AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHAKTI: રમા એકાદશીએ ભૂલ્યા વિના કરી લો આ કામ, દેવી લક્ષ્મી દેશે સમૃદ્ધિના આશીર્વાદ !

દિવાળીએ ચોપડા પૂજન કરતા પહેલાં ભાગ્યોદય માટેનો શ્રેષ્ઠ અવસર રમા એકાદશી પૂરો પાડે છે ! જો વેપારમાં ખોટ ચાલી રહી હોય, ધંધો નુકસાનમાં હોય તો રમા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા જરૂરથી કરવી જોઈએ !

BHAKTI: રમા એકાદશીએ ભૂલ્યા વિના કરી લો આ કામ, દેવી લક્ષ્મી દેશે સમૃદ્ધિના આશીર્વાદ !
lakshmi narayan
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 19, 2022 | 6:34 AM
Share

દિવાળી (Diwali 2022) પર્વના વિધિવત પ્રારંભની તિથિ એટલે રમા એકાદશી. આસો માસના વદ પક્ષની એકાદશી એ રમા એકાદશીના (rama ekadashi) નામથી પ્રસિદ્ધ છે. ગુજરાતી પંચાંગ અનુસાર તે વર્ષની અંતિમ એકદાશી મનાય છે. આ એકાદશી દેવી લક્ષ્મી (goddess lakshmi) અને ભગવાન વિષ્ણુ (lord vishnu) બંન્નેની કૃપાપ્રાપ્તિ માટે સર્વોત્તમ મનાય છે. તો રમા એકાદશીનો મહિમા એટલે પણ વધારે છે કેમ કે, ત્યારબાદ દીપોત્સવી પર્વના વિધ-વિધ ઉત્સવોનો પ્રારંભ થઈ જાય છે. પણ, જાણો છો, આ એકાદશી તો ભક્તોના વિવિધ મનોરથોને સિદ્ધ કરનારી પણ છે !

રમા એકાદશી

આ વખતે રમા એકાદશી 21 ઓક્ટોબર, શુક્રવારના રોજ છે. આમ તો એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા અર્થે કરવામાં આવતું હોય છે. પરંતુ, રમા એકાદશીમાં લક્ષ્મી-નારાયણ બંન્નેની આરાધનાનો મહિમા છે. ખાસ વાત તો એ છે કે આ એકાદશીએ ભક્તો વિષ્ણુ ભગવાનની પૂજા કરે ત્યારે તેમના પર માતા લક્ષ્મીના આશિષ વરસતા હોય છે. અને દેવી લક્ષ્મી ભક્તોના વિધ-વિધ મનોરથોને પરિપૂર્ણ પણ કરતા હોય છે. આવો, કેટલાંક તેવા જ ઉપાયો જાણીએ.

વેપારમાં વૃદ્ધિ અર્થે

દિવાળીના દિવસો એ સપરમા દિવસો એટલે કે ખૂબ જ સારા દિવસો મનાય છે. વેપારીઓ તેમનું આવનારું વર્ષ સારું જાય તે માટે ચોપડાનું પૂજન કરતા હોય છે. પણ, દિવાળીએ ચોપડા પૂજન કરતા પહેલાં ભાગ્યોદય માટેનો શ્રેષ્ઠ અવસર રમા એકાદશી પૂરો પાડે છે ! જો વેપારમાં ખોટ ચાલી રહી હોય, ધંધો નુકસાનમાં હોય તો રમા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા જરૂરથી કરવી જોઈએ. આ પૂજા સમયે પ્રભુને એક રૂપિયાનો સિક્કો અર્પણ કરવો. સિક્કા પર પણ કુમકુમ, અક્ષત, પુષ્પ અર્પણ કરવા. ત્યારબાદ આ સિક્કાને એક લાલ રંગના વસ્ત્રમાં બાંધીને ઓફિસમાં ધન રાખવાની જગ્યા પર મૂકી દેવું. માન્યતા અનુસાર તેનાથી ચોક્કસથી લાભની પ્રાપ્તિ થાય છે.

નોકરીમાં બઢતી

જો સતત પ્રયાસ કરવા છતાં નોકરીમાં બઢતી ન મળી રહી હોય અથવા તો નવી નોકરીની તક ન મળી રહી હોય તો રમા એકાદશીએ એક ખાસ પ્રયોગ કરવો. કોઈપણ વિષ્ણુ મંદિરે જઈને પ્રભુને પીળા રંગનું વસ્ત્ર અર્પણ કરવું. અને સાથે જ પોતાની મનશા અભિવ્યક્ત કરતા પ્રાર્થના કરવી. માન્યતા અનુસાર તમને ટૂંક સમયમાં જ નોકરી સંબંધી સારા સમાચાર મળશે.

આર્થિક સમૃદ્ધિ અર્થે

જો તમારા ઘરમાં નાણાંની અછત વર્તાતી હોય અથવા તો કોઈપણ કારણસર ઘરમાં નાણાં બચતા જ ન હોય તો રમા એકાદશીના દિવસે 11 કોડીઓ લાવીને દેવી લક્ષ્મીને સમર્પિત કરવી. આ કોડીઓની વિધિવત પૂજા કરવી. ત્યારબાદ બીજા દિવસે સવારે આ કોડીને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને ઘરની તિજોરીમાં મૂકી દેવી. માન્યતા અનુસાર આ પ્રયોગથી વ્યક્તિની આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

સુખી લગ્નજીવન માટે

દરેક સંસારી સુખી લગ્નજીવનની જ મનશા સેવે છે. વળી, રમા એકાદશી તો લક્ષ્મી-નારાયણ બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર છે. ત્યારે જો તમે ઈચ્છતા હોવ કે તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે પ્રેમ હંમેશા અકબંધ રહે તો એક ખાસ પ્રયોગ અજમાવો. રમા એકાદશીએ જરૂરથી તુલસી ક્યારે જળ અર્પણ કરો. અને ત્યારબાદ આ ક્રમ નિયમીતપણે જાળવો. કહે છે કે તેનાથી પતિ-પત્નીના સંબંધો સદૈવ સૂમેળભર્યા બની રહેશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">