Navratri 2022: આ નવરાત્રીએ હાથી પર સવાર થઈને આવશે મા આદ્યશક્તિ, જાણો કેવી રીતે મળશે લક્ષ્મીના આશીર્વાદ?

|

Sep 25, 2022 | 5:54 AM

નવરાત્રીનું ઘટસ્થાપન (ghatasthapana) અને અનુષ્ઠાન કર્યું હોય તો નિત્ય જ કળશની પૂજા કરો. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ઘરમાં બિલ્કુલ પણ કલેશ ન થાય તેનું ધ્યાન રાખો.

Navratri 2022: આ નવરાત્રીએ હાથી પર સવાર થઈને આવશે મા આદ્યશક્તિ, જાણો કેવી રીતે મળશે લક્ષ્મીના આશીર્વાદ?
Ghatasthapana

Follow us on

માઈભક્તો સમગ્ર વર્ષ દરમિયાન આસો નવરાત્રીના (Navratri 2022) અનુષ્ઠાન માટે આતુર રહેતા હોય છે. કારણ કે, આ અવસર એ મા જગદંબાની (jagdamba) કૃપાપ્રાપ્તિ માટે સર્વોત્તમ મનાય છે. એમાં પણ આ વખતે તો નવરાત્રી સવિશેષ ફળદાયી બનવાની છે. કારણ કે મા જગદંબા હાથી પર આરુઢ થઈને આવી રહ્યા છે. ત્યારે આવો જાણીએ કે કેવાં વિશેષ ફળની પ્રાપ્તિ કરાવશે આ નવરાત્રી? અને કઈ વિધિ સાથે કરેલું ઘટસ્થાપન (ghatasthapana) બનશે લાભદાયી?

નવરાત્રી મહિમા

વર્ષ દરમિયાન આમ તો કુલ ચાર નવરાત્રી આવતી હોય છે. જેમાં બે સાધનાની નવરાત્રી અને બે ગુપ્ત નવરાત્રી હોય છે. આસો માસ અને ચૈત્ર માસની નવરાત્રી એ સાધનાની નવરાત્રી છે. સંસારીઓ અને સાધકો બંન્ને આ નવરાત્રીમાં માની આરાધના કરે છે. જ્યારે ગુપ્ત નવરાત્રીની સાધના મોટાભાગે સંસારીઓ નથી કરતા. આસો માસની નવરાત્રી એ શરદ ઋતુમાં આવતી હોઈ તે શારદીય નવરાત્રી તરીકે પણ ઓળખાય છે. ચારેય નવરાત્રીમાં આ નવરાત્રીની એક આગવી જ મહત્તા છે. એટલે જ તેને મહા નવરાત્રી પણ કહે છે.

વિશેષ સંયોગ

આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ 26 સપ્ટેમ્બર 2022, સોમવારથી થશે અને તેની સમાપ્તિ 4 ઓક્ટોબર 2022, મંગળવારે થશે. ખાસ વાત એ છે કે આ વખતે પૂર્ણ નવરાત્રી છે. એટલે કે, એકપણ તિથિનો ક્ષય નથી. જે સવિશેષ લાભદાયી છે તો સાથે જ આ નવરાત્રીમાં મા જગદંબા હાથી પર આરુઢ થઈને આવશે અને જવાના સમયે પણ હાથી પર જ બિરાજમાન થઈને જશે. કહે છે કે આ શુભ સંયોગ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવનારો બની રહે છે. એટલે કે, આ નવરાત્રીનું ઘટસ્થાપન અને અનુષ્ઠાન સવિશેષ લાભદાયી બની રહેશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

ઘટસ્થાપનના શુભ મુહૂર્ત

સવારે ૬:૪૦ થી ૮:૦૦

સાંજે ૬:૩૫ થી ૭:૩૫

અભિજિત મુહૂર્ત

બપોરે ૧૨:૧૦ થી ૧૨:૫૦

ઘટસ્થાપનાની વિધિ

⦁ શુભ મુહૂર્તમાં માટીના વાસણમાં સપ્ત ધાન્ય મૂકો.

⦁ એક કળશમાં જળ ભરીને તેના ઉપરના ભાગ પર નાડાછડી બાંધો.

⦁ કળશને સપ્ત ધાન્યવાળા માટીના પાત્ર પર મૂકી દો.

⦁ કળશ પર આસોપાલવના પાન મૂકો.

⦁ એક નારિયેળને લાલ વસ્ત્રમાં લપેટી નાડાછડી વડે બાંધી દો.

⦁ નાડાછડી વડે બંધાયેલું નારિયેળ કળશના પાન પર સ્થાપિત કરો.

⦁ કળશની શાસ્ત્રોક્ત પૂજા કરી આદ્યશક્તિનું આવાહન કરો.

⦁ નવરાત્રીના તમામ દિવસો દરમિયાન આસ્થા સાથે કળશની પૂજા કરો

શું રાખશો વિશેષ ધ્યાન ?

⦁ ઘટસ્થાપન અને અનુષ્ઠાન કર્યું હોય તો નિત્ય જ કળશની પૂજા કરો.

⦁ ઘરમાં બિલ્કુલ પણ કલેશ ન થાય તેનું ધ્યાન રાખો.

⦁ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરો. ઉપવાસમાં માત્ર ફળ જ ગ્રહણ કરી શકાય છે !

⦁ જો ઉપવાસ થઈ શકે તેમ ન હોય તો સાદુ ભોજન ગ્રહણ કરો. પરંતુ, આ ભોજન સાત્વિક જ હોવું જોઈએ. કાંદા-લસણ જેવી તામસિક વસ્તુઓથી દૂર રહો.

⦁ અનુષ્ઠાન દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો.

ફળદાયી મંત્ર

ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે ।

રોગમુક્તિ અર્થે:- ।। ઐં નમઃ ।।

લક્ષ્મીપ્રાપ્તિ અર્થે:- ।। હ્રીં નમઃ ।।

યાદશક્તિમાં વૃદ્ધિ અર્થે:- ।। ક્લીં નમઃ ।।

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article