સંકષ્ટી ચતુર્થી પર કરી લો આ ખાસ ઉપાય, ગણેશજીની કૃપાથી દરેક કાર્યમાં મળશે સફળતા

|

Jul 15, 2022 | 8:46 AM

જો તમે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માંગો છો, તો સંકષ્ટી ચતુર્થીએ (sankashti chaturthi) ગણેશજીની પૂજા સમયે તેમની સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરીને તેમને મોદકનો ભોગ અર્પણ કરો.

સંકષ્ટી ચતુર્થી પર કરી લો આ ખાસ ઉપાય, ગણેશજીની કૃપાથી દરેક કાર્યમાં મળશે સફળતા
Lord Ganesh (symbolic image)

Follow us on

ભગવાન શ્રીગણેશની (lord ganesh) પરમ કૃપાની પ્રાપ્તિ કરાવનારું સંકષ્ટી ચતુર્થીનું (sankashti chaturthi) વ્રત એ દરેક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ દિવસે આખો દિવસ ઉપવાસ કર્યા બાદ સાંજે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્ર દર્શન (chandra darshan) કરીને ઉપવાસ છોડવામાં આવે છે. અષાઢ માસની સંકષ્ટી ચતુર્થીનું વ્રત તારીખ 16 જુલાઈ, શનિવારના રોજ છે. જો તમે નાની નાની ખુશીઓ એકઠી કરીને તમારા જીવનમાં ખુશીઓ ભરવા માંગતા હોવ તો સંકષ્ટી ચોથના દિવસે ભગવાન ગણેશજીને બુંદીના લાડુનો ભોગ અર્પણ કરવો જોઈએ. ત્યારબાદ બાકીના લાડુ નાની કન્યાઓમાં વહેંચી, તેમનું પૂજન કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. આ સિવાય પણ આ સંકષ્ટી ચતુર્થીનું વ્રત અનેકવિધ પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારું છે. આવો તે વિશે વિગતે જાણીએ.

બાળકોની પ્રગતિ અર્થે

જો તમે તમારા બાળકોના જીવનમાં પ્રગતિ લાવવા માંગો છો, તો સંકષ્ટી ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા સમયે હળદરની એક ગાંઠ લો અને તેને નાડાછડી સાથે બાંધી પૂજા સ્થાન પર રાખો. પૂજા પૂર્ણ થયા પછી હળદરની તે ગાંઠને પાણીની મદદથી પીસીને બાળકના મસ્તક પર તિલક કરો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બાળકના માન-સમ્માનમાં વૃદ્ધિ અર્થે

જો તમે તમારા બાળકની પ્રગતિ અને માન-સન્માનમાં વૃદ્ધિ કરવા ઇચ્છતા હોવ તો સંકટચોથના દિવસે તમારા બાળકના હસ્તે મંદિરમાં તલનું દાન કરાવો. આ ઉપાયથી આપના બાળક પર ગણેશજીની કૃપા દૃષ્ટિ રહેશે.

સમસ્યામાંથી મુક્તિ અર્થે

જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાની ચાલી રહી છે અને તમે ઈચ્છો છો કે ખૂબ જ ઝડપથી આપની સમસ્યાઓ દૂર થઈ જાય, તો તલ અને ગોળના લાડુ બનાવીને ભગવાન ગણેશની પૂજા કરો અને તે લાડુ ગણેશજીને અર્પણ કરો. બાકી રહેલ લાડુ પરિવારના તમામ સભ્યોને પ્રસાદમાં આપો.

મનોકામના પૂર્તિ અર્થે

જો તમે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તો સંકષ્ટીએ ભગવાન ગણેશને કુમકુમ અને ચંદનનું તિલક કરો. તેમજ ગણેશજીના નીચે આપેલ મંત્રનો 11 વાર જાપ કરો.
વક્રતુણ્ડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભઃ।
નિર્વિઘ્નં કુરૂ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।

નોકરીમાં પ્રમોશન અર્થે

જો તમે નોકરીમાં ઉચ્ચ પદ મેળવવા ઈચ્છતા હોવ તો સંકષ્ટીએ આઠ મુખી રુદ્રાક્ષની પૂજા કરો અને તે પૂજા કરેલ રુદ્રાક્ષની માળાને ગળામાં ધારણ કરો.

સારા સ્વાસ્થ્ય અર્થે

જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોવ તો સંકષ્ટી ચોથના રોજ એક સોપારી લઈ તેની વચ્ચે કુમકુમથી સ્વસ્તિક બનાવો. હવે તે સોપારી ભગવાન ગણેશજીને અર્પણ કરો. સાથે જ ગણેશજીના અહીં જણાવેલ મંત્રનો 108 વાર જાપ કરો. “ૐ ગં ગણપતયે નમઃ ।”

ધન-ધાન્યની સમૃદ્ધિ અર્થે

જો તમે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માંગો છો, તો સંકષ્ટીએ ગણેશજીની પૂજા સમયે તેમની સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરીને તેમને મોદકનો ભોગ અર્પણ કરો.

સકારાત્મક ઊર્જા અર્થે

જો તમને લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ છે તો તમારે તમારા ઘરના મંદિરમાં ગણપતિજીની સફેદ રંગની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. સાથે જ ભગવાનની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ અને નિત્ય સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.

સુખી લગ્નજીવન અર્થે

જો તમે તમારા લગ્ન જીવનને ઘણી ખુશીઓથી ભરવા માંગતા હોવ તો સંકષ્ટીએ ચણાના લોટના બે લાડુ, થોડા તલ, ચોખા, સૂકો મેવો અને કોઈપણ એક ફળ લો. હવે ભગવાન ગણેશના મંદિરમાં જઇને ત્યાં મંત્રનો જાપ કરતાં સમયે એક પછી એક બધી વસ્તુઓ ભગવાનને અર્પણ કરતાં જાવ. વસ્તુ અર્પણ કરતી વખતે ઉચ્ચારણ કરવાનો મંત્ર છે

“શ્રી ગણેશાય નમઃ ।”  આ ઉપાય કરવાથી આપનું લગ્નજીવન સુખમય રહેશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article