Garuda Purana : મનુષ્યના પોતાના કર્મો જ નક્કી કરે છે કે તેને સ્વર્ગ મળશે કે નર્ક ? જાણો શું કહે છે ગરુડ પુરાણ !

|

Jul 16, 2021 | 5:22 PM

ગરુડ પુરાણમાં સ્વર્ગ અને નર્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કેટલાક કર્મોના આધારે એવું કહેવામાં આવ્યું છે કે, કયા પ્રકારના કર્મો નર્ક તરફ દોરી જાય છે અને કેવા પ્રકારના કર્મો સ્વર્ગ તરફ દોરી જાય છે.

Garuda Purana : મનુષ્યના પોતાના કર્મો જ નક્કી કરે છે કે તેને સ્વર્ગ મળશે કે નર્ક ? જાણો શું કહે છે ગરુડ પુરાણ !
Garuda Purana

Follow us on

બાળપણથી આપણે બધા સ્વર્ગ અને નર્કની વાર્તાઓ સાંભળીએ છીએ. આ વાર્તાઓ દ્વારા પ્રેરણા આપવામાં આવી છે કે દરેક વ્યક્તિએ હંમેશાં સારા કર્મો કરવા જોઈએ. સારા કર્મો કરવાથી મનુષ્યને મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને ખરાબ કર્મો કરવાથી નર્કનો ભોગ બનવું પડે છે. ગરુડ પુરાણમાં સ્વર્ગ અને નર્કનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કેટલાક કર્મોના આધારે એવું કહેવામાં આવ્યું છે કે. કયા પ્રકારના કર્મો નર્ક તરફ દોરી જાય છે અને કેવા પ્રકારના કર્મો સ્વર્ગ તરફ દોરી જાય છે.

1. ગરુડ પુરાણ મુજબ જે વ્યક્તિ પર સ્ત્રીને એકાંત સ્થળે જોઈ વિચલિત ન થાય અને તેના મનમાં કોઈ પ્રકારની વાસના ન જાગે તેમજ તે સ્ત્રીને તે વ્યક્તિ માતા, બહેન કે પુત્રી તરીકે જુએ છે, આવા વિચારોવાળા વ્યક્તિને સ્વર્ગ મળે છે.

2. જેઓ દુ:ખ, ભય અને ક્રોધને તેમના પર હાવી થવા દેતા નથી અને જેમની ઇન્દ્રિયો પર તેનું નિયંત્રણ હોય છે, તે લોકો સ્વર્ગના હકદાર છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

3. કુવા, તળાવ, પાણીના પરબ, આશ્રમ, મંદિર વગેરેનું નિર્માણ કરનારા લોકો પણ સ્વર્ગ માટે પણ હકદાર છે.

4. જે વ્યક્તિ દરેક અન્ય વ્યક્તિમાં ગુણો જુએ છે અને તેના ગુણોની પ્રશંસા કરે છે, આવા લોકો સ્વર્ગ માટે લાયક માનવામાં આવે છે.

5. જે મનુષ્ય બીજાની સંપત્તિ જોઈને લોભી થતા નથી અને ઘર્મમાં અને પ્રામાણીક રહી ધન કમાય છે, તેઓને મૃત્યુ બાદ સ્વર્ગ મળે છે.

આ કર્મો દ્વારા નર્કની પ્રાપ્તિ થાય છે.

1. ગરુડ પુરાણ અનુસાર, જે લોકો ભૂખ્યા વ્યક્તિને પોતાના દ્વારથી ધુતકારે છે અને તેમનું અપમાન કરે છે, આવા લોકોને નર્ક મળે છે.

2. અનાથ, ગરીબ, રોગી, વૃદ્ધ અને જરૂરતમંદોની મજાક ઉડાવે છે અને તેમની મદદ કરતા નથી, આવા લોકોને મૃત્યુ બાદ નર્કની યાતનાઓનો સામનો કરવો પડે છે.

3. બ્રાહ્મણ થઈને દારૂ અને માંસનું સેવન કરે, આત્મહત્યા કરે, સ્ત્રીની હત્યા કરે, બીજાની સંપત્તિ છીનવી લે, ખોટી જુબાની આપે, સ્ત્રી કે કન્યાને વેચે છે, પોતાના ફાયદા માટે જૂઠું બોલે છે, આવા તમામ લોકોને નર્કમાં યાતનાઓ ભોગવવી પડે છે.

4. જેઓ પોતાનાં કુટુંબની જવાબદારી નિભાવતા નથી, દેવી-દેવતાઓની પૂજા કરતા નથી અને પિતૃઓની પૂજા કરતા નથી, તેઓને નર્કમાં જવાનો વારો આવે છે.

5. જેઓ બીજાના ગુણોમાં દોષ જુએ છે અને અન્યની ઇર્ષ્યા કરે છે, તે નરકનો ભાગીદાર બને છે. આવા લોકોએ તેમની આદતોમાં સુધારો કરવો જોઇએ.

Next Article