Diwali 2021: ભૂલથી પણ દિવાળી પર આટલી વસ્તુઓ ન કરો ગિફ્ટ, નહિતર થશે નુકસાન !

|

Nov 03, 2021 | 8:08 AM

ઘણી વખત કંઈક ખાસ આપવાના ચક્કરમાં, આપણે એવી વસ્તુઓ ભેટ આપીએ છીએ જે ન આપવી જોઈએ

Diwali 2021: ભૂલથી પણ દિવાળી પર આટલી વસ્તુઓ ન કરો ગિફ્ટ, નહિતર થશે નુકસાન !
Diwali 2021

Follow us on

Diwali 2021: દિવાળીનો તહેવાર દરેક માટે ખાસ હોય છે. આ તહેવાર જીવનમાં ખુશીઓ લાવે છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે રોશનીથી શણગારેલા આ તહેવારની ઉજવણી કરે છે. આ તહેવાર પર લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે. આટલું જ નહીં દિવાળી પર લોકો એકબીજાને મીઠાઈઓ અને ભેટસોગાદો પણ આપે છે, એકબીજાને ભેટ આપીને તહેવારની ખુશી બેવડાઈ જાય છે. ઘણી વખત, કંઈક ખાસ આપવાના ચક્કરમાં, આપણે એવી વસ્તુઓ ભેટ આપીએ છીએ જે ન આપવી જોઈએ.

જો કે દરેક વ્યક્તિ પોતાની શુભકામનાઓ અને સારી ભાવનાથી જ ગિફ્ટ આપે છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે ન તો ભેટ તરીકે આપવી જોઈએ અને ન લેવી જોઈએ. આટલું જ નહીં, વાસ્તુ અને જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક વસ્તુઓ અન્યને ગિફ્ટ ન કરવી જોઈએ, આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ છીએ કે આ દિવાળીમાં તમારે કોઈને કઈ ગિફ્ટ ન કરવી જોઈએ-

ભગવાનની મૂર્તિઓ અને ચિત્રો
દિવાળી પર એવું ઘણું જોવા મળ્યું છે કે લોકો એકબીજાને ભગવાન ગણેશ અથવા લક્ષ્મી ગણેશની મૂર્તિઓ ભેટમાં આપે છે. જ્યારે વાસ્તુ અનુસાર, ભગવાનની મૂર્તિઓ અને ચિત્રો ભૂલીથી પણ ક્યારેય કોઈને ગિફ્ટ ન કરવી જોઈએ. જો તમે આ કરો છો, તો તમે તમારા ભગવાનને બીજા કોઈને આપી દો છો જે ઠીક નથી હોતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમારા વ્યવસાય સાથે સંબંધિત વસ્તુઓ
દિવાળી પર તમારા પ્રોફેશન સાથે જોડાયેલી વસ્તુઓ બિલકુલ ગિફ્ટ ન કરવી જોઈએ. તમારો વ્યવસાય ગમે તે સાથે સંબંધિત હોય, તમારે કોઈને કંઈપણ ગિફ્ટ ન કરવું જોઈએ. તે તમને નુકસાન પહોંચાડે છે.

ઘડિયાળ, વોટર ક્લોક જેવી સજાવટની વસ્તુઓ
ઘણી વખત એવું બને છે કે લોકો દિવાળી પર ભેટ તરીકે વોટર ક્લોક, ઘડિયાળો અને વહેતા પાણીના શો પીસ આપે છે. જો કે, વાસ્તુ અનુસાર, યોગ્ય દિશા અને તેને રાખવાની સાચી રીતનું જ્ઞાન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં, જો તમે કોઈને આ ભેટ આપો છો અને તેને તેના વિશે ખબર ન હોય તો તે યોગ્ય નથી.

રૂમાલ
દિવાળી કે અન્ય કોઈ પ્રસંગે કોઈને રૂમાલ ભેટમાં ન આપવો જોઈએ. કહેવાય છે કે રૂમાલ દુ:ખનું પ્રતીક છે, તેનો ઉપયોગ આંસુ લૂછવા માટે થાય છે. જો તમે આ ભેટ આપો છો તો તેનાથી નકારાત્મકતા આવે છે.

તીક્ષ્ણ વસ્તુઓ
વાસ્તુ અનુસાર, આ તહેવાર પર ક્યારેય અન્યને ધારદાર વસ્તુઓ ન આપો. પેનકાઈફ, ચાકુ, કાતર, બ્લેડ, તલવારની જેમ કોઈને પણ ભેટમાં ન આપવું જોઈએ, તે અન્ય લોકો માટે ખરાબ નસીબ પણ લાવી શકે છે.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: GTU ની આ પહેલ જાણીને તમને પણ થશે ગર્વ, હવે ભારતીય વેદ અને સંસ્કૃતિ ભણશે વિદેશી વિદ્યાર્થીઓ

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની શું છે કિંમત?

Published On - 7:41 am, Wed, 3 November 21

Next Article