Garuda Purana : પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો અધિકાર કોને છે ? જો નિયમ અનુસાર કરશો શ્રાદ્ધ તો થશે પિતૃ કૃપા

|

Jul 15, 2021 | 3:05 PM

ગરુડ પુરાણમાં શ્રાદ્ધના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર, પરિવારના સભ્યો માટે પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર નક્કી કરવામાં આવ્યો છે.

Garuda Purana : પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો અધિકાર કોને છે ? જો નિયમ અનુસાર કરશો શ્રાદ્ધ તો થશે પિતૃ કૃપા
ગરુડ પુરાણ

Follow us on

ગરુડ પુરાણમાં શ્રાદ્ધનું (Shradh) વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. શ્રાદ્ધ દ્વારા, આપણે આપણા પૂર્વજો દ્વારા કરવામાં આવતી કૃપા માટે આપણો આદર વ્યક્ત કરીએ છીએ. એવું કહેવામાં આવે છે કે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, જ્યાં પૂર્વજોનું શ્રાદ્ધ (Shradh) આદરપૂર્વક કરવામાં આવે છે. કુટુંબમાં યશ, કિર્તિ, સફળતા, સંતાન અને સંપત્તિ વગેરે પણ રહે છે. પિતૃ સંતોષ થાય છે અને આશીર્વાદ આપે છે.

જે લોકો તેમના માતા-પિતાનો અનાદર કરે છે, પાપ કરે છે અને મૃત્યુ બાદ તેમના પ્રિયજનોનું શ્રાદ્ધ (Shradh) નથી કરતા તેઓના પિતૃ દોષ લાગે છે. ગરુડ પુરાણમાં પણ શ્રાદ્ધના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર, પરિવારના સભ્યો માટે પણ શ્રાદ્ધ  (Shradh) કરવાનો અધિકાર નક્કી કરવામાં આવ્યો છે.

કોઈના મૃત્યુ બાદ, જો તેને પુત્ર ન હોય, તો પત્ની તેના પતિનું શ્રાદ્ધ (Shradh) કરી શકે છે. પત્ની ન હોય તો સગાભાઈને શ્રાદ્ધ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એક કરતા વધારે પુત્ર હોવાના કિસ્સામાં શ્રાદ્ધનો અધિકાર મોટા પુત્રને આપવામાં આવે છે. પુત્રની ગેરહાજરીમાં પૌત્ર અને પપૌત્રને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પુત્ર, પૌત્ર અથવા પપૌત્ર ન હોય તો વિધવા સ્ત્રી પણ શ્રાદ્ધ કરી શકે છે. પતિને પુત્ર ન હોય તો જ તે પત્નીનું શ્રાદ્ધ કરી શકે છે. પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર અથવા પુત્રીનો પુત્ર ન હોય તો ભત્રીજાઓને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. આ ઉપરાંત દત્તક લીધેલા સંતાનને પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

શ્રદ્ધના નિયમો

પૂર્વજોની જે તિથિના રોજ મૃત્યું થયું હોય પિતૃ પક્ષની તે જ તિથિના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. જો કોઈ કારણોસર તે તારીખે શ્રાદ્ધ કરી શકતા નથી, તો પછી તમે અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકો છો. વહેલી સવારે ઉઠ્યા બાદ સ્નાન વગેરેથી નિવૃત્ત થયા પછી પૂજા સ્થાન અને પૂર્વજોના સ્થાનને છાણથી લીપી અને ગંગા જળથી પવિત્ર કરવું જોઈએ. ત્યારબાદ પૂર્વજોના નામે બ્રાહ્મણો દ્વારા તર્પણ વગેરે કરવું જોઈએ. દિવસના 12:24 વાગ્યા સુધીમાં બ્રાહ્મણને પિતૃઓ નિમિત્તે ભોજન કરાવવું જોઈએ.

આ સિવાય બ્રાહ્મણોને હંમેશાં પાન અથવા થાળીમાં ભોજન આપવું જોઈએ, ક્યારેય પણ ડિસ્પોઝલ ડીશનો ઉપયોગ ન કરવો. ભોજન બનાવતી વખતે શુદ્ધતા અને પવિત્રતાનો ખ્યાલ રાખો અને બ્રાહ્મણને ભોજન આપતા પહેલા ગાય, કૂતરો, કાગડો, દેવતા અને કીડીના નામે ભોજન અલગથી કાઢી લો. ભોજન બાદ બ્રાહ્મણને શક્ય હોય તેટલી દક્ષીણા આપીને માનપૂર્વક વિદાય કરો.

Published On - 3:03 pm, Thu, 15 July 21

Next Article