Bhakti :અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !

સામાન્ય રીતે કોઈ પણ મંદિરમાં પ્રવેશ પૂર્વે બૂટ-ચંપલને બહાર ઉતારી દેવાની પ્રથા હોય છે. પણ, તમને નવાઈ લાગશે કે અહીં તો મંદિરમાં ભક્તો ચંપલની જોડીઓ કે ચંપલના હાર લઈને આવે છે.

Bhakti :અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !
અહીં મંદિરમાં ચંપલની માળા અર્પણ કરવાની પ્રથા !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 30, 2021 | 10:39 AM

ભલે દરરોજ ન જઈ શકાય, પણ, શુભ અવસરે તો મંદિરમાં (Temple) તમે ચોક્કસથી જતા જ હશો. તે સમયે દેવી-દેવતાને અર્પણ કરવા માટે નાળિયેર, મીઠાઈ કે ફૂલહાર પણ તમે જરૂરથી સાથે લેતાં જ હશો. પણ, શું તમે ક્યારેય કોઈ એવાં મંદિર વિશે સાંભળ્યું છે કે જ્યાં શ્રદ્ધાળુઓ ચંપલ લઈને મંદિરે જતા હોય ! એટલું જ નહીં, દેવીની સન્મુખ ચંપલનો હાર અર્પણ કરતા હોય ! આવો, આજે આપણે કરીએ સૌથી અનોખાં જ સ્થાનકની વાત.

કર્ણાટકના ગુલબર્ગ જિલ્લામાં લકમ્મા દેવીનું મંદિર આવેલું છે. અહીં દર વર્ષે એકવાર ‘ફૂટવેર ફેસ્ટિવલ’ એટલે કે ચંપલના ઉત્સવનું આયોજન થાય છે. સામાન્ય રીતે કોઈ પણ મંદિરમાં પ્રવેશ પૂર્વે બૂટ-ચંપલને બહાર ઉતારી દેવાની પ્રથા હોય છે. પણ, તમને નવાઈ લાગશે કે આ ચંપલ ઉત્સવના અવસરે તો લકમ્મા દેવીના મંદિરમાં ભક્તો ચંપલની જોડીઓ કે ચંપલના હાર લઈને આવે છે અને દેવીની સન્મુખ તેને ધરી પોતાની મનશા અભિવ્યક્ત કરે છે. માન્યતા એવી છે કે આ ભેટથી પ્રસન્ન થઈને દેવી ઝડપથી ભક્તોની મનોકામના પૂર્ણ પણ કરે છે.

ક્યારે ઊજવાય છે ઉત્સવ ? દર વર્ષે દિવાળીના છઠ્ઠા દિવસે આ ચંપલ ઉત્સવનું આયોજન થાય છે. લોકો સમગ્ર વર્ષ આ ઉત્સવની આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે ભક્તો ચંપલની માળાઓ લઈને મંદિરે આવે છે. તે માળા સાથે દેવી સન્મુખ કામના અભિવ્યક્ત કરે છે અને પછી મંદિર બહારના વૃક્ષ પર તે માળા લગાવીને પરત ફરે છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

શું છે માન્યતા ? ગુલબર્ગમાં આવેલું લકમ્મા દેવીનું સ્થાનક લગભગ 600 વર્ષ પ્રાચીન છે. માન્યતા અનુસાર અહીં દેવીને ચંપલની માળા અર્પણ કરવાથી તે ઝડપથી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલું જ નહીં, દેવી દુષ્ટ શક્તિઓથી ભક્તોની રક્ષા કરતાં હોવાની પણ માન્યતા છે. જે લોકોને પગની કે ઘૂંટણની પીડા હોય તેવાં શ્રદ્ધાળુઓ તો ખાસ અહીં માને ચંપલ અર્પણ કરવા આવે છે. કહે છે કે તેનાથી દેવી પીડામાંથી ઝડપથી રાહત અપાવે છે.

કેવી રીતે શરૂ થઈ પ્રથા ? પૂર્વે જ્યારે બલિપ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે, દેવીને અહીં બળદની બલિ આપવામાં આવતી. ત્યારબાદ આ પ્રથા બંધ થતાં અહીં ચંપલ ઉત્સવની શરૂઆત થઈ. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આ ઉત્સવના અવસરે મંદિરમાં આવે છે. અને હરખભેર દેવીને ચંપલની ભેટ ધરે છે.

આ પણ વાંચો :રોગપ્રતિકારક ક્ષમતાને કેવી રીતે વધારશે રેકી ? જાણો કુદરતી ઉપચાર પદ્ધતિનું મહત્વ

g clip-path="url(#clip0_868_265)">