Guru Purnima 2021 : શનિની સાડાસાતી અને ઢય્યાથી પીડિત 5 રાશિના લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવા જોઈએ આ ઉપાય !

|

Jul 21, 2021 | 11:34 AM

આ વખતે ગુરુ પૂર્ણિમાના દિવસે શનિદેવની ઉપાસના માટે વિશેષ યોગ બની રહ્યા છે. આ સ્થિતિમાં, 5 રાશિના લોકો માટે આ એક ખાસ તક છે કે જેઓ આ સમયે શનિદેવની સાડાસાતી અને ઢય્યામાંથી પસાર થઈ રહ્યા છે.

Guru Purnima 2021 : શનિની સાડાસાતી અને ઢય્યાથી પીડિત 5 રાશિના લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવા જોઈએ આ ઉપાય !
ગુરુ પૂર્ણિમા

Follow us on

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા (Guru Purnima) કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ આ દિવસે થયો હતો. ગુરુ વેદ વ્યાસ એ મનુષ્યોને ચાર વેદોનું જ્ઞાન આપનારા પ્રથમ વ્યક્તિ હતા, તેથી તેમની જન્મ તારીખ ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાય છે, તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 24 જુલાઈએ ઉજવાશે.

જ્યોતિષીઓ માને છે કે આ વખતે ગુરુ પૂર્ણિમાના દિવસે શનિદેવની ઉપાસના માટે વિશેષ યોગ બની રહ્યા છે. આ સ્થિતિમાં, 5 રાશિના લોકો માટે આ એક ખાસ તક છે કે જેઓ આ સમયે શનિદેવની સાડાસાતી અને ઢય્યામાંથી પસાર થઈ રહ્યા છે, તેઓ આ મુશ્કેલીઓથી મુક્તિ મેળવશે. ગુરુ પૂર્ણિમાના દિવસે આવા લોકો શનિદેવને લગતા કેટલાક ઉપાય કરશે તો તમામ મુશ્કેલીઓથી પોતાને બચાવી શકે છે.

શનિદેવની સાડાસાતી અને ઢય્યા આ રાશિ પર ચાલે છે

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

જ્યોતિષના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ સમયે ત્રણ રાશિના જાતકો ધન, મકર અને કુંભ રાશિમાં શનિની સાડાસાતીનો સામનો કરવો પડી રહ્યો છે. શનિ સાડાસાતી દરમિયાન વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની ઢય્યા મિથુન અને તુલા બે રાશિમાં ચાલી રહી છે. જ્યારે કોઈ પણ રાશિમાં શનિ અઢી વર્ષ રહે છે, ત્યારે તેને શનિની ઢય્યા કહેવામાં આવે છે. આ દરમિયાન, વ્યક્તિને વિવાહિત જીવન, પ્રેમ સંબંધ અને કારકિર્દી વગેરેમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ ઉપાયથી સંકટ દૂર થશે

1. શનિવારે કાળા કૂતરાને રોટલી પર સરસવનું તેલ લગાવી ખવડાવો. જો કાળો કૂતરો ન મળે, તો તમે કોઈ પણ કૂતરાને ખવડાવી શકો છો.

2. પાણીમાં કાળા તલ નાખીને મહાદેવનો જળાભિષેક કરો. એવું માનવામાં આવે છે કે શનિદેવ મહાદેવને પોતાનો ગુરુ માને છે. આ સ્થિતિમાં, જે લોકો તેમની ઉપાસના કરે છે તેમને મુશ્કેલી નથી આવતી.

3. પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. જો નજીકમાં શનિ મંદિર હોય તો ત્યાં પણ દીવો રાખો.

4. કોઈ પણ જરૂરિયાત મંદને સરસવનું તેલ, કાળા તલ, લોખંડ, કાળી દાળ, કાળા કપડાં વગેરે દાન કરો.

5. હનુમાનજીની પૂજા કરો. એવું કહેવામાં આવે છે કે શનિદેવ હનુમાનજીની પૂજા કરનારા લોકોને પરેશાન કરતા નથી. આ દિવસે તમારે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.

6. પીપળાના વૃક્ષની સાત વખત પ્રદક્ષિણા કરો અને સાથે ‘ઓમ શનૈશ્ચરાય નમ:’ મંત્રનો જાપ કરો. શનિવારે ગુરુ પૂર્ણિમાના દિવસ સિવાય પણ આ ઉપાય કરો.

Next Article