Hanumanji : આપની સમસ્યાનું સમાધાન કરવા કષ્ટભંજનદેવને અર્પણ કરો આ મહાભોગ અને મહાઅભિષેક

|

May 24, 2022 | 7:17 AM

હનુમાનદાદાને (Hanumandada) પ્રસન્ન કરવા માટે લોકો અલગ-અલગ ઉપાય કરતા હોય છે. એકવાર જો હનુમાનદાદાની કૃપા પ્રાપ્ત થાય તો તે વ્યક્તિના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી. દૂવાનો રસ, ગિલોયનો રસ મિક્સ કરી પંચમુખી હનુમાનજીની પ્રતિમાનો અભિષેક કરવાથી વ્યક્તિના શારીરિક કષ્ટોમાં કમી આવે છે. આ ઉપાય તમને હનુમાનજીમાં સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ હોય ત્યારે જ કરવો.

Hanumanji : આપની સમસ્યાનું સમાધાન કરવા કષ્ટભંજનદેવને અર્પણ કરો આ મહાભોગ અને મહાઅભિષેક
Panchmukhi Hanumanji (symbolic image)

Follow us on

અંજનીનંદન (Anjaninandan) એ કષ્ટભંજન (Kashtabhanjan) દેવ છે. તેઓ ભક્તના જીવનની (Life) તમામ સમસ્યાઓનું સમાધાન કરી દેતા હોય છે. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ ખૂબ જ મહેનત કરી હોય, તેમ છતાં, તેને સફળતાની પ્રાપ્તિ નથી થતી. તેમને સફળતા પ્રાપ્ત કરવા માટે અમુક દેવી-દેવતાઓના આશીર્વાદ (Blessings) હોવા ખૂબ જ જરૂરી છે. સવિશેષ તો પવનસુત હનુમાનજીના. હનુમાનદાદાની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ અલગ અલગ મંત્રનો પાઠ કરે છે. પરંતુ શાસ્ત્રોમાં ઘણા બધાં એવા જ ચમત્કારી ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી છે, કે જે સચોટ ફળ આપનારા છે. ત્યારે આવો આજે જાણીએ કે મંગળવારના દિવસે હનુમાનકૃપા પ્રાપ્ત કરવા કયા ખાસ ઉપાય અજમાવી શકાય.

કળિયુગના દેવતા આપના દરેક કષ્ટ દરેક સંકટ હરશે. જે લોકો કારોબારમાં નફો કરવા ઇચ્છે છે તેમણે કયા પ્રકારનો મહાભોગ અને મહાઅભિષેક બજરંગબલીને અર્પણ કરવો કે જેથી કળિયગુના સાક્ષાત દેવતા હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકાય તે જાણીએ.” અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા “ હનુમાનજી પાસે માતા જાનકીના આ આશીર્વાદ હોય તો પછી તે પોતાના ભક્તોને તેનાથી વંચિત કેમના રાખી શકે. જેટલું મોટું સપનું હોય તેટલો મોટો સંકલ્પ પણ જરૂરી છે.દરેક સમયનો સદઉપયોગ કરવો જોઇએ. એવું નથી કે માત્ર હનુમાનજીનું નામ લેવાથી બધુ પ્રાપ્ત થઇ જાય, પણ તેના માટે યોગ્ય અને સખત પરિશ્રમ પણ કરવો પડે છે. હનુમાનજી પોતાના ભક્તોને મદદ કરવા તત્પર હોય છે પરંતુ ભક્તોએ તેના માટે મહેનત તો કરવી જ પડશે. હનુમાનજી પણ પોતાના ભક્તોને મદદ કરવા આવે છે પણ તેના માટે આપની યોગ્યતા, પાત્રતા હોવી જોઇએ. ભક્તના મનમાં હનુમાનજી પ્રત્યે અસિમીત શ્રદ્ધા અને સમ્માન હોવું જોઇએ.

અસાધ્ય બિમારીથી મુક્તિ અર્થે 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હનુમાનજીની પ્રતિમા પર થોડું જળ અર્પણ કરો.

જો કોઇને કેન્સર કે અસાધ્ય રોગ હોય તો તમારે તમારા ઘરમાં પંચમુખી હનુમાનજીની પ્રતિમા મંગળવારના દિવસે લાવવી.

તેને થાળીમાં દક્ષિણ મુખ રાખીને બેસાડો.

દૂર્વાનો 100 એમ.એલ રસ અને ગિલોયનો 2થી 3 ચમચી રસ લો.

બંને મિક્સ કરી હનુમાનજીનો અભિષેક કરો.

પુરુસૂક્તના 16 મંત્રો બોલતા બોલતા અભિષેક કરો.

ગંગાજળથી પ્રતિમાને સ્વસ્છ કરીને લાલ રંગના વસ્ત્ર અર્પણ કરો.

તલ કે ચમેલીના તેલના 2 દીવા પ્રજવલિત કરો.

ગુલાબ અને હજારીગલના પુષ્પની માળા અર્પણ કરો.

સોજી કે મગની દાળનો હલવો પિત્તળની થાળીમાં રાખીને ભોગ અર્પણ કરો.

હનુમાન ચાલીસાનો 11 વાર પાઠ કરવો.

આ ઉપાય સતત  7 દિવસ સુધી કરશો તો બિમાર વ્યક્તિને રાહત મળશે.

જે વ્યક્તિ આ પૂજા કરે તેણે બ્રહ્મચર્યનું પાલન કરવું.

ઘરે જ રહેવું, સંયમ નિયમનુ પાલન કરવું.

દિવસ રાત હનુમાનજીને સમર્પિત રહેવું.

મોટામાં મોટા રોગ સામે રક્ષણ મળશે.

પરીક્ષામાં સફળતા પ્રાપ્તિ અર્થે

બહુ જ મહેનત કરતા હોય, વાંચેલું યાદ ન રહેતું હોય અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો મંગળવારના દિવસે આ વિશેષ ઉપાય કરવાથી આપને સફળતાની પ્રાપ્તિ અવશ્ય થશે.

3 માળા ગાયત્રી મંત્રની કરવી ,સૂર્યને જળ અર્પણ કરો.

રવિવારે સૂર્યના વૈદિક મંત્રોનો 7000 વાર જાપ કરવો.

હનુમાનજીની પ્રતિમાને પંચામૃતથી અભિષેક કરાવો.

રુદ્રાક્ષની માળા અર્પણ કરો.

ઘીમાં બનેલા માલપુઆ અને રબડીનો ભોગ તાંબાની થાળીમાં અર્પણ કરો.

અકાળ મૃત્યુથી રક્ષા અર્થે 

જો કોઇ એવી વ્યક્તિ છે જે ખૂબ જ પરેશાની વેઠી રહી છે તેને અસાધ્ય રોગમાં તકલીફ પડી રહી છે. વ્યક્તિ  પોતે જ મૃત્યુ માટે આજીજી કરી રહ્યો છે. પરિવારના લોકો તેમની પરેશાની જોઇ નથી શકતા તો આવા સમયે  દૂવાનો રસ, ગિલોયનો રસ મિક્સ કરો.

પંચમુખી હનુમાનજીની પ્રતિમાને આ મિશ્રણથી અભિષેક કરવાથી વ્યક્તિના શારીરિક કષ્ટો અને અકાળ મૃત્યુમાં રક્ષણ મળે છે.

આ  ઉપાય તમને હનુમાનજીમાં સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ હોય ત્યારે જ કરવો.

 

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article