
હિંદુ ધર્મમાં વ્યક્તિના 16 સંસ્કાર સૂચવ્યા છે એ પૈકી ‘અંતિમ સંસ્કાર’ એ 16માં અને છેલ્લા સંસ્કાર છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ ગરુડને પ્રાણીઓના મૃત્યુ, યમલોકની યાત્રા, નરક યોનિ અને સદ્દગતિ જેવા અને ગહન અને રહસ્યમયી વિષયો પર વિસ્તારથી જણાવ્યુ છે. તેમા જ એ મહત્વપૂર્ણ નિયમ એ પણ જણાવ્યો છે કે કોઈ વ્યક્તિનો દાહ સંસ્કાર કર્યા બાદ તેના પરિજનોને સ્મશાન ઘાટ તરફ પાછળ વળીને ન જોવુ જોઈએ. આવુ ન કરવા પાછળ ધાર્મિક કારણ રહેલુ છે.
તમે ઘણીવાર સાંભળ્યુ હશે કે આ જીવન એક ભાડાનું મકાન છે, જેને એક દિવસ છોડીને જવુ જ પડે છે. એટલે કે દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે. આમ છતા મનુષ્ય આ વિષય પર વાત કરવાથી બચે છે અને મૃત્યુ શબ્દથી પણ ડરે છે. મહાભારતમાં યુધિષ્ઠિરે યક્ષને કહ્યુ હતુ કે દુનિયાનુ સૌથી મોટુ આશ્ચર્ય એ જ છે કે મનુષ્ય રોજ કોઈને કોઈ વ્યક્તિને મરતો જુએ છે. પરંતુ પોતાના મૃત્યુ પામવા વિશે ક્યારેય વિચારતો નથી. જ્યારે મૃત્યુ એ નિશ્ચિત અને શાશ્વત છે.
આપણુ શરીર પંચ તત્વો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશનું બનેલુ છે અને એક દિવસ તેમા જ વિલીન થઈ જાય છે. આથી જ મનુષ્ય ચાહે ગમે તેટલી ધન-સંપત્તિ મેળવી લે, અંતમાં તેને બધુ જ અહીં જ છોડીને જવુ પડે છે. ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યુ છે, ‘जातस्य हि ध्रुवो मृत्यु: ध्रुवं जन्म मृतस्य च’અર્થાત, જેમનો જન્મ થયો છે તેમનુ મૃત્યુ નિશ્ચિત છે અને જેમનુ મૃત્યુ થયુ છે તેમનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. આ એક અનંત ચક્ર છે. હિંદુ ધર્મમં જન્મથી મૃત્યુ સુધી 16 સંસ્કાર બતાવવામાં આવ્યા છે. જેમા અંતિમ સંસ્કારને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંસ્કાર સાથે જોડાયેલા અનેક નિયમો ગરુડ પુરાણમાં વર્ણિત છે. જેમા સૂર્યાસ્ત પહેલા દાહ સંસ્કાર, કપાલ ક્રિયા, મુંડન, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ વગેરે. આ જ ક્રમમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે અંતિમ સંસ્કાર બાદ કોઈપણ વ્યક્તિએ પાછળ ફરીને ન જોવુ જોઈએ. તેની પાછળ એક ગહન આદ્યાત્મિક કારણ રહેલુ છે.
ગરૂડ પુરાણ અનુસાર, અગ્નિ સંસ્કાર બાદ શરીર ભલે ભસ્મ થઈ જાય, પરંતુ આત્માનું અસ્તિત્વ રહે છે. ગીતામાં પણ કહેવાયુ છે કે ‘नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः અર્થાત્ આત્માને શસ્ત્રો કાપી નથી શક્તા, ના તો અગ્નિ જલાવી શકે છે. મૃત્યુ બાદ ઘણીવાર આત્મા તેમન પરિજનો પ્રત્યે મોહમાં બંધાયેલી રહે છે અને તેમની આસપાસ ભટક્તી રહે છે. આ મોહને કારણે આત્માને મુક્તિ પ્રાપ્ત કરવામાં સમસ્યા આવે છે. આ મોહને તોડવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ વ્યક્તિ પાછળ વળીને ન જુએ.
જો કોઈ વ્યક્તિ પાછુ વળીને જુએ છે તો તેને સંકેત મળે છે કે તેના પરિજન હજુ પણ તેમનાથી જોડાયેલા છે. જેના કારણે આત્માનો મોહ વધી શકે છે અને તે આ લોકમાં જ ભટક્તી રહે છે. પરંતુ જો કોઈ પાછુ વળીને નથી જોતુ તો આત્માને એ સરળતાથી સમજી જાય છે કે તેનો આ સંસાર સાથેનો સંબંધ હવે પૂર્ણ થયો છે. હવે તેને આગળની યાત્રામાં આગળ વધવુ જોઈએ. આ જ કારણ છે કે 13 દિવસ સુધી ચાલનારી વિધિ પણ આત્મા અને આ સંસાર વચ્ચેના સંબંધોને સમાપ્ત કરવા માટે કરવામાં આવે છે.
આ ઉપરાંત માન્યતા એ પણ છે કે સ્મશાનમાં પાછળ વળીને જોવાથી આત્મા જીવિત વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને બાળકો તેના પ્રભાવમાં જલદી આવી જાય છે. આથી તેમને આગળ ચાલવાની સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં પાછળ વળીને ન જોવુ એક પ્રતિક છે અને એક સંદેશ પણ છે કે હવે આત્માને આ સંસારના બંધનોથી આગળ વધવુ જોઈએ.
Published On - 3:24 pm, Tue, 2 June 26