Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 08 ઓગસ્ટ: ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવુતિમાં તમારો ઝુકાવ વધશે, જમીન સંબંધિત કોઈ કામ કરવા માટે શ્રેષ્ઠ સમય

|

Aug 08, 2021 | 7:13 AM

Aaj nu Rashifal: નજીકના મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે. જો કે, તમારા પ્રયત્નો સંબંધને ફરી મધુર બનાવશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 08 ઓગસ્ટ: ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવુતિમાં તમારો ઝુકાવ વધશે, જમીન સંબંધિત કોઈ કામ કરવા માટે શ્રેષ્ઠ સમય
Horoscope Today

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર : ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવુતિમાં તમારો ઝુકાવ વધશે, જેથી તમારા વ્યક્તિત્વ અને દિનચર્યામાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે. પરંતુ કોઈ ખાસ કામ કરતા પહેલા તેના પર સંપૂર્ણ સંશોધન કરો અને બાદમાં તેનો અમલ કરો. જેથી ચોક્કસપણે તમને યોગ્ય પરિણામ મળશે. તમારા નમ્ર સ્વભાવને કારણે લોકો સરળતાથી તમારી તરફ આકર્ષિત થશે.

નજીકના મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે. જો કે, તમારા પ્રયત્નો સંબંધને ફરી મધુર બનાવશે. જો જમીન સંબંધિત કોઈ કામ કરવા માટે શ્રેષ્ઠ સમય છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ધંધામાં કેટલાક ફેરફારો કરવાની જરૂર છે, જેનાથી સિસ્ટમમાં વધુ સુધારો આવશે. પરંતુ ભાવનાત્મકતાને બદલે, વ્યવહારિક રીતે કાર્યો પૂર્ણ કરો. લોકો તમારા નમ્ર અને શાંતિપૂર્ણ સ્વભાવનો ખોટો લાભ પણ લઈ શકે છે. આ સપ્તાહે નોકરી કરતા લોકો પર કામનો બોજ વધુ રહેશે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને ઘરમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે. જેને કારણે તમારા કામમાં અને વ્યવસાયમાં સંપૂર્ણ ઉર્જા સાથે યોગદાન આપી શકશો.

સાવચેતી- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર.

શુભ રંગ – વાદળી
શુભ અક્ષર – લ
ફ્રેંડલી નંબર – 2

Published On - 7:11 am, Sun, 8 August 21

Next Article