લાલબાગચા રાજા વિસર્જન માટે 20 કલાકમાં માત્ર 8 કિમીનું અંતર કેમ કાપે છે ?

મુંબઈના સૌથી વધુ ખ્યાતિ ધરાવતા સાર્વજનિક ગણપતિ, લાલબાગચા રાજાને તેમના મંડપથી ગિરગાંવ ચોપાટી સુધીની યાત્રા પૂર્ણ કરવામાં 20 કલાક લાગે છે. જોકે આ અંતર ફક્ત આઠ કિલોમીટરનું જ છે. 8 કિલોમીટરનું અંતર કાપતા 20 કલાક લાગવા પાછળ કેટલીક પરંપરાઓ પણ છે.

| Edited By: | Updated on: Sep 07, 2025 | 12:32 PM
4 / 6
લાલબાગચા રાજા સાથે સંબંધિત એક રસપ્રદ પરંપરા એ છે કે, તેમનું અને તેમના ભક્તોનું વિસર્જન માર્ગ ઉપર બે જગ્યાએ મુસ્લિમ સમુદાય દ્વારા સ્વાગત પણ કરવામાં આવે છે. જ્યારે લાલબાગચા રાજા ભાયખલા સ્ટેશન નજીક હિન્દુસ્તાની મસ્જિદ પાસે પહોંચે છે ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા મીઠાઈ વહેંચવામાં આવે છે. આ પછી, જ્યારે લાલબાગચા રાજાની સવારી મુસ્લિમ બહુમતી ધરાવતા દો ટાંકી વિસ્તારમાં પહોંચે છે, ત્યારે મુસ્લિમ સમુદાય ગણેશ ભક્તોને શાહી શરબત પીરસે છે.

5 / 6
જ્યારે લાલબાગના રાજા હિન્દુસ્તાની મસ્જિદથી આગળ વિસર્જન માર્ગ પર વધે છે, ત્યારે બીજી એક અનોખી પરંપરા પણ જોવા મળે છે. જ્યારે લાલબાગચા રાજાની શોભાયાત્રા મુંબઈ ફાયર બ્રિગેડના મુખ્યાલયની સામેથી પસાર થાય છે, ત્યારે ત્યાં ઉભેલા તમામ ફાયર એન્જિનની સાયરન વાગવા લાગે છે અને લાલબાગચા રાજાને સલામી આપવા માટે ફાયર ફાઈટરની લાઇટ પ્રગટાવવામાં આવે છે. લાલબાગના રાજાની શોભાયાત્રા મુંબઈ ફાયર બ્રિગેડના મુખ્યાલયની સામેથી જ્યા સુધી પસાર ના થાય ત્યાં સુધી આ સાયરન વગાડવામાં આવે છે અને ફાયર ફાઈટરના વાહનોની લાઇટ ચાલુ રહે છે.

6 / 6
લાલબાગચા રાજાની શોભાયાત્રા જૂના મુંબઈના રસ્તાઓમાંથી પસાર થતી થતી, આખી રાત ધીમી ગતિએ આગળ વધે છે. સવારે 6 વાગ્યે ગિરગાંવ ચોપાટી ખાતે પહોંચ્યા પછી, ત્યાં કોળી સમુદાયના લોકો તેમની બોટ પર રંગબેરંગી ધ્વજ લગાવીને લાલબાગચા રાજાને ભવ્ય સલામી આપે છે. આ પછી, લાગબાગચા રાજાની મૂર્તિને ઊંડા પાણીમાં લઈ જવામાં આવે છે અને વિસર્જન કરવામાં આવે છે.