Dhanteras 2021: ધનતેરસના દિવસે રાશિ અનુસાર કરો ખરીદી, જાણો આપના માટે શું ખરીદવું રહેશે લાભકારી

|

Oct 29, 2021 | 7:17 PM

ધનતેરસના દિવસે સોના અથવા ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરવી એ પણ દેવી લક્ષ્મીનું ઘરમાં સ્વાગત કરવાના સંકેત તરીકે શુભ માનવામાં આવે છે. પરંતુ ધનતેરસના દિવસે જો તમે રાશિ પ્રમાણે ખરીદી કરશો તો તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.

Dhanteras 2021: ધનતેરસના દિવસે રાશિ અનુસાર કરો ખરીદી, જાણો આપના માટે શું ખરીદવું રહેશે લાભકારી
Dhanteras 2021

Follow us on

Dhanteras 2021: આ વર્ષે ધનતેરસ 2 નવેમ્બર મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દિવાળીના બે દિવસ પહેલા ભગવાન ધન્વંતરિનો જન્મ ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે.

એવું કહેવાય છે કે જ્યારે ભગવાન ધનવંતરીનો અવતાર થયો ત્યારે તેમના હાથમાં અમૃત ભરેલો કળશ હતો. ધનતેરસને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી માન્યતા અનુસાર આ દિવસે દેવી લક્ષ્મી ધનના દેવતા ભગવાન કુબેર સાથે સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા.

ધનતેરસના દિવસે સોના અથવા ચાંદી જેવી કિંમતી ધાતુઓની ખરીદી કરવી એ પણ દેવી લક્ષ્મીનું ઘરમાં સ્વાગત કરવાના સંકેત તરીકે શુભ માનવામાં આવે છે. પરંતુ ધનતેરસના દિવસે જો તમે રાશિ પ્રમાણે ખરીદી કરશો તો તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. આવો જાણીએ રાશિ પ્રમાણે લોકોએ શું ખરીદવું જોઈએ.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

મેષ રાશિના લોકોએ ધનતેરસ પર ચાંદીના વાસણો ખરીદવા જોઈએ. આ તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ચાંદી ખરીદવાથી ભગવાન કુબેર પ્રસન્ન થાય છે અને તેમની સંપત્તિમાં અપાર વૃદ્ધિ થવાની સંભાવના છે.

વૃષભ રાશિના લોકો માટે ધનતેરસ પર ચાંદીની વસ્તુઓ અથવા ઘરેણાં ખરીદવું ખૂબ જ શુભ હોય છે. વૃષભનો શાસક ગ્રહ શુક્ર છે, જે સુખ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી, વૃષભ રાશિના જાતકોએ પોતાની સંપત્તિ વધારવા માટે ચાંદીની વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ રહેશે.

મિથુન રાશિના જાતકોએ સોનાના આભૂષણો ખરીદવા જોઈએ અને લીલા રંગની ઘરગથ્થુ વસ્તુઓની ખરીદી તેમના માટે ફળદાયી રહેશે. એવું માનવામાં આવે છે કે ઘરેણાં ખરીદવાથી ઘરમાં સંપત્તિ જળવાઈ રહે છે. આમ કરવાથી ભગવાન ધન્વંતરિની કૃપા તમારા પર વરસશે.

કર્ક રાશિના લોકો ધનતેરસના દિવસે ચાંદીનું શ્રી યંત્ર ધારણ કરી શકે છે. જો તમે શ્રી યંત્ર લીધા પછી બીજી કોઈ વસ્તુ ખરીદશો તો પણ તે શુભ રહેશે અને તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય, દેવી મહાલક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.

સિંહ રાશિના લોકો માટે સોનું ખરીદવું ખૂબ જ સારું માનવામાં આવે છે. ધનતેરસ પર સોનાના સિક્કા, સોનાના ઘરેણા અને સોનાના વાસણો જેવી સોનાની વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ રહેશે. તેની સાથે તમે વાસણો અથવા કોઈ પણ ધાર્મિક પુસ્તકો ખરીદી શકો છો. આ વર્ષે દેવી મહાલક્ષ્મીજીની અતૂટ કૃપા તમારા પર વરસશે.

કન્યા રાશિના જાતકોએ કાંસા અથવા હાથીદાંતની બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ. આ વસ્તુઓ ખરીદવાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને પૈસાનું રોકાણ કોઈ શુભ સ્થાનમાં કરવાથી તમને ફાયદો થશે.

તુલા રાશિના લોકોએ સુંદરતા સાથે જોડાયેલી વસ્તુઓ ખરીદવી જોઈએ. તમે અત્તર, સોના અને ચાંદીના ઘરેણાં ખરીદી શકો છો. ચાંદીના આભૂષણો અથવા ચાંદીના સિક્કા અવશ્ય ખરીદો, તેનાથી તમને સુખ-સમૃદ્ધિ મળશે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.

વૃશ્ચિક રાશિના લોકોએ ધનતેરસ પર સોનાના આભૂષણો અને સિક્કા અથવા તાંબાના વાસણો ખરીદવા જોઈએ. તમે આ દિવસે પિત્તળની ખરીદી પણ કરી શકો છો કારણ કે જો વૃશ્ચિક રાશિના લોકો ધનતેરસના શુભ દિવસે પિત્તળની વસ્તુઓ ખરીદે છે, તો તેમની સંપત્તિમાં અપાર વૃદ્ધિ થવાની સંભાવના છે.

ધન રાશિના લોકો ધનતેરસના દિવસે વાહન અને ચાંદીના વાસણો ખરીદે છે. ધન રાશિના લોકો માટે ચાંદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ચાંદીના ઘરેણાં, વાસણો, ચાંદીના સિક્કા અને વાહન ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે.

મકર રાશિના લોકો માટે ધનતેરસનો અર્થ ઘણો થાય છે. ધનતેરસના આ તહેવાર પર વાહન અને શણગારની ખરીદી કરવી તમારા માટે શુભ રહેશે. તમે ચાંદી અને સ્ટીલના વાસણો પણ ખરીદી શકો છો. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જો તમે વાહન ખરીદી રહ્યા હોય તો એક દિવસ પહેલા તેની ચૂકવણી કરો કારણ કે ધનતેરસના દિવસે મોટી ચુકવણી કરવી શુભ માનવામાં આવતી નથી.

શનિ કુંભ રાશિનો સ્વામી છે. આવ સ્થિતિમાં ચાંદી અને સ્ટીલના વાસણો ખરીદવા તમારા માટે શુભ અને અત્યંત ફળદાયી રહેશે. આ સાથે, તમે આ દિવસે બેંકોમાં પૈસા જમા કરાવી શકો છો, તેનાથી ધનના દેવતા ભગવાન કુબેરની કૃપા વરસશે.

મીન રાશિનો શાસક ગ્રહ ગુરુ છે. મીન રાશિના લોકો ધનતેરસના દિવસે ચાંદીના વાસણો અથવા ઘરેણાં ખરીદે છે. મીન રાશિના લોકો માટે ચાંદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે તમે ચાંદીના આભૂષણો અથવા ચાંદીના સિક્કા ખરીદવાથી શુભ ફળ પ્રાપ્ત કરશો અને કુબેરની કૃપા તમારા પર બની રહેશે.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: IPL 2022: અમદાવાદની ટીમ નો કોણ હોઇ શકે છે નવો કેપ્ટન, રવિન્દ્ર જાડેજા થી લઇ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સુધી દોડી રહી છે નજર!

આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં રાજય સરકારે કર્ફ્યૂના નિયમોમાં મોટી રાહત આપી, જાણો નવા નિયમો

Next Article