંત્રણ આપે છે.
ગરૂડ પુરાણમાં મૃત્યુ પંચક કાળ અંગે સખત ચેતવણી આપવામાં આવે છે કે જો આ કાળ દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો પંચક દોષ લાગે છે. આ પંચક દોષના કારણે પરિવારના અન્ય પાંચ સભ્યોના જીવ પર પણ સીધુ મોતનું સંકટ આવે છે. યમરાજના આ પિશાચી પ્રકોપ અને કુટુંબના વિનાશને રોકવા માટે, સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરતી વખતે મૃતદેહની સાથે ઘઉંના લોટ અથવા કુશ (પવિત્ર ઘાસ) ના 5 જીવતા પૂતળા બનાવીને તેમને પણ અગ્નિ દાહ આપવો પડે છે. જેથી યમરાજ અન્ય પાંચ સભ્યો છોડીને આ પૂતળાઓને બલિ સ્વીકારી લે છે. જો આ વિધિમાં સહેજ પણ ચૂક થઈ તો તે આખા વંશને પાયમાલ કરી નાખે છે. તેથી જ આ ચોક્ક, સમગગાળા દરમિયાન અત્યંત સાવધાની રાખવી અનિવાર્ય ગણાવાઈ છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પંચકના પાંચ દિવસો દરમિયાન નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધુ હોય છે, આથી આ કાર્યોથી બચવાની સલાહ આપવામાં આવે છે.
આ કાળ દરમિયાન મનમાં નકારાત્મક્તા ન આવવા દો અને સાત્વિક વિચારોનું પાલન કરો. જો કે આ મૃત્યુ પંચક છે, આથી વિવાદોથી દૂર રહો અને શાંતિ રાખવી તમારા માટે શ્રેષ્ઠ છે. માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરનાર વ્યક્તિ નકારાત્મક પ્રભાવોથી બચી શકે છે.