GTU ની આ પહેલ જાણીને તમને પણ થશે ગર્વ, હવે ભારતીય વેદ અને સંસ્કૃતિ ભણશે વિદેશી વિદ્યાર્થીઓ

Ahmedabad: GTU એ એક અનોખી પહેલ કરી છે. અને વેદ-પુરાણ આધારીત 12 જેટલા નવા કોર્સ શરૂ કર્યા છે. ચાલો જાણીએ આ કોર્સ કયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 7:20 AM

આધુનિક યુગમાં ભારતનો કલા-વારસો વિસરાઇ રહ્યો છે. ત્યારે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી શકાય અને દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ભારતના કલા વારસાથી અવગત થાય તેવા શુભ હેતુથી GTU એ એક અનોખી પહેલ કરી છે. અને વેદ-પુરાણ આધારીત શરૂ કર્યા છે નવા 12 જેટલા કોર્સ. જી હા નવી શિક્ષણ નીતિને ધ્યાને રાખીને ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા આ પહેલ કરવામાં આવી છે. નવા કોર્સની વાત કરીએ તો, ભારતની પ્રાચીન સંસ્કૃતિ, ઇતિહાસ, વેદ, ઉપનિષદ અને અર્થશાસ્ત્ર સહિતના 12 જેટલા ટુંકા સમયના કોર્સનો પ્રારંભ કરાયો છે. આપને જાણીને આનંદ થશે કે કોર્સની જાહેરાત થતાની સાથે જ 889 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં દેશના 21 રાજ્યો અને વિદેશના 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

GTU દ્વારા તાજેતરમાં જ સ્ટડી ઓફ વેદાસ, પ્રાચીન ભારતીય વાસ્તુકલા, ભારતીય કલા, સ્ટડી ઓફ પુરાણ, પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા, વૈદિક સંસ્કૃતિ, સ્ટડી ઓફ ઉપનિષદની શરૂઆત કરવામાં આવી છે. સાથે જ ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને સાહિત્ય તથા ખગોળશાસ્ત્ર જેવા વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ કોર્સમાં સૌથી વધુ 238 વિદ્યાર્થીઓએ વેદનો અભ્યાસ કરવા પ્રવેશ મેળવ્યો છે.

કયા કયા કોર્સની શરૂઆત થઇ?

સ્ટડી ઓફ વેદાસ અને સ્ટડી ઓફ ઉપનિષદ
પ્રાચીન ભારતીય વાસ્તુકલા અને ભારતીય સંસ્કૃતિ
ભારતીય કલા અને સ્ટડી ઓફ પુરાણ
પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા અને વૈદિક સંસ્કૃતિ
પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને પ્રાચીન સાહિત્ય
પ્રાચીન ખગોળશાસ્ત્ર અને ભારતીય વિચારધારા

આ પણ વાંચો: Ahmedabad: મનોરંજન પૂરતી મેટ્રોની મુસાફરી! 6 કિમી અંતર આપવામાં 20 મિનિટ, રોજના આટલા લોકો જ કરે છે યાત્રા

આ પણ વાંચો: Ahmedabad: મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના સકંજામાં શહેર, જાણો ઓક્ટોબર મહિનામાં કેટલા આવ્યા કેસ

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">